SBI ખાતાધારકો માટે એલર્ટ!:હવે બેંકમાંથી રોકડ રૂપિયા ઉપાડવા પર ચાર્જ લાગશે, 1 ઓક્ટોબરથી લાગુ થશે નવા નિયમો
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ તેના ખાતાધારકો માટે એલર્ટ જાહરે કર્યું છે. સાથે જ નિયમમાં પણ ફેરફાર કર્યો છે. બેંકની ચેતવણી છે કે જો તમે SBI ની બ્રાન્ચમાંથી 4 થી વધુ વખત પૈસા ઉપાડશો તો તમારે ચાર્જ ચૂકવવો પડી શકે છે. નવા ફેરફાર હેઠળ, હવે ફક્ત બ્રાન્ચમાંથી ઉપાડ પર પ્રથમ 4 ટ્રાન્ઝેક્શન મફત કરવામાં આવ્યા છે. 5મા ટ્રાન્ઝેક્શનથી શુલ્ક લાગુ પડશે. આ નિયમ 1 ઓક્ટોબર, 2026 થી લાગુ થશે. કોને લાગુ પડશે આ નિયમ ETના અહેવાલ મુજબ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ખાતાધારકોને જાણ કરી છે કે આ ફેરફારો તમામ ખાતાધારકોને લાગુ પડશે નહીં. ફક્ત બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતા માટે સર્વિસ ચાર્જ લાગુ પડશે. જો તમારું પણ આ ખાતું છે, તો તમે બેંકની શાખામાંથી 1 મહિનામાં ફક્ત 4 વખત મફત રૂપિયાનો ઉપાડ કરી શકો છો. તેનાથી વધુ વખત ઉપાડ કરવા પર તમારે ચાર્જ ચૂકવવો પડશે. પહેલા શું નિયમ હતો? એસબીઆઈની વેબસાઈટ મુજબ, પહેલા પણ મહિનામાં 4 ઉપાડ મફત હતા, પરંતુ તેમાં એસબીઆઈ એટીએમ, અન્ય બેંકના એટીએમ, બ્રાન્ચમાંથી ઉપાડ, માઈક્રો એટીએમ વગેરેનો સમાવેશ થતો હતો. ફક્ત UPI, NEFT, RTGS, IMPS જેવા ડિજિટલ ટ્રાન્ઝેક્શન માધ્યમોને બાદ રાખવામાં આવ્યા હતા. નવા ફેરફાર હેઠળ હવે ફક્ત બ્રાન્ચ ચેનલમાંથી ઉપાડ માટે મહિનાના પહેલા 4 ટ્રાન્ઝેક્શનને મફત કરવામાં આવ્યા છે. શું એટીએમમાંથી ઉપાડ પર ચાર્જ લાગશે? જોકે, તેનો અર્થ એ નથી કે જો તમે આ ખાતા હેઠળ એટીએમમાંથી પૈસા ઉપાડો છો, તો તમારે પહેલા ટ્રાન્ઝેક્શનથી જ ચાર્જ ચૂકવવો પડશે. બસ નવા નિયમમાં એસબીઆઈ ATM, બીજા બેંકના ATM, બ્રાન્ચમાંથી ઉપાડ, માઈક્રો ATM વગેરેને નવા નિયમમાં જોડવામાં આવ્યા નથી. તેના પર જૂના નિયમો લાગુ પડશે. કેટલો ચાર્જ લાગશે 1 ઓક્ટોબર, 2026 થી બ્રાન્ચમાંથી ઉપાડ દરમિયાન એક મહિનામાં પહેલા ચાર મફત ઉપાડ પછી વધારાના રોકડ ઉપાડ પર પ્રતિ ટ્રાન્ઝેક્શન 15 રૂપિયાનો ચાર્જ સાથે જીએસટી પણ લાગશે. શું છે SBIનું BSBD એકાઉન્ટ? BSBD એકાઉન્ટ એટલે કે Basic Savings Bank Deposit Account, એક એવું બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ છે, જેને ખાસ કરીને બેંકિંગ સેવાઓને વધુ લોકો સુધી પહોંચાડવા અને મિનિમમ બેલેન્સ વગર બચતની સુવિધા આપવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યું છે. આ ખાતામાં ગ્રાહકને ન્યૂનતમ બેલેન્સ જાળવી રાખવાની જરૂર નથી હોતી. SBI અનુસાર, આ ખાતું ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે જેઓ સામાન્ય બેંકિંગ સેવાઓને ઓછા શુલ્ક અને સરળ રીતે ઉપયોગ કરવા માંગે છે. —————————- આ સમાચાર પણ વાંચો: સિનિયર સિટીઝન્સ સ્કીમથી દર મહિને ₹20,500ની કમાણી:5 વર્ષનો મેચ્યોરિટી પિરિયડ અને 8.2% વ્યાજ; સમજો આવકનું ચોખ્ખું ગણિત જો તમે સિનિયર સિટીઝન છો અને તમારા માટે દર મહિને આવકનો બંદોબસ્ત કરવા માંગો છો તો પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન્સ સેવિંગ્સ સ્કીમ એકાઉન્ટ (SCSS) તમારા માટે યોગ્ય રહેશે. આ સ્કીમ નિવૃત્તિ પછી એકસાથે મૂડીને સુરક્ષિત રાખવા અને ત્રિમાસિક ધોરણે નિયમિત આવક આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. સરકારની ગેરંટી હોવાને કારણે તેમાં જોખમ લગભગ શૂન્ય છે. આના પર 8.2% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. આ સ્કીમમાં દર 3 મહિને વ્યાજ આપવામાં આવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

