Shubman Gill; IPL 2026 GT vs PBKS LIVE Score Updates Sai Sudharsan Rashid Khan

Last Updated: May 2, 2026By

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Shubman Gill; IPL 2026 GT Vs PBKS LIVE Score Updates Sai Sudharsan Rashid Khan | Shreyas Iyer Yuzvendra Chahal

સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા

  • કૉપી લિંક

IPL 2026માં રવિવારે બીજી મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. પંજાબ કિંગ્સને ગત મેચમાં રાજસ્થાન સામે હાર મળી હતી, જ્યારે ગુજરાતને સતત બે જીત મળી છે.

પંજાબે આ સીઝનમાં અત્યાર સુધી 8 મેચ રમી છે, જેમાંથી 6માં તેમને જીત મળી છે. ટીમ 13 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર છે.

બીજી તરફ, ગુજરાતે 9 મેચમાં 5 જીત નોંધાવી છે. ટીમ 10 પોઇન્ટ્સ સાથે પાંચમા સ્થાને છે. ગુજરાતને પ્લેઑફની દાવેદારી મજબૂત કરવા માટે આ મેચમાં જીત અત્યંત જરૂરી છે.

પંજાબ અને ગુજરાત વચ્ચે કાંટાની ટક્કર

IPLમાં બંને ટીમ વચ્ચે રસાકસીનો જંગ રહ્યો છે. IPL ઈતિહાસમાં બંને ટીમ વચ્ચે કુલ 7 મેચ રમાઈ છે. પંજાબ કિંગ્સે 4 મેચ જીતી છે, જ્યારે ગુજરાત ટાઇટન્સને 3માં જીત મળી છે. ગત 5 મેચની વાત કરીએ તો પંજાબનું પલડું 3-2થી ભારે રહ્યું છે. આ સીઝનમાં 31 માર્ચે જ્યારે બંને ટીમ સામસામે હતી, ત્યારે પંજાબે રોમાંચક મુકાબલામાં ગુજરાતને 3 વિકેટથી હરાવ્યું હતું.

કેપ્ટન શુભમન ગિલે 350+ રન બનાવ્યા

ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ 8 મેચમાં 373 રન બનાવીને ટીમનો ટૉપ સ્કોરર છે. આ સીઝનમાં તેણે 3 ફિફ્ટી ફટકારી છે. તેણે 155.41ના શાનદાર સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. બોલિંગમાં કાગીસો રબાડા સૌથી સફળ રહ્યો છે, જેણે 9 મેચમાં 14 વિકેટ ઝડપી છે. તેનો શ્રેષ્ઠ સ્પેલ 3/25 રહ્યો છે. જોકે, તેણે 9.65ની ઈકોનોમીથી રન આપ્યા છે.

પ્રભસિમરન સિંહે પંજાબ માટે સૌથી વધુ રન બનાવ્યા

પંજાબ કિંગ્સ માટે પ્રભસિમરન સિંહે પ્રિયાંશ આર્ય સાથે મળીને ઝડપી શરૂઆત અપાવી છે. પ્રભસિમરને 8 મેચમાં 179.27ના તોફાની સ્ટ્રાઈક રેટથી 346 રન બનાવ્યા છે, જેમાં 4 ફિફ્ટી સામેલ છે. જ્યારે અર્શદીપ સિંહ પંજાબ માટે આ સીઝનમાં ટૉપ વિકેટ ટેકર રહ્યો છે. તેણે 8 મેચમાં 8 વિકેટ ઝડપી છે, જેમાં 3/22 તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. જોકે, તેણે 10.96ની ઈકોનોમીથી રન ખર્ચ્યા છે.

અમદાવાદની પીચ પર રનનો વરસાદ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટર્સને અનુકૂળ માનવામાં આવે છે. નવા બોલથી ફાસ્ટ બોલરોને મદદ મળે છે. અહીં ટાર્ગેટને ચેઝ કરવો સરળ રહે છે, તેથી ટૉસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.

વરસાદની શક્યતા નથી

મેચના દિવસે 3 મેના રોજ અમદાવાદનું તાપમાન 32 થી 40 ડિગ્રીની વચ્ચે રહેશે. સાંજના સમયે ઝાકળ મેચમાં મહત્વની ભૂમિકા ભજવશે. બીજી ઇનિંગમાં બોલિંગ કરનારી ટીમ મુશ્કેલીમાં મુકાઈ શકે છે, તેથી પ્રથમ બેટિંગ આવવા પર ટીમો વધુ રન બનાવવા પર ભાર મૂકશે.

બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12

ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, જેસન હોલ્ડર, અરશદ ખાન, રાશિદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, માનવ સુથાર.

પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કૂપર કોનોલી, નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાખ, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ.

Leave A Comment