Saudi Arabia કેબિનેટમાં ફહદ અલ-સૈફના નામની ચર્ચા થઇ તેજ, જાણો કયુ ખાતુ ફાળવવામાં આવ્યુ?

Last Updated: February 17, 2026By

સાઉદી અરેબિયામાં રોકાણ મંત્રીનું પદ ક્રાઉન પ્રિન્સ બાદ સૌથી મહત્ત્વનું માનવામાં આવે છે.

રોકાણ પણ સૌથી વધુ ભાર

સાઉદી અરેબિયાની સરકારે કેબિનેટમાં એક મહત્ત્વનો બદલાવ કર્યો છે. તેઓએ ફહદ અલ-સૈફને નવા રોકાણ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. ફહદ અલ-સૈફ સાઉદી માટે રોકાણ અને એઆઇના વિકાસ કાર્યોનું ધ્યાન રાખશે. ફહદ અલ-સૈફને કેબિનેટમાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બાદ સૌથી પાવરફુલ ગણવામાં આવે છે. તેમનો હોદ્દો સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. કારણ કે હાલના દિવસોમાં સાઉદીએ રોકાણ પણ સૌથી વધુ ભાર આપ્યો છે.

કોણ છે ફહદ અલ-સૈફ ?

ફહદ અલ-સૈફની ઓળખ એક ટેક્નોક્રેટ અને બેંકર તરીકે છે. તેઓનો પ્રાથમિક અભ્યાસ સાઉદીમાં થયો છે. બાદમાં તેઓએ સાઉદી સ્થિત પેટ્રોલિયમ અને ખનિજ વિશ્વવિદ્યાલયથી સૂચના પ્રણાલીમાં સ્નાતકની ઉપાધિ મેળવી હતી. બાદમાં તેઓ ટેક્નોક્રેટ કોર્પોરેટ કંપનીમાં સામેલ થયા હતા. સાઉદી સરકાર મુજબ, ફહદ અલ-સૈફને આંતરરાષ્ટ્રીય નાણા બજારો અને સરકારી સંસ્થાનોમાં બેંકરના રૂપમાં 26 વર્ષથી વધુનો અનુભવ છે. 2021માં તેઓએ એઆઇનો પ્રોજેક્ટ પણ સંભાળ્યો હતો.

ફહદ અલ-સૈફની કેમ કરાઇ પસંદગી ?

1. ફહદ અલ-સૈફની પૃષ્ઠીભૂમિ રાજનીતિની નથી. અમેરિકામાં બિન-રાજકારણીને મોટું પદ આપવુ સફળ રહ્યુ છે. હાલમાં ટ્ર્મ્પ સરકારમાં એવા કેટલા પદ છે જેના પર બિન-રાજકારણીઓની નિયુક્તિ કરાઇ છે.

2. સાઉદી માટે વિઝન-2030 મહત્ત્વનુ છે. આ મોહમ્મદ બિન સલમાનનો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. જો આ પ્રોજેક્ટ નિષ્ફળ જાય તો મોહમ્મદ બિન સલમાન પર પ્રશ્નો ઉઠશે. અને તેમની આગામી યોજના મુશ્કેલ થઇ જશે.

3. આર્થિક તંગીના કારણે લાલ સાગર પર 81 વૈભવી રિસોર્ટનું નિર્માણ ઠપ્પ થયુ છે. લાલ સાગરની મહત્ત્વતા આજના સમયમાં સૌથી વધુ છે. તેથી ફહદ અલ-સૈફની નિયુક્તિ પણ મહત્ત્વની માનવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Imran Khan News: ઇમરાન ખાનની યોગ્ય સારવાર માટે 14 ભૂતપૂર્વ કપ્તાનની પાકિસ્તાન સરકારને ચિઠ્ઠી