Shubman Gills Wimbledon Visit; Branded Outfit & Kiss Shoes Photos

Last Updated: July 12, 2026By

4 કલાક પેહલા

  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયાનો નવો ટેસ્ટ અને વન-ડે કેપ્ટન શુભમન ગિલ ક્રિકેટના મેદાન પર તો ચોગ્ગા-છગ્ગા ફટકારે જ છે, પણ પિચની બહાર તેની ફેશન સેન્સ પણ કોઈ બોલિવૂડ સુપરસ્ટારથી ઓછી નથી. હાલમાં જ ગિલ લંડનના ઐતિહાસિક વિમ્બલ્ડન 2026 ટેનિસ ચેમ્પિયનશિપની મેચ જોવા સેન્ટર કોર્ટના ‘રોયલ બોક્સ’માં પહોંચ્યો હતો.

સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજો બાદ આ રોયલ બોક્સમાં આમંત્રિત થનારો શુભમન ચોથો ભારતીય કેપ્ટન બન્યો છે. જોકે, ત્યાં ટેનિસના ભગવાન ગણાતા રોજર ફેડરર સાથેની તેની મુલાકાત કરતાં પણ વધુ ચર્ચા ગિલના ‘કરોડો’માં એક જેવા લુક ને આઉટફિટની થઈ રહી છે! શુભમન ગિલે માથાથી લઈને પગ સુધી જે બ્રાન્ડેડ વસ્તુઓ પહેરી હતી, તેનો હિસાબ અને તેની કિંમત જાણીને ચોક્કસથી ચોંકી જશો.

શુભમન ગિલનો સ્ટાઇલિશ અંદાજ

શુભમન ગિલનો સ્ટાઇલિશ અંદાજ

ગિલનો લકઝરી લુક ચર્ચામાં

વિમ્બલ્ડનના કડક ડ્રેસ કોડને ફોલો કરવા માટે શુભમન એકદમ ક્લાસિક સૂટ-બૂટ લુકમાં સજ્જ થઈને પહોંચ્યો હતો. જો શુભમનના શર્ટ, ટ્રાઉઝર, બ્લેઝર, ગોગલ્સ, શૂઝ અને ઘડિયાળની કુલ કિંમત ગણવામાં આવે તો તે રૂ. 96 લાખથી વધુ થાય છે!

બ્લેઝર, શર્ટ અને ટ્રાઉઝર (રાલ્ફ લોરેન – Ralph Lauren): શુભમને લક્ઝરી બ્રાન્ડ રાલ્ફ લોરેનનો અત્યંત સ્ટાઇલિશ બ્લેઝર પહેર્યું હતું, જેની કિંમત આશરે રૂ. 3.4 લાખ છે. આ સાથે તેણે રૂ. 17,000નો શર્ટ અને રૂ. 77,000નું મેચિંગ ટ્રાઉઝર પહેર્યું હતું.

સનગ્લાસીસ (કાર્ટિયર – Cartier): પોતાના લુકને પાવરફુલ ટચ આપવા માટે શુભમને જે કાર્ટિયર બ્રાન્ડના ગોગલ્સ પહેર્યા હતા, તેની કિંમત જ રૂ. 1.03 લાખ છે.

રોલેક્સ ઘડિયાળ (Rolex Cosmograph Daytona): ગિલના આ લુકની સૌથી મોંઘી અને આકર્ષક વસ્તુ તેની કાંડા ઘડિયાળ હતી. તેણે રોલેક્સ કોસ્મોગ્રાફ ડેટોના લક્ઝરી ઘડિયાળ પહેરી હતી, જેની કિંમત અંદાજે રૂ. 90 લાખ છે.

ક્રિશ્ચિયન લૂબુટિનના લોફર (Christian Louboutin): પ્રીમિયમ બ્લેક કલરના લોફર શૂઝ પહેર્યા હતા, જેની કિંમત આશરે રૂ. 85,000 છે. શુભમનના જૂતાની ક્લોઝ-અપ તસવીરો વાઇરલ થઈ છે. આ શૂઝ પર લાલ રંગની લિપસ્ટિક જેવું ‘કિસ’નું નિશાન બનેલું દેખાય છે. આ રોમેન્ટિક ડિઝાઇન જોયા પછી ફેન્સ ક્રેઝી થઈ ગયા છે.

ટાઈ (Ralph Lauren): શુભમને રૂ. 13 હજારની ટાઈ પહેરીને ફેશનની બાબતમાં સોનામાં સુગંધ ભેળવી હતી.

સચિન-અંજલિ સાથે ગિલ દેખાતા ફેન્સે લીધી મજા

વિમ્બલ્ડનના સેન્ટર કોર્ટ પર મેન્સ સિંગલ્સની સેમિફાઇનલ મેચ જોવા માટે શુભમન ગિલ અત્યંત સ્ટાઇલિશ લુકમાં પહોંચ્યો હતો. તેણે લાઇટ બ્રાઉન બ્લેઝર, બ્લુ શર્ટ, ટાઇ અને બ્લેક ગોગલ્સ પહેર્યા હતા. જ્યારે સચિન તેંડુલકર નેવી બ્લુ સૂટમાં અને અંજલિ તેંડુલકર ઓલિવ ગ્રીન ડ્રેસમાં સજ્જ હતા.

સચિન-અંજલિ સાથે ગિલ

સચિન-અંજલિ સાથે ગિલ

આ ત્રણેય દિગ્ગજો જ્યારે રોયલ બોક્સમાં સાથે બેસીને ટેનિસની મજા માણી. શુભમન અને સચિનની દીકરી સારા તેંડુલકરના અફેરની ચર્ચાઓ અવારનવાર સોશિયલ મીડિયા પર થતી રહે છે. તેવામાં સચિન અને અંજલિ સાથે શુભમનની આ તસવીર સામે આવતા જ ફેન્સે સોશિયલ મીડિયાના કમેન્ટ સેક્શનમાં મજા લેવાનું શરૂ કરી દીધું હતું. ઘણા યુઝર્સે લખ્યું- “રિશ્તા પક્કા સમજે?” તો વળી કેટલાકે કોમેન્ટ કરી, “સસુર-દામાદ કી જોડી.” જોકે, સારા અને શુભમને ક્યારેય પોતાના સંબંધો વિશે જાહેરમાં ખુલીને વાત કરી નથી.

જુઓ લોકોના ફની રિએક્શન:-

દિગ્ગજોની એલિટ ક્લબમાં સામેલ થયો શુભમન ગિલ

વિમ્બલ્ડનના રોયલ બોક્સમાં આમંત્રિત થવું એ દુનિયાના વિશિષ્ટ મહેમાનો, રાજનેતાઓ અને રમત જગતના મહાનુભાવો માટે બહુ મોટું સન્માન માનવામાં આવે છે. આ રોયલ ઇન્વિટેશન મેળવવાની સાથે જ શુભમન ગિલ ભારતના એવા ઓછા ક્રિકેટ કેપ્ટનોની યાદીમાં સામેલ થઈ ગયો છે. ગિલ વિમ્બલ્ડનના રોયલ બોક્સમાં આમંત્રિત થનારો ભારતનો ચોથો ક્રિકેટ કેપ્ટન બન્યો છે. આ અગાઉ માત્ર સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્માને જ આ રોયલ બોક્સનું આમંત્રણ મળ્યું છે. આ લિસ્ટમાં જોડાતાની સાથે જ ગિલે 26 વર્ષની નાની ઉંમરે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

રોજર ફેડરર સાથે કરી મુલાકાત

વિમ્બલ્ડન દરમિયાન શુભમન ગિલની મુલાકાત ટેનિસના મહાન ખેલાડી રોજર ફેડરર સાથે પણ થઈ હતી. ફેડરર સાથે વાતચીત કરતો ગિલનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ સિવાય રોયલ બોક્સમાં વેસ્ટ ઈન્ડિઝના લિજેન્ડ બ્રાયન લારા અને લિવરપૂલના કેપ્ટન વર્જિલ વાન ડાઈક પણ હાજર હતા.

રોજર ફેડરર સાથે શુભમન ગિલ

રોજર ફેડરર સાથે શુભમન ગિલ

14 જુલાઈથી ટીમની કમાન સંભાળશે

લંડનમાં રજાઓ ગાળી રહેલો આ સ્ટાર ક્રિકેટર અને કેપ્ટન હવે ટૂંક સમયમાં જ શૂટ-બૂટ ઉતારીને ફરી બ્લુ જર્સીમાં સજ્જ થશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 14 જુલાઈથી શરૂ થઈ રહેલી 3 મેચોની વન-ડે સિરીઝમાં શુભમન ગિલ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળતો જોવા મળશે.

Leave A Comment