Smartphones Alert: 4 Dangerous Places Where You Should Never Keep Your Phone | Gujarat News
આજના સમયમાં સ્માર્ટફોન માત્ર જરૂરિયાત જ નહીં પણ એક મોંઘુ રોકાણ પણ બની ગયું છે. છેલ્લા કેટલાક સમયથી સ્માર્ટફોનના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે લોકો હવે પ્રીમિયમ અને મોંઘા મોડેલ્સ ખરીદવા તરફ વળ્યા છે. આવી સ્થિતિમાં, ફોનની યોગ્ય જાળવણી કરવી ખૂબ જ અનિવાર્ય છે. આપણે ફોન ક્યાં રાખીએ છીએ તેની સીધી અસર તેની બેટરી, કાર્યક્ષમતા અને આપણા સ્વાસ્થ્ય પર પડે છે. જાણો એવી 4 જગ્યાઓ વિશે જ્યાં ભૂલથી પણ ફોન ન રાખવો જોઈએ.
1. ગરમીના સ્ત્રોત અને ચાર્જિંગ વખતે સાવધાની
તમારા સ્માર્ટફોનને ક્યારેય પણ ગરમી પેદા કરતા ઉપકરણો જેવા કે ગેસ સ્ટોવ, ઇન્ડક્શન કૂકર કે માઇક્રોવેવ પાસે ન રાખવો જોઈએ. સૌથી મહત્વની વાત એ છે કે, ફોન ચાર્જ થતો હોય ત્યારે તેને ક્યારેય ઓશિકા કે ધાબળા નીચે ન મૂકવો જોઈએ. ચાર્જિંગ દરમિયાન ફોન ગરમ થતો હોય છે અને કાપડ તેને ઠંડો થવા દેતું નથી, જેના કારણે બેટરી ફાટવાનું અથવા આગ લાગવાનું જોખમ વધી જાય છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

