Saudi Arabiaમાં રાજકીય હલચલની વચ્ચે Mohammed Bin Salman પાસે સત્તાનું સુકાન, જાણો શું છે મામલો?
સાઉદીમાં હવે સ્થિતિ એ થઇ ગઇ છે કે, તમામ ક્ષેત્રના નિર્ણયો હવે મોહમ્મદ બિન સલમાન લઇ રહ્યા છે.
મોહમ્મદ બિન સલમાનના હાથમાં કમાન
સાઉદી અરબમાં શાંત રીતે સત્તાનું હસ્તાંતરણ થતું જોવા મળી રહ્યુ છે. એક તરફ જ્યાં કિંગ સલમાન હાસ્યમાં ધકેલાઇ ગયા છે. તો બીજી તરફ, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની નિર્ણય શક્તિમાં વધારો થયો છે. વર્તમાન સમયમાં સાઉદી સાથે જોડાયેલા તમામ નિર્ણય મોહમ્મદ બિન સલમાન લઇ રહ્યા છે. આ તમામ મુદ્દે એક વાત જે તમામનું ધ્યાન આકર્ષી રહી છે એ છે કે, નિર્ણય શક્તિમાં કિંગ સલમાનની કોઇ સત્તાવાર ભૂમિકા નથી.
વર્ષ 2024 બાદ કિંગ સલમાનનો તમામ સાથે સંપર્ક બંધ
વર્ષ 2024માં કિંગ સલમાને કેટલાક મહત્ત્વના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેમા તુર્કીએના રાષ્ટ્રપતિ એર્દોઆન પણ સામેલ હતા. પરંતુ વર્ષ 2025માં તેઓએ એકપણ નેતા સાથે મુલાકાત કરી ન હતી. 2025માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં પણ સાઉદીના કિંગ ઉપસ્થિત રહ્યા ન હતા. આ ગેરહાજરની ચર્ચા જોરશોરથી શરુ થઇ હતી. હમણા સુધી તુર્કીએ અને જર્મનીના સર્વોચ્ચ નેતાઓ સાઉદીનો પ્રવાસ કરી ચુક્યા છે. આ નેતાઓ સાથે મોહમ્મદ બિન સલમાને જ મુલાકાત કરી છે. કિંગ સલમાનની ભૂમિકા માત્ર શુભેચ્છા આપવા માટે રહી છે.
મહત્ત્વના નિર્ણયો પર મોહમ્મદ બિન સલમાનની મ્હોર
1. ઇરાન અને ઇઝરાયલમાં જંગ બાદ સાઉદીના મોહમ્મદ બિન સલમાને પાકિસ્તાન સાથે ડિફેન્સ ડીલની જાહેરાત કરી હતી. આ સમગ્ર ડીલનો નિર્ણય સાઉદી તરફથી મોહમ્મદ બિન સલમાને જ લીધો હતો. તેથી તેને મોહમ્મદ બિન સલમાનનો માસ્ટરસ્ટ્રોક કહેવાય છે. આ ડીલ હેઠળ સાઉદીને પરમાણુ સુરક્ષાની ગેરંટી મળી છે.
2. મોહમ્મદ બિન સલમાનની પહેલથી સાઉદી અરબમાં દારુ પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો. ક્રાઉન પ્રિન્સે રાજસ્વ વૃદ્ધિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો હતો. લાંબા સમયથી સાઉદી અરબમાં દારુ પર પ્રતિબંધ હતો.
3. વર્ષ 2025ના અંતમાં સાઉદીએ યમનમાં યૂએઇના દબાણને ખત્મ કરવા માટે અમીરાતના જહાજો પર બોમ્બબારી કરી હતી. અને સાથે યમન પર નિયંત્રણ મેળવવા માટે મોટા પ્રમાણ પૈસા ખર્ચાયા છે. આ નિર્ણય પણ મોહમ્મદ બિન સલમાને જ લીધો હતો.
કૂટનીતિની ડીલ પર મોહમ્મદ બિન સલમાનનું ધ્યાન
જાન્યુઆરી 2026ની શરૂઆતમાં ઇરાન પર અમેરિકાએ હુમલો કરવા માટે તૈયારીઓ શરુ કરી હતી. પરંતુ મોહમ્મદ બિન સલમાને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંપર્ક કર્યો હતો. અને કહ્યુ હતુ કે, જો અમેરિકા ઇરાન પર હુમલો કરે છે તો અલી ખામેનેઇને નુકસાન નહી થાય. સાઉદી ફસાઇ જશે. આ વાતચીત બાદ ડોનાલ્ડ ટ્ર્મ્પે તેનો મન બદલ્યુ હતુ.
આ પણ વાંચોઃ PM Modi Malaysia Visit 2026: સેમીકન્ડક્ટર અને રેયર અર્થમાં ભારતના અર્થતંત્રને તેજ ગતિ આપશે મલેશિયા યાત્રા
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

