Sunny Deol Action Vs Emraan Hashmi Nostalgia; Awarapan 2 Bantwara 1947 Box Office Collection

Last Updated: August 15, 2026By

12 કલાક પેહલા

  • કૉપી લિંક

ઇમરાન હાશ્મીની ‘આવારાપન 2’ અને સની દેઓલની ‘બંટવારા 1947’ 14 ઓગસ્ટે એક જ દિવસે રિલીઝ થઈ. આ બોક્સ ઓફિસ ક્લેશમાં ઇમરાન હાશ્મીની ફિલ્મે સની દેઓલની ‘બંટવારા 1947’ને પછાડીને વધુ કમાણી કરી છે. ‘આવારાપ 2’એ 27.20 કરોડનું વર્લ્ડવાઇડ કલેક્શન કર્યું છે, જ્યારે ‘બંટવારા 1947’ તેની અડધી કમાણી પણ કરી શકી નથી.

ઇમરાન હાશ્મીના કરિયરની હાઇએસ્ટ ઓપનિંગવાળી ફિલ્મ બની

ઇન્ડસ્ટ્રી ટ્રેકર વેબસાઇટ Sacnilk અનુસાર, ‘આવારાપન 2’એ રિલીઝના પહેલા દિવસે 21 કરોડ રૂપિયાથી વધુનું નેટ કલેક્શન કર્યું. આ ઇમરાન હાશ્મીના કરિયરની સૌથી મોટી ઓપનિંગવાળી ફિલ્મ બની ગઈ છે.

‘આવારાપન 2’ એ પહેલો દિવસ પૂરો થાય, તે પહેલા જ 2007માં રિલીઝ થયેલી પહેલી ફિલ્મ ‘આવારાપન’ની આખી લાઇફટાઇમ કમાણીને પાર કરી લીધી. આ ફિલ્મ 2026માં બોલિવૂડની સૌથી મોટી ઓપનિંગવાળી ફિલ્મોમાં સામેલ થવા તરફ આગળ વધી રહી છે.

‘આવારાપન 2’નું ગ્રોસ કલેક્શન 25.20 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. વિદેશોમાં ફિલ્મે 2 કરોડ રૂપિયા કમાયા છે. આ રીતે તેની કુલ વર્લ્ડવાઇડ ગ્રોસ કમાણી 27.20 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

2007માં રિલીઝ થયેલી પહેલી ‘આવારાપન’ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. તેણે પોતાની આખી લાઇફટાઇમ કમાણીમાં ફક્ત 7.76 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. ‘આવારાપન 2’ એ આ આંકડા સુધી પહોંચવામાં ફક્ત 8 કલાક લીધા.

ઇમરાનની બે ફિલ્મોની ઓપનિંગનો રેકોર્ડ તૂટ્યો

‘આવારાપન 2’ની ટિકિટ શુક્રવારે બુક માય શો પર દર કલાકે 20 હજારથી વધુ વેચાઈ. ફિલ્મના વર્તમાન વેગના આધારે તે ટૂંક સમયમાં 50 કરોડ રૂપિયાનો આંકડો પાર કરશે તેવી વાત કહેવામાં આવી રહી છે. વીકએન્ડમાં ફિલ્મની કમાણીમાં ઉછાળો જોવા મળી શકે છે.

અત્યાર સુધી ઇમરાન હાશ્મીની માત્ર બે ફિલ્મોએ ડબલ ડિજિટ ઓપનિંગ કરી હતી. 2012માં ‘રાઝ 2’એ પહેલા દિવસે 10.35 કરોડ રૂપિયા કમાયા હતા. 2017માં ‘બાદશાહો’એ રિલીઝના દિવસે 12.60 કરોડ રૂપિયા કમાઈને આ રેકોર્ડ તોડ્યો હતો. ‘આવારાપન 2’ તેની ઓપનિંગ સ્પીડ સાથે આ બંને ફિલ્મોથી આગળ નીકળી ગઈ છે.

‘આવારાપન 2’માં ઇમરાનનો જૂનો કિરદાર

નિતિન કક્કડના ડિરેક્શન અને વિશેષ ભટ્ટના પ્રોડક્શનમાં બનેલી ‘આવારાપન 2’માં ઇમરાન હાશ્મી ‘શિવમ પંડિત’ના પોતાના જાણીતા પાત્રમાં પાછા ફર્યા છે. ફિલ્મમાં શબાના આઝમી, દિશા પાટણી અને સુવિંદર વિકી પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મને મિશ્રથી લઈને સારા રિવ્યુ મળ્યા છે. ઇમરાન હાશ્મીની એક્ટિંગ અને ફિલ્મના માહોલની ખાસ કરીને પ્રશંસા થઈ છે. ‘આવારાપન 2’નો ફિલ્મ રિવ્યૂ અહિં વાંચો…

‘બંટવારા 1947’નું પહેલા દિવસનું કલેક્શન

બીજી તરફ, સની દેઓલની ‘બંટવારા 1947’એ ભારતમાં ઓપનિંગ ડે પર અત્યાર સુધીમાં 5.75 કરોડ રૂપિયા નેટ કમાયા છે. ટ્રેડ ટ્રેકર Sacnilk અનુસાર, ભારતમાં તેનું ગ્રોસ કલેક્શન 6.84 કરોડ રૂપિયા છે.

વિદેશોમાં ફિલ્મે 1.50 કરોડ રૂપિયા કમાયા છે. આનાથી તેની કુલ વર્લ્ડવાઇડ કમાણી 8.34 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ફિલ્મ દેશભરમાં 8,721 શોમાં ચાલી રહી છે.

‘બંટવારા 1947’ની પહેલા દિવસની ઓક્યુપન્સી

‘બંટવારા 1947’ ના હિન્દી 2D વર્ઝને ઓપનિંગ ડે પર કુલ 10.73% ઓક્યુપન્સી નોંધાવી. સવારના શોમાં ઓક્યુપન્સી 7.54% રહી. બપોરના શોમાં તે વધીને 12.31% થઈ ગઈ. સાંજ અને રાત્રિના શોમાં તેનાથી થોડી વધુ ઓક્યુપન્સી નોંધાઈ.

ફિલ્મની વાર્તા અને સ્ટારકાસ્ટ

રાજકુમાર સંતોષીની ‘બંટવારા 1947’ ભારતના ભાગલાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ફિલ્મમાં સની દેઓલે સિકંદર મિર્ઝાનો રોલ ભજવ્યો છે. ફિલ્મમાં પ્રીટિ ઝિન્ટા, શબાના આઝમી, કરણ દેઓલ, અલી ફઝલ, અભિમન્યુ સિંહ, મિથુન ચક્રવર્તી, રૂખસાર રહેમાન અને દિયા મિર્ઝા પણ છે.

આમિર ખાન પ્રોડક્શન્સ હેઠળ આમિર ખાન અને અપર્ણા પુરોહિતે ફિલ્મનું નિર્માણ કર્યું છે. ફિલ્મનું સંગીત એ.આર. રહેમાને આપ્યું છે અને ગીતોના બોલ જાવેદ અખ્તરે લખ્યા છે. ‘બંટવારા 1947’નો ફિલ્મ રિવ્યૂ અહિં વાંચો…