SpiceJet GST Registration Cancelled? ₹125 Crore Tax Notice Issued

Last Updated: May 30, 2026By

નવી દિલ્હી3 કલાક પેહલા

  • કૉપી લિંક

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ડિપાર્ટમેન્ટે બજેટ એરલાઇન સ્પાઇસજેટને લગભગ ₹125 કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ જારી કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આર્થિક સંકટનો સામનો કરી રહેલી આ એરલાઇન પર ઘણા મહિનાઓથી GST રિટર્ન ફાઇલ ન કરવાનો આરોપ છે.

આ સાથે જ વિભાગે સ્પાઇસજેટનું GST રજીસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. GST ડિપાર્ટમેન્ટે રિટર્ન ફાઇલ કરવામાં વારંવાર થતા વિલંબ અને નિયમોનું પાલન ન કરવા બદલ સ્પાઇસજેટને એક શો-કોઝ (કારણ દર્શાવો) નોટિસ મોકલી છે.

આ નોટિસમાં એરલાઇનનું GST રજીસ્ટ્રેશન રદ કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે નિર્ધારિત સમયમર્યાદામાં રિટર્ન ફાઇલ ન કર્યા પછી CGST અને SGST એક્ટ, 2017ની કલમ 62 હેઠળ એક પ્રોવિઝનલ એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું, જેના પછી આ ટેક્સ ડિમાન્ડ કાઢવામાં આવી છે.

કયા મહિનાનો કેટલો ટેક્સ બાકી?

GST ઓથોરિટીઝ અનુસાર, સ્પાઇસજેટે રિટર્ન ફાઇલ કરવામાં ‘સતત અનિયમિતતાઓ’ કરી છે અને વારંવાર મોડા રિટર્ન જમા કરાવ્યા છે.

એસેસમેન્ટ મુજબ, વિભાગે અલગ-અલગ મહિનાઓ માટે કુલ ₹124.65 કરોડનું ડિમાન્ડ નોટિસ જારી કર્યું છે, જેની વિગતો નીચે મુજબ છે…

  • નવેમ્બર: ₹44.44 કરોડ
  • ડિસેમ્બર: ₹43.79 કરોડ
  • જાન્યુઆરી: ₹12.19 કરોડ
  • ફેબ્રુઆરી: ₹12.10 કરોડ
  • માર્ચ: ₹12.12 કરોડ

25 મેના રોજ નોટિસ જારી કરાઈ હતી, કાર્યવાહીની ચેતવણી

અધિકારીઓએ જણાવ્યું કે એરલાઇનનું GST રજીસ્ટ્રેશન રદ કરવાના સંબંધમાં 25 મે, 2026ના રોજ જ શો-કોઝ નોટિસ જારી કરી દેવામાં આવી હતી. આમ છતાં કંપનીએ હજુ સુધી બાકી રહેલા કમ્પ્લાયન્સ (નિયમોનું પાલન)ની શરતોને પૂરી કરી નથી.

એક અધિકારીએ જણાવ્યું છે કે જો સ્પાઇસજેટ ટૂંક સમયમાં તેના બાકી રિટર્ન ફાઇલ નહીં કરે અને GST કાયદા હેઠળ તેની વૈધાનિક જવાબદારીઓ પૂરી નહીં કરે, તો નિયમો મુજબ આગળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

કલમ 62 શું છે?

આ હેઠળ, જો કોઈ રજિસ્ટર્ડ ટેક્સપેયર સમયસર પોતાનું રિટર્ન ફાઇલ કરતો નથી, તો અધિકારીઓ પાસે ઉપલબ્ધ ડેટાના આધારે જાતે જ ટેક્સનું એસેસમેન્ટ (આકારણી) કરી લેવાનો અને ડિમાન્ડ નોટિસ જારી કરવાનો અધિકાર હોય છે.

રજિસ્ટ્રેશન રદ થવાની અસર

જો કોઈ કંપનીનું GST રજિસ્ટ્રેશન રદ થઈ જાય છે, તો તે કાયદેસર રીતે કોમર્શિયલ એક્ટિવિટીઝ અથવા ટેક્સ કલેક્શનનું કામ સુચારુ રૂપે કરી શકતી નથી, જેનાથી બિઝનેસ સંપૂર્ણપણે પ્રભાવિત થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો…

ઇન્ડિગોને ચોથા ક્વાર્ટરમાં ₹2,536 કરોડનું નુકસાન:ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં ₹3,068 કરોડનો નફો થયો હતો; મોંઘા ઇંધણનો બોજ એરલાઇન મુસાફરો પર નાખશે

ઇન્ડિગો એરલાઇનની પેરન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશને 29 મે 2026ના રોજ પૂરા થયેલાં ચોથા ક્વાર્ટર (Q4FY26) ના પરિણામો જાહેર કર્યા છે. આ ક્વાર્ટરમાં કંપનીને ₹2,536 કરોડનો કોન્સોલિડેટેડ નેટ લોસ (ચોખ્ખું નુકસાન) થયો છે. ગયા વર્ષના આ જ ક્વાર્ટરમાં કંપનીને ₹3,068 કરોડનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ (ચોખ્ખો નફો) થયો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો

Leave A Comment