Surat News: AAPના પૂર્વ નેતા ધાર્મિક માલવિયાએ ભાજપમાંથી દાવેદારી નોંધાવી

Last Updated: April 2, 2026By

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સુરતમાં ભાજપમાં રાજકારણમાં ભારે ગરમી પ્રસરી જવા પામી છે. આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા ધાર્મિક માલવિયાએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે. સુરત કોર્પોરેશનની ચૂંટણીની ટિકિટ માટે ભાજપમાં દાવેદારી રજૂ કરી છે. ધાર્મિક માલવિયા ભાજપના કાર્યાલય પર પહોંચતા જ રાજકારણમાં સપાટો બોલી ગયો હતો.

ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સમગ્ર રાજ્યમાં ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ છે.આ દરમિયાન રાજ્યમાં રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન સુરતમાં ભાજપના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે.આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને ઓલપાડ વિધાનસભામાં ઉમેદવારી કરનારા પાટીદાર યુવક ધાર્મિક માલવિયા કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા સુરત ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતાં.

નેતાઓ અને કાર્યકરોમાં સોંપો પડી ગયો

આ જોઈને રાજકીય નેતાઓ અને કાર્યકરોમાં સોંપો પડી ગયો હતો. જો ભાજપ ધાર્મિક માલવિયાને મેદાનમાં ઉતારે તો પાટીદાર વિસ્તારમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. ધાર્મિક માલવિયા જે વિસ્તારમાં સક્રિય છે તે પાટીદારોનો વિસ્તાર હોવાથી ખરાખરીનો જંગ જામશે. 

આ પણ વાંચોઃ Ahmedabad News: વિદેશ જવાની લાલચ ભારે પડી શકે છે, નડિયાદના યુવકને દુબઈમાં થયો કડવો અનુભવ