Shubman Gill; IND vs AFG Second ODI LIVE Score Updates Rohit Sharma Shreyas Iyer
- Gujarati News
- Sports
- Cricket
- Shubman Gill; IND Vs AFG Second ODI LIVE Score Updates Rohit Sharma Shreyas Iyer | Rahmanullah Gurbaz Rashid Khan
સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા
- કૉપી લિંક
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની બીજી મેચ આજે લખનઉમાં રમાશે. આ મેચ બપોરે 1:30 વાગ્યાથી એકાના સ્ટેડિયમમાં શરૂ થશે.
ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ જીતીને 3 મેચની સિરીઝમાં 1-0 થી આગળ છે અને આ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવા ઇચ્છશે.
શ્રેયસ 3 હજાર રન પૂરા કરવાથી 11 રન દૂર
આ મેચમાં શ્રેયસ અય્યર પોતાના 3000 વન-ડે રન પૂરા કરવાથી 11 રન દૂર છે. તો રહેમાનુલ્લાહ ગુરબાઝને 2000 રન પૂરા કરવા માટે 10 રન અને ઈશાન કિશનને 1000 વન-ડે રન પૂરા કરવા માટે 33 રનની જરૂર છે.
ભારત-અફઘાનિસ્તાન વચ્ચે 5 વન-ડે, ભારત 4 જીત્યું
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 5 વન-ડે મેચ રમાઈ છે. ભારતે 4 મેચ જીતી છે, જ્યારે 1 મેચ ટાઈ રહી છે. અફઘાનિસ્તાન હજુ સુધી ભારત સામે વન-ડેમાં જીત મેળવી શક્યું નથી. બંને ટીમ વચ્ચે પહેલી વન-ડે ધર્મશાલામાં રમાઈ હતી. જેમાં ભારતને 7 વિકેટથી જીત મળી હતી.

ગિલે પહેલી વન-ડેમાં અણનમ 84 રન બનાવ્યા
જાન્યુઆરી 2025 પછી ભારત માટે બેટિંગમાં રોહિત શર્મા અને બોલિંગમાં કુલદીપ યાદવનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. રોહિતે 18 મેચમાં 727 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 4 ફિફ્ટી સામેલ છે. તો, કુલદીપે 14 મેચમાં 22 વિકેટ ઝડપી છે.
ભારત માટે ડેબ્યૂ મેચમાં ગુરનૂર બરાર અને હર્ષ દુબેએ 3-3 વિકેટ લઈને પ્રભાવિત કર્યા હતા. કેપ્ટન શુભમન ગિલ (84*) અને કેએલ રાહુલ (39*) પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખવા ઇચ્છશે.

છેલ્લી મેચમાં ગુરબાઝે સદી ફટકારી હતી
ગયા વર્ષે જાન્યુઆરી પછી અફઘાનિસ્તાન માટે ઇબ્રાહિમ ઝદરાન ટૉપ સ્કોરર છે. તેણે 7 મેચમાં 430 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 2 ફિફ્ટી સામેલ છે. જોકે ઝદરાન પહેલી વન-ડેમાં 1 રન જ બનાવી શક્યો હતો.
બોલિંગમાં અઝમુલ્લાહ ઓમરઝઈએ 7 મેચમાં 14 વિકેટ ખેરવી છે. ઓમરઝઈને પ્રથમ મેચમાં એક પણ વિકેટ મળી ન હતી. જ્યારે, ટીમના ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝે (102) સદી ફટકારી હતી.

લખનઉના હવામાન અને પીચની સ્થિતિ
ધર્મશાલામાં રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં વરસાદે ખલેલ પહોંચાડી હતી, જેના કારણે મેચ ઘટાડીને 25-25 ઓવરની કરવી પડી હતી. જોકે, લખનઉમાં બુધવારે વરસાદની કોઈ શક્યતા નથી. આજે અહીં બપોરના સમયે તાપમાન અંદાજે 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આશા છે, જે રાત્રે ઘટીને 33 ડિગ્રી સેલ્સિયસ સુધી આવી શકે છે. એકાના સ્ટેડિયમની આ પીચ મિક્સ્ડ-સોઈલની હશે, જ્યાં ટૉસનો કોઈ ખાસ ફાયદો મળવાનો નથી.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ/હર્ષ દુબે, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ગુરનૂર બરાર.
અફઘાનિસ્તાન (AFG): ઇબ્રાહિમ ઝદરાન, રહેમાનુલ્લાહ ગુરબાઝ, સેદિકુલ્લાહ અટલ, રહમત શાહ, હશ્મતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લાહ ઓમરઝઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મોહમ્મદ સલીમ, અલ્લાહ ગઝનફર અને ઝિયા-ઉર-રહેમાન.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


