South Actress Trisha Krishnan Slammed Zara Apparel Brand Over Body Odor Damaged Clothes PHOTOS| Third Time Bad Smell

Last Updated: July 4, 2026By

  • Gujarati News
  • Entertainment
  • South Actress Trisha Krishnan Slammed Zara Apparel Brand Over Body Odor Damaged Clothes PHOTOS| Third Time Bad Smell

6 કલાક પેહલા

  • કૉપી લિંક

સાઉથ સ્ટાર ત્રિશા કૃષ્ણન હાલમાં તમિલનાડુના મુખ્યમંત્રી અને સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજય સાથેના સંબંધને લઈને ચર્ચામાં છે. તેવામાં એક્ટ્રેસે એપેરલ બ્રાન્ડ ZARAની હોમ ડિલિવરી સર્વિસ પર નારાજગી વ્યક્ત કરી છે. તેણે દાવો કર્યો કે, સતત ત્રીજી વખત તેને એવા કપડાં મળ્યાં, જેમાંથી પરસેવાની દુર્ગંધ આવતી હતી.

ત્રિશાએ સ્ટોરી મૂકી નારાજગી વ્યક્ત કરી

ત્રિશાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને લખ્યું, ‘પ્રિય @zara @zaracare, એક નાનકડી વિનંતી છે. આગલી વખતે હોમ ડિલિવરી મોકલતા પહેલા કૃપા કરીને ખાતરી કરો કે, કપડાંમાંથી પરસેવાની દુર્ગંધ ન આવતી હોય. સતત ત્રીજી વખત આવું બન્યું છે. આ ખૂબ જ ખરાબ અનુભવ છે. પેક કરતા પહેલા ઓછામાં ઓછું કપડાંને સૂંઘીને જોઈ લો.’

ત્રિશા કૃષ્ણનની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી.

ત્રિશા કૃષ્ણનની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી.

ત્રિશા ‘કરુપ્પુ’માં જોવા મળી હતી

વર્કફ્રન્ટની વાત કરીએ તો, ત્રિશા કૃષ્ણન તાજેતરમાં ફિલ્મ ‘કરુપ્પુ’માં જોવા મળી હતી, જેમાં તેની સાથે સૂર્યા લીડ રોલમાં હતો. ફિલ્મ ‘કરુપ્પુ’ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ફિલ્મે દુનિયાભરમાં લગભગ 309 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ફિલ્મમાં આરજે બાલાજીએ વિલનની ભૂમિકા ભજવી હતી, જ્યારે ઇન્દ્રન્સ, અનાઘા માયા રવિ, નટ્ટી સુબ્રમણ્યમ, શિવાદા, સ્વાસીકા અને સુપ્રીત રેડ્ડી પણ મહત્ત્વની ભૂમિકાઓમાં જોવા મળ્યા હતા.

'કરુપ્પુ'માં ત્રિશાએ પ્રીતિ નામની વકીલની ભૂમિકા ભજવી છે.

‘કરુપ્પુ’માં ત્રિશાએ પ્રીતિ નામની વકીલની ભૂમિકા ભજવી છે.

બ્રેકઅપની ચર્ચા વચ્ચે ત્રિશાએ વિજય સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો

ઉપરાંત, અફેરના સમાચારો વચ્ચે એક્ટ્રેસ ત્રિશાએ મુખ્યમંત્રી વિજયના 52મા જન્મદિવસના એક દિવસ પછી સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેણે કેક સાથે બંનેની તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું, ‘જે વ્યક્તિના કારણે આ આખી જિંદગી જીવવા જેવી લાગે છે, તેને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ!’

ત્રિશાની પોસ્ટ.

ત્રિશાની પોસ્ટ.

ત્રિશાએ અગાઉ વિજયના જન્મદિવસે કરેલી પોસ્ટ…

ત્રિશાની 2025ની પોસ્ટ.

ત્રિશાની 2024ની પોસ્ટ.

ત્રિશાની 2023ની પોસ્ટ.

વિજયની પત્નીએ લગ્નેત્તર સંબંધનો આરોપ લગાવ્યો

નોંધનીય છે કે, સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયની પત્ની સંગીતા સોનાર્લિંગમે થોડા મહિના પહેલાં કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. તે સમયે તેણે કોઈનું નામ લીધાં વિના પતિના લગ્નેત્તર સંબંધનો આરોપ લગાવ્યો હતો. આ આરોપ લાગ્યાના તરત બાદ જ વિજય અને ત્રિશા એક લગ્ન સમારોહમાં પહોંચ્યાં હતાં. બંનેએ મેચિંગ કપડાં પહેર્યાં હતાં. બંનેને સાથે જોઈને યુઝર્સે અટકળો લગાવવાની શરૂ કરી દીધી હતી.

એક્સ્ટ્રા મેરિટલ અફેરના આરોપ લાગ્યા બાદ વિજય ત્રિશા સાથે લગ્ન સમારોહમાં પહોંચ્યા હતા.

અજીત કુમારની માતાના નિધન પર બંને સાથે પહોંચ્યા હતા આ આખો મામલો ત્યારે ફરી ચર્ચામાં આવ્યો, જ્યારે વિજય અને ત્રિશા ચેન્નઈમાં સાઉથ સ્ટાર અજીત કુમારના ઘરે સાથે પહોંચ્યાં. અજીત કુમારના માતા મોહિની મણિનું ઉંમર સંબંધિત બીમારીઓના કારણે નિધન થયું. આ દુઃખની ઘડીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને રાજકારણ સાથે જોડાયેલા ઘણા લોકો અજીતના ઘરે સંવેદના વ્યક્ત કરવા પહોંચ્યા હતા.

આ દરમિયાન વિજય ભારે સુરક્ષા વચ્ચે ત્યાં પહોંચ્યા અને અજીતને ગળે લગાવીને સાંત્વના આપી. તેની સાથે ત્રિશા પણ બ્લેક કલરના સલવાર સૂટમાં અજીતના પરિવારને મળવા પહોંચી હતી.

થલાપતિ વિજય અને ત્રિશાએ અજીતને સાંત્વના આપી.

બર્થડે અને શપથ ગ્રહણ સમારોહથી વધી અફવાઓ વિજય અને ત્રિશા વચ્ચેની નિકટતાના સમાચાર છેલ્લા કેટલાક મહિનાથી સતત ચર્ચામાં છે. મે મહિનામાં ત્રિશાના જન્મદિવસે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તિરુમાલા મંદિરના દર્શન કર્યા પછી ત્રિશા ચેન્નઈમાં વિજયના ઘરેથી નીકળતી જોવા મળી હતી.

ત્રિશા, વિજયના શપથ ગ્રહણ સમારોહમાં પણ સામેલ થઈ હતી.

આ ઉપરાંત જ્યારે વિજયે પોતાની નવી રાજકીય પાર્ટી માટે શપથ ગ્રહણ સમારોહ રાખ્યો હતો, ત્યારે પણ ત્રિશા તેની માતા ઉમા કૃષ્ણન સાથે ત્યાં હાજર હતી. આ બંને ઘટનાઓ પછી સોશિયલ મીડિયા પર તેમના સંબંધોને લઈને ચર્ચા તેજ બની ગઈ હતી.

થલાપતિ વિજયના શપથ ગ્રહણ સમારોહમાં ત્રિશાનો સુપરસ્ટારના પરિવાર સાથેનો બોન્ડ જોવા મળ્યો હતો.

ત્રિશાના જન્મદિવસે જ થલાપતિનો ‘વિજય’

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 મેના રોજ આવ્યા હતા, જે દિવસે ત્રિશા તેનો 43મો જન્મદિવસ ઉજવી રહી હતી. ત્રિશાએ સવારે તિરુપતિ બાલાજીના દર્શન કર્યાં હતાં, અને વિજયની જીતના સમાચાર મળતા જ તે વિજયના નીલાંકરાઈ સ્થિત ઘરે પણ પહોંચી હતી.

ત્રિશા મંદિર પછી વિજયના ઘરે પહોંચી હતી.

જોકે, સંબંધોની અફવાઓ પર ન તો વિજયે કે ન તો ત્રિશાએ હજુ સુધી કોઈ ઓફિશિયલ નિવેદન આપ્યું છે. બંને આ મામલે મૌન સેવી રહ્યા છે.