Shubman Gill at Wimbledon with Sachin Tendulkar & Anjali; Fans React

Last Updated: July 13, 2026By

2 દિવસ પેહલા

  • કૉપી લિંક

ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ અને વન-ડે કેપ્ટન શુભમન ગિલ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યાં તે મેદાન પર તો રન બનાવી જ રહ્યો છે, પરંતુ મેદાનની બહાર પણ ગ્લોબલ ગેમમાં પણ હેડલાઈન્સ મેળવી રહ્યો છે. તાજેતરમાં શુભમન ગિલને ટેનિસની સૌથી ફેમસ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડન જોવા માટે ‘રોયલ બોક્સ’માંથી ખાસ આમંત્રણ મળ્યું હતું. આ મેચ દરમિયાન ગિલ ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર અને તેમના પત્ની અંજલિ તેંડુલકર સાથે બેઠેલો જોવા મળ્યો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ છે.

સચિન-અંજલિ સાથે ગિલ દેખાતા ફેન્સે લીધી મજા

વિમ્બલ્ડનના સેન્ટર કોર્ટ પર મેન્સ સિંગલ્સની સેમિફાઇનલ મેચ જોવા માટે શુભમન ગિલ અત્યંત સ્ટાઇલિશ લુકમાં પહોંચ્યો હતો. તેણે લાઇટ બ્રાઉન બ્લેઝર, બ્લુ શર્ટ, ટાઇ અને બ્લેક ગોગલ્સ પહેર્યા હતા. જ્યારે સચિન તેંડુલકર નેવી બ્લુ સૂટમાં અને અંજલિ તેંડુલકર ઓલિવ ગ્રીન ડ્રેસમાં સજ્જ હતા.

સચિન-અંજલિ સાથે ગિલ

સચિન-અંજલિ સાથે ગિલ

આ ત્રણેય દિગ્ગજો જ્યારે રોયલ બોક્સમાં સાથે બેસીને ટેનિસની મજા માણી. શુભમન અને સચિનની દીકરી સારા તેંડુલકરના અફેરની ચર્ચાઓ અવારનવાર સોશિયલ મીડિયા પર થતી રહે છે. તેવામાં સચિન અને અંજલિ સાથે શુભમનની આ તસવીર સામે આવતા જ ફેન્સે સોશિયલ મીડિયાના કમેન્ટ સેક્શનમાં મજા લેવાનું શરૂ કરી દીધું હતું. ઘણા યુઝર્સે લખ્યું- “રિશ્તા પક્કા સમજે?” તો વળી કેટલાકે કોમેન્ટ કરી, “સસુર-દામાદ કી જોડી.” જોકે, સારા અને શુભમને ક્યારેય પોતાના સંબંધો વિશે જાહેરમાં ખુલીને વાત કરી નથી.

જુઓ લોકોના ફની રિએક્શન:-

દિગ્ગજોની એલિટ ક્લબમાં સામેલ થયો શુભમન ગિલ

વિમ્બલ્ડનના રોયલ બોક્સમાં આમંત્રિત થવું એ દુનિયાના વિશિષ્ટ મહેમાનો, રાજનેતાઓ અને રમત જગતના મહાનુભાવો માટે બહુ મોટું સન્માન માનવામાં આવે છે. આ રોયલ ઇન્વિટેશન મેળવવાની સાથે જ શુભમન ગિલ ભારતના એવા ઓછા ક્રિકેટ કેપ્ટનોની યાદીમાં સામેલ થઈ ગયો છે.

ગિલનો વિમ્બલ્ડન લુક

ગિલનો વિમ્બલ્ડન લુક

ગિલ વિમ્બલ્ડનના રોયલ બોક્સમાં આમંત્રિત થનારો ભારતનો ચોથો ક્રિકેટ કેપ્ટન બન્યો છે. આ અગાઉ માત્ર સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્માને જ આ રોયલ બોક્સનું આમંત્રણ મળ્યું છે. આ લિસ્ટમાં જોડાતાની સાથે જ ગિલે 26 વર્ષની નાની ઉંમરે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

રોજર ફેડરર સાથે કરી મુલાકાત, F1 રેસની પણ માણી મજા

વિમ્બલ્ડન દરમિયાન શુભમન ગિલની મુલાકાત ટેનિસના મહાન ખેલાડી રોજર ફેડરર સાથે પણ થઈ હતી. ફેડરર સાથે વાતચીત કરતો ગિલનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ સિવાય રોયલ બોક્સમાં વેસ્ટ ઈન્ડિઝના લિજેન્ડ બ્રાયન લારા અને લિવરપૂલના કેપ્ટન વર્જિલ વાન ડાઈક પણ હાજર હતા.

રોજર ફેડરર સાથે શુભમન ગિલ

રોજર ફેડરર સાથે શુભમન ગિલ

ઈંગ્લેન્ડના આ પ્રવાસ દરમિયાન શુભમન ગિલ માત્ર ટેનિસ જ નહીં, પરંતુ મોટરસ્પોર્ટ્સની મજા લેતો પણ જોવા મળ્યો હતો. થોડા દિવસો પહેલા જ તે સિલ્વરસ્ટોન સર્કિટ ખાતે બ્રિટિશ ગ્રાન્ડ પ્રિકસમાં VIP ગેસ્ટ તરીકે પહોંચ્યો હતો, જ્યાં તેણે રેસિંગ પેડોકની મુલાકાત લીધી હતી અને ફોર્મ્યુલા વનની રોમાંચક દુનિયાનો અનુભવ કર્યો હતો. ગિલ હવે ટૂંક સમયમાં જ ઈંગ્લેન્ડ સામે શરૂ થઈ રહેલી 3 મેચની વનડે સિરીઝમાં ભારતીય ટીમની કમાન સંભાળતો જોવા મળશે.

Leave A Comment