Suniel Shetty Emotional Seeing Son Ahaan in Border 2 Video
2 કલાક પેહલા
- કૉપી લિંક
સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ, અહાન શેટ્ટી અભિનીત ફિલ્મ ‘બોર્ડર-2’ આજે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મના પહેલા ભાગમાં સુનીલ શેટ્ટીએ કામ કર્યું હતું. ફિલ્મના બીજા ભાગમાં તેના દીકરા અહાન શેટ્ટી જોવા મળી રહ્યા છે.
ફિલ્મમાં દીકરા અહાનને જોઈને સુનીલ શેટ્ટી ભાવુક થઈ ગયો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ‘બોર્ડર’ અને ‘બોર્ડર-2’ના ફૂટેજ શેર કરતા લાંબી નોંધ લખી છે.
‘તને યુનિફોર્મમાં જોઈને જૂની યાદો તાજી થઈ ગઈ’
એક્ટરે લખ્યું, ‘આજે ‘બોર્ડર 2’ આજે રિલીઝ થઈ રહી છે. મારા દીકરા, આજે હું તને કહેવા માંગુ છું કે, મારા માટે ‘બોર્ડર’ એક ફિલ્મ નહોતી, જેમાં મેં કામ કર્યું. આ એક જવાબદારી બની ગઈ હતી, જે મેં શૂટિંગ પૂરું થયા પછી પણ નિભાવી. વર્ષો પછી, તને યુનિફોર્મ પહેરેલો જોવો એક રીતે જૂની યાદોને તાજી કરે છે. આ જૂની યાદોની નહીં, પરંતુ અનુશાસન, બલિદાન, મૌન અને સાહસની યાદ અપાવે છે.’

સુનીલ શેટ્ટીએ દીકરા અહાન માટે લાંબી પોસ્ટ લખી.
‘કેટલીક વાર્તા રાષ્ટ્રના મનમાં વસી જાય છે’
આ ફિલ્મ ગૌરવ કે યુદ્ધ વિશે નથી. તે આપણને યાદ અપાવે છે કે, શાંતિ શા માટે જરૂરી છે. બોર્ડર એ નથી, જ્યાં દેશ સમાપ્ત થાય છે. પરંતુ તે એવી જગ્યા છે, જ્યાં સાહસની શરૂઆત થાય છે. અને કેટલીક વાર્તાઓ સ્ક્રીન પર રહેતી નથી. તેઓ રાષ્ટ્રના મનમાં વસી જાય છે. આપણે ક્યારેય ન ભૂલીએ કે યુનિફોર્મના શું અર્થ છે અને તે શેનું પ્રતીક છે. જય હિંદ જય ભારત.’
ગીત લોન્ચ સમયે પણ ભાવુક થયો હતો સુનીલ શેટ્ટી
નોંધનીય છે કે, આ પહેલા પણ સુનીલ શેટ્ટી ‘બોર્ડર 2’ના ગીત ‘જાતે હુએ લમ્હોં’ ના લોન્ચ પર દીકરાને લઈને ભાવુક થઈ ચૂક્યો છે. લોન્ચ માટે આયોજિત સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અહાન શેટ્ટી પોતાના પિતા સુનીલ શેટ્ટી સાથે પહોંચ્યો હતો. ઇવેન્ટ દરમિયાન સુનીલ દીકરાના સંઘર્ષ અને ફિલ્મ પર વાત કરતા ભાવુક થઈ ગયા હતા.
નેપોટિઝમ વિશેની સામાન્ય ધારણા અંગે એક્ટરે કહ્યું હતું, ‘લોકોને લાગે છે કે સુનીલ શેટ્ટીનો દીકરો છે, તો તેને સરળતાથી કામ મળી ગયું હશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે અહાનને જીવનમાં ઘણું સહન કરવું પડ્યું છે, પરંતુ હું ખૂબ ખુશ છું કે તેને બોર્ડર જેવી ફિલ્મ મળી. આનાથી સારી ફિલ્મ ન મળી શકે. હું એ જ પ્રાર્થના કરીશ કે તે પોતાના રોલ સાથે ન્યાય કરે અને ફિલ્મ સારું પ્રદર્શન કરે.’

સુનીલ શેટ્ટી ભાવુક થઈ ગયો હતો.
આ ઉપરાંત, ફિલ્મ ‘બોર્ડર 2’ વિશે વાત કરતા સુનીલે કહ્યું હતું, ‘આટલી મોટી ફિલ્મ મળવી એ પોતે જ એક મોટી જવાબદારી હોય છે. જ્યારે અહાન આ ફિલ્મ કરી રહ્યો હતો, ત્યારે મેં તેને સ્પષ્ટ કહ્યું હતું કે, આ ફક્ત એક યુનિફોર્મ પહેરવાની વાત નથી, તેને હંમેશા યાદ રાખજે.’
‘આજે જો દેશ પ્રગતિ માટે ઓળખાય છે, તો તેની હિંમત માટે પણ ઓળખાય છે. આ હિંમત આપણને આપણા સૈનિકો અને અધિકારીઓ આપે છે, જેમનો આપણા બધા પર ખૂબ મોટું ઋણ છે. મેં બસ એટલું જ કહ્યું હતું કે જે કંઈ પણ કરો, દિલથી કરો.’
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

