Suryakumar Yadav; IND Vs NAM T20 World Cup 2026 LIVE Score Update

Last Updated: February 12, 2026By

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Suryakumar Yadav; IND Vs NAM T20 World Cup 2026 LIVE Score Update | Ishan Kishan Jasprit Bumrah Sanju Samson Abhishek Sharma

સ્પોર્ટ્સ ડેસ્ક5 કલાક પેહલા

  • કૉપી લિંક

ભારતે T20 વર્લ્ડ કપની 18મી મેચમાં નામિબિયાને 93 રનથી હરાવી દીધું છે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની આ સતત બીજી જીત છે. આ જીત સાથે જ ભારતે ગ્રુપ-Aમાં પાકિસ્તાનને પછાડીને ટૉપ પર આવ્યું છે.

ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 9 વિકેટના નુકસાન પર 209 રન બનાવ્યા હતા. ભારતે છેલ્લા 4 રન બનાવવામાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. ઈશાન કિશને 61 અને હાર્દિક પંડ્યાએ 52 રન બનાવ્યા. નામિબિયા તરફથી કેપ્ટન ગેરાર્ડ ઇરાસ્મસે 4 વિકેટ લીધી.

210 રનના ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી નામિબિયાની ટીમ 18.2 ઓવરમાં 116 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ભારત માટે વરુણ ચક્રવર્તીએ 3, અક્ષર અને હાર્દિકે 2-2 વિકેટ લીધી. નામિબિયા તરફથી લૌરેન સ્ટીનકેમ્પે સૌથી વધુ 29 રન બનાવ્યા.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત (IND): સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહ.

નામિબિયા (NAM): જેરાર્ડ ઇરાસ્મસ (કેપ્ટન), લૌરેન સ્ટીનકેમ્પ, જેન ફ્રાયલિન્ક, જેન નિકોલ લોફ્ટી-ઈટન, જેજે સ્મિટ, જેન ગ્રીન (વિકેટકીપર), રુબન ટ્રમ્પલમેન, મલાન કરુગેર, બર્નાર્ડ શોલ્ટ્ઝ, બેન શિકોંગો અને મેક્સ હિંગો.

અપડેટ્સ

05:08 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

દિલ્હીમાં નામિબિયા સામે ભારત 93 રનથી જીત્યું

05:05 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

જેન ગ્રીન હિટવિકેટ થયો, ભારત 93 રનથી જીત્યું

19મી ઓવરના બીજા બોલ પર જેન ગ્રીન હિટવિકેટ થઈ ગયો. આ સાથે જ ઈન્ડિયાએ આ મેચ 93 રનથી જીતી લીધી છે.

05:00 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

નામિબિયાની સાતમી વિકેટ પડી, બુમરાહને પહેલી સફળતા

17મી ઓવરના ચોથા બોલ પર નામિબિયાનો 7મો બેટર આઉટ થયો. જસપ્રીત બુમરાહે રુબન ટ્રમ્પલમેન (6 રન)ને બોલ્ડ કરી દીધો. આ ઓવરમાંથી માત્ર 5 રન આવ્યા.

04:51 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

શિવમ દુબેની ઓવરમાંથી 5 રન આવ્યા

16મી ઓવરમાં શિવમ દુબેએ માત્ર 5 રન આપ્યા. આ ઓવરમાં પણ એક પણ ચોગ્ગો કે છગ્ગો લાગ્યો નહોતો.

04:46 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

પંડ્યાએ 5 રનની ઓવર નાખી

15મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ માત્ર 5 રન આપ્યા. આ ઓવરમાં પંડ્યાએ એક પણ બાઉન્ડરી આપી ન હતી.

04:36 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

નામિબિયાનો સ્કોર 100 રન સુધી પહોંચ્યો

14મી ઓવરમાં નામિબિયાએ 100 રને પહોંચ્યું. જસપ્રીત બુમરાહની આ ઓવરમાંથી 4 રન આવ્યા. તેણે આ ઓવરમાં એક પણ બાઉન્ડરી આપી નહોતી.

04:30 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

અક્ષરને 2 વિકેટ, ઇરાસ્મસ-કરુગેર આઉટ

અક્ષર પટેલે નામિબિયાના બે બેટર્સને આઉટ કર્યા છે.

  • અક્ષરે 11મી ઓવરમાં કેપ્ટન ગેરાર્ડ ઇરાસ્મસ (18 રન)ને તિલક વર્માના હાથે કેચ આઉટ કરાવ્યો.
  • ત્યારબાદ 13મી ઓવરમાં મલાન કરુગેર (5 રન)ને અક્ષર પટેલે જસપ્રીત બુમરાહના હાથે કેચ આઉટ કરાવ્યો.

04:20 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

ચક્રવર્તીએ એક જ ઓવરમાં 2 વિકેટ ઝડપી, સ્મિટ-ઈટન આઉટ

વરુણ ચક્રવર્તીએ જેજે સ્મિટ (0) અને જેન નિકોલ લોફ્ટી-ઈટન (13 રન)ને એક જ ઓવરમાં પેવેલિયન ભેગા કર્યા. તેણે આ પહેલા લૌરેન સ્ટીનકેમ્પ (29 રન)ને પણ આઉટ કર્યો હતો.

04:16 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

અક્ષર પટેલની ઓવરમાં 2 છગ્ગા લાગ્યા

નવમી ઓવર અક્ષર પટેલે નાખી. તેની આ ઓવરમાં કેપ્ટન ગેરાર્ડ ઇરાસ્મસે બે છગ્ગા ફટકાર્યા. તેણે બીજા અને ચોથા બોલ પર છગ્ગો માર્યો. આ ઓવરમાંથી કુલ 14 રન આવ્યા.

04:13 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

અર્શદીપ સિંહનું રોનાલ્ડ જેવું સેલિબ્રેશન

04:12 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

ચક્રવર્તીએ ભારતને બીજી વિકેટ અપાવી, સ્ટીનકેમ્પ આઉટ

આઠમી ઓવરના બીજા બોલ પર ભારતીય ટીમને બીજી સફળતા મળી. આ વિકેટ વરુણ ચક્રવર્તીએ અપાવી. તેણે લોરેન સ્ટીનકેમ્પને બોલ્ડ કરી દીધો. સ્ટીનકેમ્પ 29 રન બનાવીને આઉટ થયો.

04:12 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

બુમરાહે ફ્રી-હિટ બોલ પર સ્ટીનકેમ્પને બોલ્ડ કર્યો

સાતમી ઓવરના ત્રીજા બોલ પર જસપ્રીત બુમરાહે લૌરેન સ્ટીનકેમ્પને યોર્કર પર બોલ્ડ કર્યો, પરંતુ તેમને વિકેટ મળી નહીં. કારણ કે, આ બોલ ફ્રી-હિટ હતો. બુમરાહનો બીજો બોલ ‘નો-બોલ’ રહ્યો હતો. જસપ્રીતની આ ઓવરમાંથી 10 રન આવ્યા.

03:59 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

અર્શદીપે 17 રનની ઓવર ફેંકી

પાવરપ્લેની છેલ્લી ઓવરમાં અર્શદીપ સિંહે 17 રન આપ્યા. આ ઓવરની સાથે જ નામિબિયાએ પોતાના 50 રન પૂરા કર્યા અને પાવરપ્લેમાં કુલ 57 રન પણ બનાવી લીધા છે.

03:56 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

5 ઓવરમાં નામિબિયા 40/1

210 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી નામિબિયાની ટીમે 5 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવીને 40 રન બનાવી લીધા છે. જેન ફ્રાયલિન્ક 22 રન બનાવીને આઉટ થયો હતો.

03:51 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

અર્શદીપે ફ્રાયલિન્કને કેચ આઉટ કરાવ્યો

ચોથી ઓવરના પાંચમાં બોલ પર અર્શદીપ સિંહે ભારતને પહેલી સફળતા અપાવી. તેણે નામિબિયાના જૈન ફ્રાયલિન્કને (22 રન) શિવમ દુબેના હાથે કેચ આઉટ કરાવ્યો. આ ઓવરમાંથી 11 રન આવ્યા અને સ્કોર 34/1 થઈ ગયો છે.

03:40 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

પંડ્યાની બોલિંગ પર 96 મીટરનો છગ્ગો

જાન ફ્રાયલિંકે હાર્દિક પંડ્યાની બોલિંગ પર 96 મીટરનો છગ્ગો ફટકાર્યો. તેણે મિડવિકેટ પર ગુડ લેન્થ બોલ ફટકાર્યો. ફ્રાયલિંકે ઓવરના બીજા બોલ પર પણ ચોગ્ગો ફટકાર્યો. આ ઓવરમાં 3 રન મળ્યા, જેનાથી નામિબિયાનો સ્કોર 23 પર પહોંચી ગયો.

03:34 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

પંડ્યાની ઓવરમાં 2 રન

હાર્દિક પંડ્યાએ તેની પહેલી ઓવરમાં ફક્ત 2 રન આપ્યા, બંને સિંગલ્સમાં આવ્યા.

03:32 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

ઇનિંગ્સ બ્રેક: નામિબિયાએ 210 રનનો ટાર્ગેટ

03:11 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

19મી ઓવરમાં 3 વિકેટ પડી, દુબે રનઆઉટ

19મી ઓવરમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવી. નામિબિયાના કેપ્ટન ગેરાર્ડ ઇરાસ્મસના પહેલા બોલ પર હાર્દિક પંડ્યા (52 રન), ત્યારબાદ શિવમ દુબે (23 રન) અને અક્ષર પટેલ (0) પેવેલિયન પરત ફર્યા. દુબે રનઆઉટ થયો હતો.

ઇરાસ્મસ 4 વિકેટ ઝડપી ચૂક્યો છે. તેણે તિલક વર્મા (25 રન) અને ઈશાન કિશનને (24 બોલમાં 61 રન) પણ આઉટ કર્યા હતા.

03:06 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

હાર્દિક પંડ્યા ફિફ્ટી ફટકારીને આઉટ

હાર્દિક પંડ્યા 52 રન બનાવીને આઉટ થયો. ગેરાર્ડ ઇરાસ્મસે તેને કેચ આઉટ કરાવ્યો. ઇરાસ્મસને આ ત્રીજી વિકેટ મળી છે. તેણે આ પહેલા તિલક વર્મા (25 રન) અને ઈશાન કિશનને (24 બોલમાં 61 રન) પણ આઉટ કર્યા હતા.

03:04 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

મિડલ ઓવર્સમાં ભારત

03:04 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

પંડ્યા અને દુબે વચ્ચે ફિફ્ટી પાર્ટનરશિપ

16મી ઓવરના ચોથા બોલ પર હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ પાંચમી વિકેટ માટે ફિફ્ટી પાર્ટનરશિપ પૂરી કરી લીધી છે. પંડ્યાએ બેન શિકોંગોની ઓવરના ચોથા બોલ પર છગ્ગો ફટકારીને ભાગીદારીને 50 રનને પાર પહોંચાડી દીધી છે. તેમણે ઓવરના છેલ્લા બે બોલ પર ચોગ્ગા ફટકાર્યા. આ ઓવરમાંથી કુલ 16 રન આવ્યા.

02:47 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

દુબેએ 107 મીટરની, તો પંડ્યાએ 109 મીટરની સિક્સ ફટકારી

15મી ઓવરના પહેલા બોલ પર શિવમ દુબેએ બર્નાર્ડ શોલ્ટ્ઝના બોલ પર 107 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો છે. આ જ ઓવરના ત્રીજા બોલ પર હાર્દિક પંડ્યાએ લોંગ ઓફની ઉપરથી 109 મીટરનો છગ્ગો માર્યો. આ ઓવરમાંથી કુલ 24 રન આવ્યા.

02:46 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

નામિબિયાના કેપ્ટન પર પંડ્યા પડી ગયો

12મી ઓવરના છેલ્લા બોલ પર હાર્દિક પંડ્યા નામિબિયાના કેપ્ટન ગેરાર્ડ ઇરાસ્મસ પર પડી ગયો.

12મી ઓવરના છેલ્લા બોલ પર હાર્દિક પંડ્યા નામિબિયાના કેપ્ટન ગેરાર્ડ ઇરાસ્મસ પર પડી ગયો.

02:39 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

18 બોલ પછી બાઉન્ડરી આવી, પંડ્યાએ 88 મીટરનો છગ્ગો ફટકાર્યો

13મી ઓવરના ચોથા બોલ પર હાર્દિક પંડ્યાએ 88 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો. અહીં ભારતીય ઇનિંગમાં 18 બોલ બાદ બાઉન્ડરી આવી છે. બર્નાર્ડ શોલ્ટ્ઝની આ ઓવરમાંથી 10 રન આવ્યા.

02:33 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

તિલક વર્મા આઉટ, નામિબિયાના કેપ્ટનને બીજી વિકેટ

12મી ઓવરના પાંચમાં બોલ પર ભારતે ચોથી વિકેટ ગુમાવી. અહીં તિલક વર્મા 25 રન બનાવીને આઉટ થયા. ગેરાર્ડ ઇરાસ્મસે તેને જેજે સ્મિટના હાથે કેચ કરાવ્યો. ઇરાસ્મસને આ બીજી વિકેટ મળી છે. તેણે અગાઉ ઈશાન કિશન (24 બોલમાં 61 રન)ને પણ આઉટ કર્યો હતો.

02:31 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

કેપ્ટન સૂર્યકુમાર 12 રન બનાવી આઉટ

કેપ્ટન સૂર્યા સ્ટમ્પ્ડ આઉટ થયો.

કેપ્ટન સૂર્યા સ્ટમ્પ્ડ આઉટ થયો.

11મી ઓવરના પહેલા બોલ પર ભારતે ત્રીજી વિકેટ ગુમાવી. અહીં કેપ્ટન સૂર્યકુમાર યાદવ 12 રન બનાવીને આઉટ થયો. નામિબિયાના વિકેટકીપર જેન ગ્રીને બર્નાર્ડ શોલ્ટ્ઝના બોલ પર તેને સ્ટમ્પિંગ કર્યો. શોલ્ટ્ઝે આ ઓવરમાં માત્ર 2 રન જ આપ્યા.

02:15 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

ઈશાન કિશન 24 બોલમાં 61 રન બનાવી આઉટ

આઠમી ઓવરના પહેલા બોલ પર ભારતે બીજી વિકેટ ગુમાવી. અહીં ઈશાન કિશન 24 બોલમાં 61 રન બનાવીને કેચ આઉટ થયો. ગેરાર્ડ ઇરાસ્મસે તેને બેન શિકોંગોના હાથે કેચ આઉટ કરાવ્યો. આ ઓવરમાં માત્ર એક જ રન આવ્યો. આ સાથે ભારતનો સ્કોર 105/2 થઈ ગયો છે.

02:12 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

તિલક વર્માનો કેચ ડ્રોપ થયો, ભારત 100ને પાર

સાતમી ઓવરમાં તિલક વર્માને જીવનદાન મળ્યું. બેન શિકોંગોના ત્રીજા બોલ પર પોઈન્ટ પર તેનો કેચ છૂટી ગયો હતો. આ સમયે તિલક 16 રન પર રમી રહ્યો હતો.

આ જ ઓવરમાં ઈશાન કિશનના ચોગ્ગાની સાથે ભારતીય ટીમનો સ્કોર 100 રનને પાર કરી ગયો છે.

02:05 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

ભારતની વિસ્ફોટક શરૂઆત, ઈશાન-તિલક વચ્ચે ફિફ્ટી પાર્ટનરશિપ

ટૉસ હારતા પહેલી બેટિંગ કરી રહેલી ભારતીય ટીમે વિસ્ફોટક શરૂઆત કરી છે. ટીમે શરૂઆતની 6 ઓવરમાં એક વિકેટે 86 રન બનાવી લીધા છે. ઈશાન-તિલક ક્રિઝ પર છે. ઈશાન કિશને પાવરપ્લેની છેલ્લી ઓવરમાં સતત 4 છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને ફિફ્ટી પૂરી કરી. તેણે માત્ર 20 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી. સેમસન 22 રન બનાવીને આઉટ થયો.

02:04 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

ઈશાન કિશને બેટ બદલ્યું

પાંચમી ઓવર પછી ભારતીય ઓપનર ઈશાન કિશને બેટ ચેન્જ કર્યું છે. તેણે ડ્રેસિંગ રૂમમાંથી બીજું બેટ ગાવ્યું અને સ્મિટના બોલ પર સ્વીપ શૉટ રમીને છગ્ગો ફટકાર્યો.

01:55 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

ભારતનો સ્કોર 50ને પાર, ઈશાન-તિલક ક્રિઝ પર

પાંચમી ઓવરમાં ભારતે 50 રનનો આંકડો પાર કરી લીધો છે. તિલક વર્માએ રૂબેન ટ્રમ્પલમેનના ત્રીજા બોલ પર થર્ડ મેન પર ચોગ્ગો ફટકારીને ટીમના સ્કોરને 50ને પાર પહોંચાડ્યો.

01:49 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

ઈશાને સતત બે ચોગ્ગા ફટકાર્યા, LBW થતા પણ બચ્યો

ત્રીજી ઓવરમાં ભારતે પોતાનો રન રેટ જાળવી રાખ્યો છે. ઈશાન કિશને જેજે સ્મિટના ચોથા અને પાંચમાં બોલ પર ચોગ્ગા ફટકાર્યા. જોકે, સ્મિટનો છેલ્લો બોલ તેના પેડ પર વાગ્યો હતો. તે રિવ્યૂ લઈને LBW થતા બચી ગયો.

01:46 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

સેમસને બીજી ઓવરમાં સતત બે છગ્ગા ફટકાર્યા, પછી આઉટ થયો

ભારતની ઇનિંગની બીજી ઓવરમાં સંજુ સેમસને બેન શિકોંગોના બોલ પર સતત બે છગ્ગા ફટકાર્યા. તે શિકોંગોની ઓવરના છેલ્લા બોલ પર લોરેન સ્ટીનકેમ્પને કેચ આપી બેઠો. સેમસને 8 બોલમાં 22 રન બનાવ્યા.

01:45 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

પહેલી ઓવરમાં 8 રન બન્યા, સેમસને છગ્ગો ફટકાર્યો

ભારતીય ઇનિંગની પહેલી ઓવરમાં 8 રન બન્યા છે. સંજુ સેમસને રૂબેન ટ્રમ્પલમેનના છેલ્લા બોલ પર છગ્ગો ફટકાર્યો. બાકીના રન સિંગલથી આવ્યા હતા.

01:32 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

3 પોઈન્ટ્સમાં પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ જાણો

  • ભારતે પ્રથમ મેચમાં અમેરિકાને હરાવ્યું હતું, જ્યારે નામિબિયાને નેધરલેન્ડ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
  • આજની મેચ જીતીને ટીમ ઈન્ડિયા ગ્રુપ-Aના પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી શકે છે.
  • નામિબિયા પાસે પણ જીતની સાથે નંબર-2 પર પહોંચવાની તક છે. પાકિસ્તાન 4 પોઈન્ટ્સ સાથે નંબર-1 પર છે.

01:31 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

બંને ટીમો 5 વર્ષ પછી એકબીજા સામે મેચ રમી રહી છે

બંને ટીમ 5 વર્ષ પછી T20 ઇન્ટરનેશનલમાં સામસામે ટકરાશે. આ પહેલા 2021 T20 વર્લ્ડ કપમાં બંનેનો સામનો થયો હતો.

01:15 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

ભારતે બે ફેરફાર કર્યા, અભિષેક-સિરાજ નથી રમી રહ્યા

ભારતીય ટીમે પણ ગત મેચની પ્લેઈંગ-11 માં બે ફેરફાર કર્યા છે. અભિષેક શર્મા અને મોહમ્મદ સિરાજ રમી રહ્યા નથી. સંજુ સેમસન અને જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે. નામિબિયાની ટીમ પણ બે ફેરફાર સાથે મેદાનમાં ઉતરી છે.

01:15 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

નામિબિયાએ ટૉસ જીતીને બોલિંગ લીધી

01:09 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

અભિષેક શર્માને પેટમાં ચેપ

ટીમની મુશ્કેલીઓ એટલા માટે પણ વધી ગઈ છે, કારણ કે ઓપનર અભિષેક શર્મા પેટના ચેપથી પીડાઈ રહ્યો છે. તે બે દિવસ સુધી દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ રહ્યો અને બુધવારે તેને રજા મળી. આવી સ્થિતિમાં તેનું નામિબિયા સામે રમી શકે તેવી સ્થિતિમાં નથી.

12:56 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

અરુણ જેટલી સ્ટેડિયમની બહાર ચાહકોનો ઉત્સાહ જુઓ

12:56 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

અભિષેક ટીમ સાથે જોડાયો, પરંતુ વૉર્મઅપ નથી કરી રહ્યો

અભિષેક અત્યારે મેદાન પર તો જોવા મળી રહ્યા છે, પરંતુ તેણે પેડ પહેર્યા નથી. એવામાં સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું આજે સંજુ સેમસન, ઈશાન કિશન સાથે ઇનિંગની શરૂઆત કરશે? તેમને હાલમાં જ પેટમાં ઇન્ફેક્શન થયું હતું.

12:49 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

શ્રીલંકાને હરાવી ચૂક્યું છે નામિબિયા 

નામિબિયાએ T20 વર્લ્ડ કપમાં 16 મેચ રમી છે. 4માં ટીમને જીત અને 11માં હાર મળી. એક મેચ ટાઈ પણ રહી. 2022માં ટીમ શ્રીલંકાને પણ હરાવી ચૂકી છે. વર્લ્ડ કપમાં નામિબિયાએ એકવાર ભારતનો સામનો પણ કર્યો, પરંતુ 2021માં ટીમને હાર મળી હતી.

12:49 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

કેપ્ટન સૂર્યા ફોર્મમાં, અભિષેક બીમાર 

નામિબિયા સામેની મેચ પહેલાં ભારતને મોટો ઝટકો લાગ્યો. ઓપનર અભિષેક શર્મા બીમાર છે, તેનું આજની મેચમાં રમવું મુશ્કેલ છે. અભિષેકની જગ્યાએ વિકેટકીપર સંજુ સેમસનને તક મળી શકે છે. તેની સાથે હવે કોણ ઓપનિંગમાં આવશે, એ જોવાનું રહેશે, કારણ કે ઈશાન કિશનને પણ નેટ્સમાં ઈજા થઈ હતી. બીજી તરફ, કેપ્ટન સૂર્યકુમાર યાદવ અમેરિકા સામે 84 રન બનાવીને પોતાનો ફોર્મ સાબિત કરી ચૂક્યો છે.

USA સામે મોહમ્મદ સિરાજે નવા બોલથી શાનદાર બોલિંગ કરતાં મેચમાં 3 વિકેટ પોતાના નામે કરી હતી. ત્યારે અર્શદીપ સિંહને 2 વિકેટ મળી હતી. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજામાંથી રિકવર થયા બાદ આજે કમબેક કરશે. આવી સ્થિતિમાં અર્શદીપ કે સિરાજમાંથી કોઈ એક બોલરને બેન્ચ પર બેસવું પડી શકે છે.

12:49 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

નામિબિયા પહેલી મેચ જીતી શકી નહીં

નામિબિયાને પોતાની પહેલી મેચમાં નેધરલેન્ડ્સ સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ આજે પણ હારી ગઈ તો તેનું સુપર-8માં એન્ટ્રી કરવું મુશ્કેલ થઈ જશે. પહેલી મેચમાં નામિબિયા માટે જૈન નિકોલ લોફ્ટી-ઈટને 42 રન બનાવ્યા હતા. તેણે એક વિકેટ પણ લીધી હતી. લેફ્ટ આર્મ સ્પિનર બર્નાર્ડ શોલ્ટ્ઝ પણ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

12:49 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

પીચ રિપોર્ટ

અરુણ જેટલી સ્ટેડિયમમાં જ નામિબિયાએ પોતાની મેચ રમી હતી. ટીમ 156 રન જ બનાવી શકી હતી, નેધરલેન્ડ્સે 18 ઓવરમાં 3 જ વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. દિલ્હીમાં આજે પણ બેટિંગ પીચ જ મળશે, આવા સંજોગોમાં ટૉસ જીતનારી ટીમ ચેઝ કરવાનું પસંદ કરી શકે છે.

12:49 PM12 ફેબ્રુઆરી 2026

  • કૉપી લિંક

વેધર કંડિશન

દિલ્હીમાં આજે વરસાદની કોઈ શક્યતા નથી. તાપમાન 12થી 26 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. દિવસ દરમિયાન તડકાને કારણે ગરમી રહેશે, પરંતુ મેચ સાંજે રમાશે, તેથી હવામાન ઠંડું રહેશે.