Surat: "શું તું સત્તામાં આવીશ તો બાપના પૈસાથી વિકાસ કરીશ?" કુમાર કાનાણીએ 'આપ' ને આડેહાથે લીધા
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના પાટીદાર વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય કુમાર કાનાણીએ એક જાહેર સભામાં વિરોધ પક્ષ, ખાસ કરીને આમ આદમી પાર્ટી (આપ) પર આકરા પ્રહારો કરતા એક વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે, જેને કારણે સુરતનું રાજકીય વાતાવરણ ઉકળ્યું છે.
સુરતનું રાજકીય વાતાવરણ ઉકળ્યું
સભાને સંબોધતા કુમાર કાનાણીએ એક કિસ્સો શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “હું જ્યારે લાઈવમાં સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યોની વાત કરતો હતો, ત્યારે એક ‘આપ’ ના કાર્યકર્તાએ ટિપ્પણી કરી હતી કે આ તો પ્રજાના ટેક્સના પૈસા છે, ભાજપના નથી.”
કાનાણીનો વળતો પ્રહાર
આ બાબતે કુમાર કાનાણીએ સભા ગજવતા આક્રમક અંદાજમાં કહ્યું કે, “અરે ભાઈ, વિકાસના કામો પ્રજાના જ પૈસાથી થાય ને! પણ હું એને પૂછવા માંગુ છું કે, જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ?” કાનાણીના આ તેખા તેવર અને સીધા સવાલને કારણે સભામાં હાજર ભાજપના કાર્યકરોમાં ભારે જોશ જોવા મળ્યો હતો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:Ahmedabad: સરખેજના વણઝર પાસે સાબરમતી નદીના પટમાંથી સળગેલો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

