Supreme Court Fines Comedian Samay Raina Over Disability Controversy
નવી દિલ્હી8 કલાક પેહલા
- કૉપી લિંક
સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્ટેન્ડ-અપ કોમેડિયન અને યુટ્યુબર સમય રૈના, રણવીર અલાહાબાદિયા, વિપુલ ગોયલ, બલરાજ પરમજીત સિંહ ઘાઈ, સોનાલી ઠક્કર, નિશાંત જગદીશ તંવર પર 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
અદાલતે દિવ્યાંગો પર વિવાદાસ્પદ ટિપ્પણીના કેસમાં આ આદેશ આપ્યો છે. તેની સુનાવણી CJI સૂર્યકાંત, જોયમાલ્યા બાગચી અને વી મોહનની બેન્ચે કરી હતી. બેન્ચે કહ્યું કે અમારા આદેશ છતાં રૈનાએ પોતાના શોમાં કોઈ દિવ્યાંગને બોલાવ્યા નહોતા.
અદાલતે કહ્યું-
અમને લાગે છે કે રૈનાએ અદાલતને ગેરમાર્ગે દોરી અને અમારા આદેશોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું. અમે તેમના પર દંડ ફટકારીએ છીએ, જે 2 અઠવાડિયામાં જમા કરાવવો પડશે.
અદાલત ક્યોર એસએમએ ઇન્ડિયા ફાઉન્ડેશનની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં રૈનાના શો પર સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીની સારવારના ખર્ચ પર અસંવેદનશીલ ટિપ્પણી કરવા અને દિવ્યાંગોની મજાક ઉડાવવાનો આરોપ છે.
સંસ્થા વતી વરિષ્ઠ વકીલ અપરાજિતા સિંહે જણાવ્યું કે રૈનાએ પોતાના કોઈપણ શોમાં સામેલ થવા માટે તેમની કે અન્ય કોઈ દિવ્યાંગ વ્યક્તિનો ક્યારેય સંપર્ક કર્યો નથી.

દિવ્યાંગની ગરિમાના ઉલ્લંઘનનો આરોપ, કોર્ટના નિર્દેશ
- અરજીમાં દિવ્યાંગોના જીવન અને ગરિમાના અધિકારનું ઉલ્લંઘન કરતી ઓનલાઈન સામગ્રીના પ્રસારણ પર નિયમો બનાવવાની માગ કરવામાં આવી છે. અરજી નવેમ્બર 2025માં દાખલ કરવામાં આવી હતી.
- 2025માં કોર્ટે રૈના અને અન્ય સ્ટેન્ડઅપ કોમેડિયન્સને દિવ્યાંગોની સારવાર માટે ભંડોળ એકત્ર કરવા દર મહિને 2 શો કરવાનો નિર્દેશ આપ્યો હતો.
- એવું પણ કહ્યું હતું કે શોમાં દિવ્યાંગોને પણ સામેલ થવા માટે રાજી કરે.
અરજદાર અને રૈનાની દલીલ
રૈનાના વકીલે કહ્યું કે શો દ્વારા અમે 9 લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યું છે. દિવ્યાંગોને બોલાવવામાં આવ્યા હતા. શો પર તેમની તસવીર પણ હતી. જો દિવ્યાંગ સંસ્થાના વકીલ અપરાજિતાના ક્લાયન્ટ સુધી અમે પહોંચી શક્યા નથી તો તે દુર્ભાગ્યપૂર્ણ છે.
દિવ્યાંગ સંસ્થાના વકીલ અપરાજિતા સિંહે કહ્યું- અમને તેમની પાસેથી પૈસા નથી જોઈતા. આ અહંકાર છે અને અમે તેની સામે ઝૂકીશું નહીં. તેના પર સમયના વકીલે કહ્યું કે આ ઘમંડ નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું- આઝાદી આપી જેથી સુધરે

CJI સૂર્યકાંતે કહ્યું- એક કલાકાર તરીકે તમે સાર્વજનિક જીવનમાં છો. અહીં તમે જેટલું વધુ બીજાનું સન્માન કરો છો, તેટલું જ તમારું રોકાણ હોય છે. અમે લાંબા સમય સુધી તેમને આઝાદી આપી. અમને લાગ્યું કે આ સારા ઘરના છોકરાઓ છે અને આ સુધારો લાવશે, પરંતુ કંઈ થયું નહીં. અમે દંડ લગાવીએ છીએ અને જો તે ભરવામાં નહીં આવે તો વધારીને 30 લાખ કરી દઈશું.
કોર્ટે એમ પણ કહ્યું કે જો તમે તમારી રીતભાત સુધારવા કે સમાજના સભ્યોની ભાવનાઓનું સન્માન કરવાનું જાણતા નથી, તો તમારે તેના પરિણામો ભોગવવા પડશે.
સોલિસિટર જનરલે કહ્યું- યુવાનો પાસે તેમનાથી સારા યુથ આઇકોન છે
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું- તાજેતરમાં, રૈનાએ એક નવો શો શરૂ કર્યો જેમાં તેમણે કોઈનું નામ લીધા વિના સિસ્ટમની મજાક ઉડાવી. તેમણે શરૂઆતમાં કહ્યું, ‘હું કંઈક એવું કરી રહ્યો છું જે મેં અગાઉની સિરીઝમાં કર્યું ન હતું.
તુષાર મહેતા બોલ્યા- “તેઓ લીંબુ-મરચા લટકાવે છે. તેમણે કોઈનું નામ લીધું ન હતું, પરંતુ તે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. હું આ મામલામાં પડવા માંગતો ન હતો, પરંતુ જો રૈનાએ SMA ફાઉન્ડેશન કે પીડિત લોકોનો સંપર્ક કર્યો નથી, તો તે તેમનો અહંકાર દર્શાવે છે.”
2025માં શો દરમિયાન રણવીરની કોમેન્ટથી વિવાદ શરૂ થયો
તસવીર રણવીર સમયના વિવાદાસ્પદ શોની વીડિયો ક્લિપનો સ્ક્રીન શોટ છે.
2025માં રણવીરની ટિપ્પણીથી શરૂ થયો વિવાદ
ફેબ્રુઆરી 2025માં રણવીર અલાહાબાદિયા રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં ગેસ્ટ જજ તરીકે પહોંચ્યા. તેમણે એક સ્પર્ધકને માતા-પિતાના જાતીય સંબંધો સાથે જોડાયેલો અત્યંત વાંધાજનક સવાલ પૂછ્યો. આ ક્લિપ વાયરલ થયા બાદ સમગ્ર દેશમાં ભારે વિરોધ શરૂ થયો.
આ પછી મહારાષ્ટ્ર અને આસામ સહિત ઘણા રાજ્યોમાં FIR નોંધાઈ. ફરિયાદોમાં સમય રૈના, રણવીર અલ્હાબાદિયા અને અન્ય પેનલિસ્ટના નામ સામેલ કરવામાં આવ્યા. આરોપ લગાવવામાં આવ્યા કે શોમાં અશ્લીલ અને અભદ્ર સામગ્રી પીરસવામાં આવી.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે- અભિવ્યક્તિની સ્વતંત્રતા અમર્યાદિત નથી. જાહેર મંચ પર શાલિનતા અને સામાજિક જવાબદારી પણ જરૂરી છે. કેટલાક યુવાનો પોતાને “ખૂબ ઓવરસ્માર્ટ” સમજે છે.
—————————————
આ સમાચાર પણ વાંચો:
હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર:NIAએ ચાર્જશીટમાં કહ્યું હતું- હાફિઝે જ પહેલગામ હુમલાનું કાવતરું ઘડ્યું હતું

જમ્મુની સ્પેશિયલ કોર્ટે લશ્કર-એ-તૈયબાનો આતંકી હાફિઝ સઈદ વિરુદ્ધ પહેલગામ આતંકી હુમલાના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. કોર્ટે કહ્યું કે નિષ્પક્ષ તપાસ માટે હાફિઝ સઈદને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવી પડશે. કોર્ટે 8 જુલાઈએ જારી કર્યું હતું, જોકે માહિતી મંગળવારે સામે આવી છે.
6 જુલાઈએ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પહેલગામ હુમલાને લઈને પૂરક ચાર્જશીટ રજુ કરી હતી. એજન્સીએ કહ્યું હતું કે બૈસરનઘાટીમાં થયેલા આતંકી હુમલાનું કાવતરું હાફિઝ સઈદે જ રચ્યું હતું. NIAએ હાફિઝ પર ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાનો આરોપ લગાવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


