Sheikh Hasinaને તારિક રહેમાનની સરકાર હેઠળ મળી વધુ એક રાહત

Last Updated: February 23, 2026By

શેખ હસીના સામે 100 થી વધુ કેસ દાખલ છે. તારિક રહેમાનની સરકાર આવતા તાજુલને હટાવાયા છે.

પક્ષની પ્રવૃત્તિઓ ફરી શરૂ  

તારિક રહેમાનની સરકાર આવતાની સાથે શેખ હસીનાને બાંગ્લાદેશી રાજકારણમાં થોડી રાહત અનુભવવાનું શરૂ થયું છે. પહેલા, તેમના પક્ષની પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ છે. હવે, સરકારે ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલના ફરિયાદીને બદલી નાખ્યા છે. જ્યાં શેખ હસીના સામે કેસની સુનાવણી થઈ છે. એક નિર્ણયમાં, બાંગ્લાદેશ સરકારે તાજુલ ઇસ્લામને ICTના મુખ્ય ફરિયાદી પદ પરથી દૂર કર્યા છે.

શેખ હસીનાને કેમ અપાઇ રાહત ?

1. શેખ હસીના સામે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ટ્રિબ્યુનલમાં 100થી વધુ કેસ દાખલ છે. તેમને બે કેસોમાં સજા ફટકારવામાં આવી છે. તેમની સામે મોટાભાગના કેસ ભ્રષ્ટાચાર અને નરસંહારના છે. તેથી, આ કોર્ટમાં સરકારી વકીલ તરીકે તેમના નજીકના સહયોગીની નિમણૂક તેમના માટે મોટી રાહત છે.

2. તાજુલ ઇસ્લામને શેખ હસીનાના કટ્ટર વિરોધી માનવામાં આવતા હતા. તાજુલ શેખ હસીના સામે સતત આક્રમક રહેતા હતા. તાજુલ મીડિયામાં પણ સતત શેખ હસીના વિરુદ્ધ વાર્તા રજૂ કરતા હતા. તેમને જે રીતે દૂર કરવામાં આવ્યા છે તે શેખ હસીના માટે રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે.

શેખ હસીના પ્રત્યે નવી સરકારનું વલણ

નવી બીએનપી સરકાર યુનુસ સરકારની જેમ શેખ હસીના પ્રત્યે આક્રમક વલણ અપનાવી રહી નથી. બીએનપીના મહાસચિવ અને સરકારમાં એક શક્તિશાળી મંત્રી મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીરના મતે, અમે શેખ હસીના મુદ્દાથી આગળ વધવા માંગીએ છીએ. શેખ હસીના હવે અમારા માટે મુખ્ય મુદ્દો નથી. તારિક રહેમાનના શપથ ગ્રહણ થતાં જ શેખ હસીનાની પાર્ટી, અવામી લીગના કાર્યાલયો ફરી ખુલવા લાગ્યા છે.

આ પણ વાંચોઃ Kim Jong Unને પોતાની 13 વર્ષની પુત્રીને સોંપી મહત્વપૂર્ણ જવાબદારી, જાણો કયો વિભાગ સંભાળશે?