Shubman Gill; IND vs AFG 3rd ODI LIVE Score Updates Chennai Rohit Sharma Harshit Rana
- Gujarati News
- Sports
- Cricket
- Shubman Gill; IND Vs AFG 3rd ODI LIVE Score Updates Chennai Rohit Sharma Harshit Rana | Rahmanullah Gurbaz Rashid Khan
સ્પોર્ટ્સ ડેસ્ક57 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની સિરીઝની ત્રીજી વન-ડે આજે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. ભારત પહેલેથી જ સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી ચૂક્યું છે અને હવે તેની નજર ક્લીન સ્વીપ પર હશે. જો કે, હવામાન મેચમાં અવરોધ ઊભો કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચેન્નઈમાં શનિવારે વરસાદની 55% સંભાવના છે.
અફઘાનિસ્તાનને પ્રથમ જીતની રાહ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 6 વન-ડે મેચ રમાય છે. આમાંથી ભારતે 5 મેચ જીતી છે, જ્યારે એક મુકાબલો ટાઈ રહ્યો છે. અફઘાનિસ્તાન આજ સુધી ભારત સામે એકપણ વન-ડે મેચ જીતી શક્યું નથી. બંને ટીમ વચ્ચે એકમાત્ર ટાઈ મેચ 2018માં રમાઈ હતી. વર્તમાન સિરીઝ બંને દેશો વચ્ચેની પ્રથમ બાઈલેટરલ વન-ડે સિરીઝ છે.

બરાર સિરીઝનો ટૉપ વિકેટ ટેકર
કમબેક કરી રહેલા ઈશાન કિશને બીજી વન-ડેમાં 79 બોલમાં 125 રનની શાનદાર ઇનિંગ રમી હતી. કેપ્ટન શુભમન ગિલ પણ શાનદાર ફોર્મમાં છે. તેણે પહેલી મેચમાં અણનમ 84 રન બનાવ્યા હતા, જ્યારે બીજી વન-ડેમાં નંબર-3 પર બેટિંગ કરતા 110 બોલમાં 154 રન ફટકાર્યા હતા. પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ બીજી મેચમાં 48 રનની ઝડપી ઇનિંગ રમી હતી. બોલિંગમાં આ સિરીઝથી ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરનાર ગુરનૂર બરાર સૌથી સફળ રહ્યો છે અને અત્યાર સુધીમાં સૌથી વધુ વિકેટ ઝડપી ચૂક્યો છે.

હર્ષિત રાણા સ્ક્વોડમાં સામેલ
સાથળની ઇજાના કારણે લખનઉ વન-ડેમાંથી બહાર રહેલા સીમ બોલિંગ ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીએ શુક્રવારે ચેપોકના નેટ્સમાં કોઈ પણ પરેશાની વગર બોલિંગ કરી હતી અને તે આજે કમબેક કરી શકે છે. ઘૂંટણની સર્જરીમાંથી રિકવર થયા બાદ હર્ષિત રાણાને ત્રીજી વન-ડે માટે ટીમમાં સામેલ કર્યો છે, પરંતુ તેને ઉતાવળમાં મેદાન પર ઉતારવાની સંભાવના ઓછી છે, તેણે પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ આ વર્ષે ફેબ્રુઆરીમાં રમી હતી.
ગુરબાઝ અફઘાનિસ્તાનનો ટૉપ સ્કોરર
અફઘાનિસ્તાન માટે આ સિરીઝમાં સૌથી વધુ રન રહેમાનુલ્લાહ ગુરબાઝે બનાવ્યા છે. તેણે બે મેચમાં 143 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઇક રેટ 170.23નો રહ્યો છે. ગુરબાઝે સિરીઝમાં એક સદી પણ ફટકારી છે. બોલિંગમાં નાંગેલિયા ખરોટેએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે પોતાની એકમાત્ર મેચમાં 4 વિકેટ લીધી છે.

ચેન્નઈમાં 29મી વન-ડે રમાશે
ચેન્નઈની પીચ સામાન્ય રીતે સ્પિનરો માટે મદદરૂપ માનવામાં આવે છે, જો કે શરૂઆતની ઓવરોમાં ફાસ્ટ બોલરોને પણ થોડી મદદ મળી શકે છે. અહેવાલ મુજબ, મેચ ચેપોકની પીચ નંબર 4 પર રમાશે, જે લાલ માટીની છે અને અહીં સારો બાઉન્સ મળવાની આશા છે. મેચના બે દિવસ પહેલા ચેન્નઈમાં થોડો વરસાદ થયો હતો, પરંતુ મેચના એક દિવસ પહેલા હવામાન સાફ રહ્યું હતું.
આ મેદાન પર અત્યાર સુધી 28 વન-ડે રમાઈ છે, જેમાંથી પહેલા બેટિંગ કરનારી ટીમે 15 અને ચેઝ કરનારી ટીમે 12 મેચ જીતી છે, જ્યારે એક મુકાબલો અનિર્ણિત રહ્યો છે.
બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-11
ભારત (IND): રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર/કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, નીતિશ રેડ્ડી, કુલદીપ યાદવ/હર્ષ દુબે, ગુરનૂર બરાર, પ્રિન્સ યાદવ, હર્ષિત રાણા/અર્શદીપ સિંહ.
અફઘાનિસ્તાન (AFG): રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), ઇબ્રાહિમ ઝદરાન, સેદિકુલ્લાહ અટલ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), દરવિશ રસુલી, રાશિદ ખાન, નાંગેલિયા ખરોટે, મોહમ્મદ સલીમ, અલ્લાહ ગઝનફર, બિલાલ સામી.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


