Shubman Gill; IND vs SL 1st TEST DAY-1 LIVE Score Updates Galle Weather

Last Updated: August 14, 2026By

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Shubman Gill; IND Vs SL 1st TEST DAY 1 LIVE Score Updates Galle Weather | Yashasvi Jaiswal Ravindra Jadeja

સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા

  • કૉપી લિંક

ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ આજથી ગૉલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. જોકે મેચના પ્રથમ દિવસે અહીં 90% વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

હવામાન વેબસાઇટ એક્યુવેધર અનુસાર મેચના પાંચેય દિવસ વરસાદ પડી શકે છે. શનિવારે ગૉલમાં સવારથી જ વરસાદ શરૂ થઈ જશે. મેચ સવારે 10 વાગ્યાથી શરૂ થશે.

ગૉલમાં સ્પિનર્સે 1032 વિકેટ ઝડપી

ગૉલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 50મી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. અત્યાર સુધી રમાયેલી 49 મેચમાં આ મેદાનની પીચ સ્પિનર્સને મદદરૂપ રહી છે.

26 મેચ પહેલા બેટિંગ કરનારી ટીમે જીતી છે, જ્યારે 16 મેચ પહેલા બોલિંગ કરનારી ટીમે જીતી છે. શ્રીલંકન કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ જણાવ્યું કે આ મેચની પીચમાં ભેજ રહી ગયો છે અને સ્પિન ઓછો થશે.

2 ભારતીયો પાસે ગૉલમાં રમવાનો અનુભવ

કેપ્ટન શુભમન ગિલ સહિત 12 ખેલાડીઓ પાસે શ્રીલંકામાં રમવાનો અનુભવ નથી. માત્ર કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજા પાસે જ ગૉલ સ્ટેડિયમમાં ટેસ્ટ રમવાનો અનુભવ છે. કુલદીપે એકમાત્ર ટેસ્ટ પલ્લેકેલેમાં રમી છે.

ભારતીય બેટર્સ 2021 પછીથી સ્પિનર્સ સામે સંઘર્ષ કરી રહ્યા છે. મોટા ભાગના બેટર્સ નવા છે. એવામાં ભારતીય બેટર્સ સામે સૌથી મોટો પડકાર સ્પિન ટ્રેક પર બેટિંગ કરવાનો રહેશે.

જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદર, સાઈ સુદર્શન અને હર્ષિત રાણા જેવા નિયમિત ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે. સારાંશ જૈન અને ગુરનૂર બ્રાર જેવા નવા ખેલાડીઓને તક મળી છે.

ઈન્ડિયાએ શ્રીલંકા સામે 48% મેચ જીતી

ભારતીય ટીમે શ્રીલંકા સામે 46 મેચ રમી છે. જેમાંથી 22માં જીત મળી છે, જે 48% છે. 7માં હારનો સામનો કરવો પડ્યો છે. 17 મેચ ડ્રો રહી છે.

શ્રીલંકન પીચ પર ભારતનો જીતનો રેકોર્ડ 38% છે. ટીમે શ્રીલંકામાં 24 મેચ રમી છે. તેને 9માં જીત અને 7માં હાર મળી છે. 8 મેચ ડ્રો રહી છે.

બંને કેપ્ટનોની વાત

ગિલે કહ્યું- 600મી ટેસ્ટમાં કેપ્ટનશીપ કરવી સન્માનની વાત

કેપ્ટન શુભમન ગિલે કહ્યું- ‘600મી ટેસ્ટમાં ટીમની કેપ્ટનશીપ કરવી સન્માનની વાત છે. WTCમાં કમબેક કરવા માટે ભારતને લગભગ 6-7 ટેસ્ટ જીતવાની જરૂર છે.’

ગિલે કહ્યું- ‘ખેલાડીઓ માટે અલગ-અલગ પરિસ્થિતિઓમાં તરત જ અનુકૂળ થવું સરળ નથી હોતું. ટેસ્ટ સિરીઝ પહેલા એક અઠવાડિયાથી 10 દિવસની તૈયારી મળવી ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.’

ડી સિલ્વાએ કહ્યું- ગૉલમાં અનુભવ કામ આવશે

શ્રીલંકાના કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ કહ્યું, ‘જ્યારે તમે શ્રીલંકામાં ટેસ્ટ ક્રિકેટ વિશે વિચારો છો, તો સૌથી પહેલા ગૉલ મેદાનનું નામ આવે છે.’

તેમણે કહ્યું, ‘હું ભાગ્યશાળી છું કે મેં અહીં મોટા થતાં ઘણું ક્રિકેટ રમ્યું છે. અહીં 50મી ટેસ્ટમાં શ્રીલંકાની કેપ્ટનશીપ કરવી મારા માટે ખૂબ જ ખુશીની વાત છે. મેં અહીં ઘણી સ્કૂલ ક્રિકેટ પણ રમી છે. આ અનુભવથી આ સિરીઝમાં મને ફાયદો મળશે.’

ટ્રોફી સાથે બન્ને ટીમના કેપ્ટન.

ટ્રોફી સાથે બન્ને ટીમના કેપ્ટન.

બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11

ભારત (IND): યશસ્વી જેસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા, સારાંશ જૈન/માનવ સુથાર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને મોહમ્મદ સિરાજ.

શ્રીલંકા (SL): લાહિરુ ઇગલાગામગે, નિશાન ફર્નાન્ડો, દિનેશ ચાંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજય ડી સિલ્વા (કેપ્ટન), નિરોશન ડિકવેલા (વિકેટકીપર), સોનલ દીનુષા, પ્રભાત જયસૂર્યા, રમેશ મેન્ડિસ, અસિથા ફર્નાન્ડો અને લાહિરુ કુમારા.

મેચ ક્યાં જોઈ શકાશે?

મેચનું સીધું પ્રસારણ સોની સ્પોર્ટ્સ પર થશે. તેને સોની LIV પર પણ જોઈ શકાશે. આ સિવાય, દિવ્ય ભાસ્કર એપ પર મેચનું કવરેજ રહેશે, જેને તમે ફોલો કરી શકો છો.