Sunrisers Eastern Cape Reach SA20 Final; Face Pretoria Capitals

Last Updated: January 24, 2026By

4 કલાક પેહલા

  • કૉપી લિંક

સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ (SEC)એ સાઉથ આફ્રિકા T20 લીગ (SA20)ની ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. શુક્રવારે રમાયેલી ક્વોલિફાયર-2ની મેચમાં સનરાઇઝર્સે પાર્લ રોયલ્સ (PR)ને 7 વિકેટે હરાવ્યું. સનરાઇઝર્સની ટીમ 2023માં લીગની શરૂઆતથી અત્યાર સુધી સતત ચાર સીઝનમાં ચોથી વખત ફાઈનલમાં પહોંચી છે. હવે રવિવારે કેપ ટાઉનમાં રમાનારી ફાઈનલ મેચમાં સનરાઇઝર્સનો મુકાબલો પ્રિટોરિયા કેપિટલ્સ સામે થશે. ક્વોલિફાયર-1 માં પ્રિટોરિયાએ જ સનરાઇઝર્સને હરાવ્યું હતું.

પાર્લ રોયલ્સ 114 રન જ બનાવી શકી પાર્લ રોયલ્સની ટીમ વાન્ડરર્સની સૂકી પીચ પર 114 રન જ બનાવી શકી. સનરાઇઝર્સના સ્પિનરોએ પાર્લ રોયલ્સના બેટર્સને ટકવાનો મોકો આપ્યો નહીં. પિચ પર ઘણો ટર્ન અને અસમાન ઉછાળ હતો, જેનો ફાયદો ઉઠાવતા લેફ્ટ આર્મ સ્પિનર સેનુરન મુથુસામીએ 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 3 વિકેટ ઝડપી. જ્યારે, જેમ્સ કોલ્સે પણ કસીને બોલિંગ કરતા 15 રન આપીને 1 વિકેટ લીધી, જેમાં એક મેડન ઓવર પણ સામેલ હતી. પાર્લ રોયલ્સના કેપ્ટન ડેવિડ મિલર ઈજાના કારણે આ મેચમાં રમી શક્યો નહોતો.

કાઈલ વેરેન અણનમ 52 રન બનાવ્યા કાઈલ વેરેને એકલા હાથે પાર્લ રોયલ્સનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો. પાર્લ રોયલ્સે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેમની શરૂઆત અત્યંત ખરાબ રહી. ટીમે પાવરપ્લેમાં જ પોતાની ટૉપ ઓર્ડરની વિકેટો ગુમાવી દીધી. વિકેટકીપર-બેટર કાઈલ વેરેને એક છેડો સંભાળી રાખ્યો અને 46 બોલમાં અણનમ 52 રનની ઇનિંગ રમી. વેરેને પોતાની ઇનિંગમાં સ્પિનરો સામે સંભાળીને રમ્યો અને ઝડપી બોલરો પર રન બનાવ્યા. તેની આ જ મહેનતને કારણે ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 114 રન સુધી પહોંચી શકી.

સેનુરન મુથુસામીએ ધીમી અને સૂકી વોન્ડરર્સ પીચ પર શાનદાર પ્રદર્શન કર્યું.

સેનુરન મુથુસામીએ ધીમી અને સૂકી વોન્ડરર્સ પીચ પર શાનદાર પ્રદર્શન કર્યું.

ક્વિન્ટન ડી કોકની તોફાની શરૂઆત: 12 બોલમાં 25 રન બનાવ્યા નાના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી સનરાઇઝર્સની ટીમે પહેલી જ ઓવરથી આક્રમક વલણ અપનાવ્યું. ક્વિન્ટન ડી કોકે પહેલી જ ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા અને આગલી ઓવરમાં બે છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને ટીમને ઝડપી શરૂઆત અપાવી. જોકે, તે 25 રન બનાવીને આઉટ થઈ ગયો, પરંતુ ત્યાં સુધીમાં સનરાઇઝર્સે મેચ પર પોતાની પકડ બનાવી લીધી હતી. પાવરપ્લે પૂરો થવા સુધીમાં ટીમે 3 વિકેટ ગુમાવીને 56 રન બનાવી લીધા હતા.

જેમ્સ કોલ્સનો ઓલરાઉન્ડ દેખાવ બોલિંગમાં કરકસરયુક્ત રહેલા જેમ્સ કોલ્સે બેટિંગમાં પણ પોતાનો દમ બતાવ્યો. તેમણે માત્ર 19 બોલમાં 45 રનની અણનમ ઇનિંગ રમીને મેચને એકતરફી બનાવી દીધી. કોલ્સે પાર્ટ-ટાઇમ બોલરો સામે જોરદાર રન બનાવ્યા અને 12મી ઓવરમાં જ છગ્ગો મારીને પોતાની ટીમને જીત અપાવી દીધી. સનરાઇઝર્સે આ લક્ષ્ય 50 બોલ બાકી રહેતા જ હાંસલ કરી લીધું.

બીજી ઇનિંગ્સમાં ટર્ન ઓછો થયો મેચ દરમિયાન એક રસપ્રદ વાત એ રહી કે પીચનો સ્વભાવ બીજી ઇનિંગ્સમાં બદલાઈ ગયો. પ્રથમ ઇનિંગ્સમાં સનરાઇઝર્સના સ્પિનરોને સરેરાશ 5.1 ડિગ્રીનો ટર્ન મળી રહ્યો હતો, જે ઘણો વધારે હતો. પરંતુ બીજી ઇનિંગ્સમાં જ્યારે પાર્લ રોયલ્સના સ્પિનરો બોલિંગ કરવા આવ્યા, ત્યારે ટર્ન ઘટીને માત્ર 1.8 ડિગ્રી રહી ગયો. ઝાકળ અથવા પીચ સેટ થવાને કારણે બેટર્સને માટે રન બનાવવા સરળ બની ગયા હતા.