Sehwag & Dravid Sons Selected for India U-19 Team

Last Updated: August 27, 2026By

5 મિનિટ પેહલા

  • કૉપી લિંક

પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીરને પહેલીવાર ભારતની અંડર-19 ટીમમાં પસંદ કર્યો છે. તેને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ત્રણ વન-ડે મેચની સિરીઝ માટે ટીમમાં સ્થાન મળ્યું છે.

ત્રણેય મેચ સપ્ટેમ્બરમાં રાજકોટમાં રમાશે. આર્યવીર રાઇટ-હેન્ડેડ બેટર છે અને હાલમાં દિલ્હી પ્રીમિયર લીગમાં વેસ્ટ દિલ્હી લાયન્સ તરફથી રમી રહ્યો છે.

આર્યવીરની સાથે રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડને પણ વન-ડે ટીમમાં સામેલ કર્યો છે. અન્વય વિકેટકીપર-બેટર છે અને શ્રીલંકા પ્રવાસ પર ભારતની U-19 ટીમ માટે 87 રનની ઇનિંગ રમી ચૂક્યો છે. જોકે, આર્યવીર અને અન્વય બંનેને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી બે મલ્ટી-ડે મેચની ટીમમાં સ્થાન મળ્યું નથી.

અન્વય દ્રવિડે શ્રીલંકા U-19 સામે 2 મેચમાં 101 રન બનાવ્યા હતા.

અન્વય દ્રવિડે શ્રીલંકા U-19 સામે 2 મેચમાં 101 રન બનાવ્યા હતા.

DPLમાં રમી રહ્યો છે આર્યવીર

આર્યવીર સેહવાગે તાજેતરમાં દિલ્હી પ્રીમિયર લીગની 2026 સીઝનમાં વેસ્ટ દિલ્હી લાયન્સ માટે રમ્યો છે. તે આ પહેલા 2024માં કૂચ બિહાર ટ્રોફીમાં મોટી ઇનિંગ રમીને ચર્ચામાં આવ્યો હતો. તેણે મેઘાલય સામે 297 રન બનાવ્યા હતા.

આર્યવીર ડોમેસ્ટિક લીગ દિલ્હી પ્રીમિયરમાં રમી રહ્યો છે.

આર્યવીર ડોમેસ્ટિક લીગ દિલ્હી પ્રીમિયરમાં રમી રહ્યો છે.

રાજકોટ-અમદાવાદમાં રમાશે મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયાની U-19 ટીમ વચ્ચે ત્રણ વન-ડે મેચ રમાશે. ત્રણેય મેચ રાજકોટમાં રમાશે. ત્રણેય મેચ સવારે 9 વાગ્યે શરૂ થશે.

ગુજરાતના બે ખેલાડીઓને પણ તક મળી

ઓસ્ટ્રેલિયા સામે રમાનારી U-19 મેચમાં ગુજરાતના બે ખેલાડીઓનો પણ સમાવેશ થયો છે. જેમાં વન-ડેમાં કાવ્ય પટેલને સિલેક્ટ કર્યો છે. જ્યારે મલ્ટી-ડે મેમાં કુશ પટેલનું નામ છે. આ બન્ને પ્લેયર્સ GCA (ગુજરાત ક્રિકેટ એસોસિયેશન) તરફથી રમે છે.

લક્ષ્ય કેપ્ટન, યશવર્ધન વાઇસ-કેપ્ટન

વન-ડે સિરીઝ માટે લક્ષ્ય રાયચંદાણીને ભારતીય ટીમનો કેપ્ટન બનાવ્યો છે, જ્યારે યશવર્ધન ચૌહાણ વાઇસ-કેપ્ટન હશે. જ્યારે મલ્ટી-ડે મેચ માટે બંનેની ભૂમિકાઓ બદલાઈ જશે. યશવર્ધન કેપ્ટન અને લક્ષ્ય વાઇસ-કેપ્ટન હશે.

ભારતને વન-ડે સિરીઝ પછી બે મલ્ટી-ડે મેચ પણ રમવાની છે. પહેલી મેચ 27થી 30 સપ્ટેમ્બર સુધી રાજકોટમાં રમાશે. બીજી મલ્ટી-ડે મેચ 5થી 8 ઓક્ટોબર સુધી અમદાવાદના B ગ્રાઉન્ડ પર રમાશે.

લક્ષ્ય રાયચંદાણી ભારતીય U-19 ટીમનો કેપ્ટન છે.

લક્ષ્ય રાયચંદાણી ભારતીય U-19 ટીમનો કેપ્ટન છે.

અન્વયે શ્રીલંકામાં પ્રભાવિત કર્યા હતા

રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડને વન-ડે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવાની તક મળી છે. તેણે જુલાઈમાં શ્રીલંકા પ્રવાસ પર ભારતની U-19 ટીમ માટે 87 રનની ઇનિંગ રમી હતી.

જોકે, આ વખતે તેને પણ મલ્ટી-ડે ટીમમાં સામેલ કર્યો નથી. એટલે કે ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે ટીમમાં વીરેન્દ્ર સેહવાગ અને રાહુલ દ્રવિડના પુત્રો એકસાથે જોવા મળશે.

ભારતની U-19 વન-ડે ટીમ

લક્ષ્ય રાયચંદાણી (કેપ્ટન), યશવર્ધન ચૌહાણ (વાઇસ-કેપ્ટન), રજત બઘેલ, આર્યવીર સેહવાગ, વીકે વિનીત, કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, મનાલ ચૌહાણ, અન્વય દ્રવિડ (વિકેટકીપર), વી યશવીર, રોહિત યાદવ, શાવિન વિનોદ, મોહિત ઉલ્વા, ચિગુરુપતિ વેંકટ અને કાવ્ય પટેલ.

મલ્ટી-ડે ટીમમાં આર્યવીર-અન્વય નહીં

બે મલ્ટી-ડે મેચ માટે ભારતની અલગ ટીમ પસંદ કરવામાં આવી છે. તેમાં યશવર્ધન ચૌહાણ (કેપ્ટન), લક્ષ્ય રાયચંદાણી (વાઇસ-કેપ્ટન), સાગર વિર્ક, કુશાગ્ર ઓઝા, મનાલ ચૌહાણ, કુશ પટેલ, માનવ કૃષ્ણા, અભિપ્રાય બિસ્વાસ, રોહિત યાદવ, ઈશાન ઓમ, અયાન અકરમ, પ્રણવ રાઘવેન્દ્ર, પ્રિયાંશુ સિંહ, મોહિત ઉલ્વા અને આર્યન યાદવનો સમાવેશ થાય છે.

ભારતીય ક્રિકેટમાં પિતા પછી પુત્રોની એન્ટ્રીના ઉદાહરણો

ભારતીય ક્રિકેટમાં ઘણા એવા પરિવારો રહ્યા છે, જ્યાં પિતા પછી પુત્રએ પણ ક્રિકેટને કારકિર્દી બનાવી છે.

  • સુનીલ ગાવસ્કર અને રોહન ગાવસ્કરસુનીલ ગાવસ્કરના પુત્ર રોહન ગાવસ્કરે પણ ભારતીય ક્રિકેટમાં સ્થાન બનાવ્યું. તેમણે ભારત માટે 11 વન-ડે રમી. ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમણે બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું.
સુનીલ ગાવસ્કર (જમણે) પુત્ર રોહન સાથે.

સુનીલ ગાવસ્કર (જમણે) પુત્ર રોહન સાથે.

  • લાલા અમરનાથ અને અમરનાથ પરિવારભારતના પૂર્વ કેપ્ટન લાલા અમરનાથના પરિવારનો ભારતીય ક્રિકેટમાં ખાસ વારસો રહ્યો છે. તેમના ત્રણેય પુત્રો- સુરિન્દર, મોહિન્દર અને રાજિન્દર અમરનાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા. આમાંથી મોહિન્દર અમરનાથે સૌથી મોટી સફળતા મેળવી. તેઓ 1983માં વર્લ્ડ કપ જીતનારી ટીમના સભ્ય હતા.
  • રોજર બિન્ની અને સ્ટુઅર્ટ બિન્ની1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રોજર બિન્નીના પુત્ર સ્ટુઅર્ટ બિન્નીએ પણ ભારત માટે ક્રિકેટ રમ્યા હતા. સ્ટુઅર્ટે ટેસ્ટ, વન-ડે અને T20 ઇન્ટરનેશનલ ત્રણેય ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વન-ડેમાં તેમના નામે ભારત માટે શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શનનો રેકોર્ડ પણ રહ્યો છે, જ્યારે તેમણે 2014માં બાંગ્લાદેશ સામે 6 વિકેટે 4 રન આપ્યા હતા.
  • યોગરાજ સિંહ અને યુવરાજ સિંહપૂર્વ ભારતીય ક્રિકેટર યોગરાજ સિંહના પુત્ર યુવરાજ સિંહે પિતાથી આગળ વધીને ભારતીય ક્રિકેટમાં પોતાની અલગ ઓળખ બનાવી. યુવરાજ 2007 T20 વર્લ્ડ કપ અને 2011 વન-ડે વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના મહત્વના સભ્ય રહ્યા હતા. 2011 વર્લ્ડ કપમાં તેમના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે તેમને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કર્યા હતા.
યુવરાજ સિંહે 2011 વર્લ્ડ કપની 9 મેચમાં 362 રન બનાવવાની સાથે 15 વિકેટ પણ લીધી હતી.

યુવરાજ સિંહે 2011 વર્લ્ડ કપની 9 મેચમાં 362 રન બનાવવાની સાથે 15 વિકેટ પણ લીધી હતી.

Leave A Comment