Shah Rukh Khan King Teaser Out; Release Date Confirmed For Christmas 2026

Last Updated: January 24, 2026By

4 કલાક પેહલા

  • કૉપી લિંક

શાહરૂખ ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘કિંગ’ની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. આ મલ્ટી સ્ટારર ફિલ્મ 24 ડિસેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. મેકર્સે રિલીઝ ડેટ સાથે ફિલ્મનું દમદાર ટીઝર પણ રિલીઝ કર્યું છે.

શાહરૂખ ખાને ટીઝરને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું, ‘કિંગ 24.12.2026ના રોજ સિનેમાઘરોમાં ગર્જના કરવા માટે તૈયાર છે.’

શાહરૂખ ખાને 'કિંગ'ની રિલીઝ ડેટ જણાવી.

શાહરૂખ ખાને ‘કિંગ’ની રિલીઝ ડેટ જણાવી.

‘ડર નહીં, દહેશત હું’

45 સેકન્ડના ટીઝરમાં શાહરૂખ ખાનનો જબરદસ્ત ફર્સ્ટ લુક જોવા મળ્યો છે. ટીઝરની શરૂઆત બરફીલી ખડક પર ઉભેલા શાહરૂખની ચીસ સાથે થાય છે, ત્યારબાદ તેનો એન્ટ્રી સીન કાચની છત તોડતા બતાવવામાં આવ્યો છે. લોહીથી લથપથ શાહરૂખનો ડાયલોગ ‘ડર નહીં, દહેશત હું’ ટીઝરને વધુ પ્રભાવશાળી બનાવે છે.

ટીઝરમાં ‘કિંગ’ની દુનિયાની ઝલક બતાવવામાં આવી છે, જ્યાં શાહરૂખ ખાન નવા, બોલ્ડ અને પાવરફુલ અવતારમાં જોવા મળી રહ્યો છે. શાનદાર લોકેશન્સ અને સ્ટ્રોંગ વિઝ્યુઅલ્સ ફિલ્મને લઈને દર્શકોનો ઉત્ત્સાહ અનેક ગણો વધારી રહ્યા છે.

ટીઝરમાં શાહરૂખ ખાનની ખડતલ બોડી અને અલગ લુક જોવા રહ્યો છે.

ટીઝરમાં શાહરૂખ ખાનની ખડતલ બોડી અને અલગ લુક જોવા રહ્યો છે.

નોંધનીય છે કે, 2 નવેમ્બરે શાહરૂખ ખાનના જન્મદિવસ પર રિલીઝ થયેલો ટાઈટલ રિવિલ વીડિયો પહેલાથી જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી ચૂક્યો હતો. હવે રિલીઝ ડેટ સામે આવ્યા બાદ ફિલ્મને લઈને ક્રેઝ વધુ વધી ગયો છે.

રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને માર્ફ્લિક્સ પિક્ચર્સના બેનર હેઠળ બની રહેલી ‘કિંગ’માં શાહરૂખ ખાન સાથે સુહાના ખાન, રાની મુખર્જી, દીપિકા પાદુકોણ અને અભિષેક બચ્ચન પણ જોવા મળશે, જ્યાં અભિષેક ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવતો દેખાશે.