T-20 વર્લ્ડકપ- વેસ્ટ ઈન્ડીઝે સ્કોટલેન્ડને 183નો ટાર્ગેટ આપ્યો:હેટમાયર 64, રદરફોર્ડ 26 રન બનાવી આઉટ; બ્રેડ કરીને 2 વિકેટ
T20 વર્લ્ડ કપની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે સ્કોટલેન્ડને 183 રનનો ટાર્ગેટ આપ્યો છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બાંગ્લાદેશની જગ્યાએ રમતા સ્કોટલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 182 રન બનાવ્યા. શિમરોન હેટમાયર (64 રન)એ ફિફ્ટી ફટકારી. જ્યારે બ્રાન્ડન કિંગે 35, શેરફેન રૂધરફોર્ડે 26 અને રોવમેન પોવેલે 24 રન બનાવ્યા. સ્કોટલેન્ડના બ્રેડ કરીએ 2 વિકેટ લીધી. સફયાન શરીફ, ઓલિવર ડેવિડસન અને માઈકલ લીસ્કે એક-એક વિકેટ લીધી. બંને ટીમની પ્લેઈંગ-11 વેસ્ટ ઇન્ડિઝ: શાઈ હોપ (કેપ્ટન), બ્રેન્ડન કિંગ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, શેરફન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, જેસન હોલ્ડર, અકીલ હુસૈન, મેથ્યુ ફોર્ડ, ગુડાકેશ મોતી, શમાર જોસેફ. સ્કોટલેન્ડ: રિચી બેરિંગ્ટન (કેપ્ટન), જ્યોર્જ મુન્સી, માઈકલ જોન્સ, બ્રેન્ડન મેકમુલેન, ટોમ બ્રુસ, મેથ્યુ ક્રોસ, માઈકલ લીસ્ક, ઓલિવર ડેવિડસન, માર્ક વોટ, બ્રેડ કરી, સફયાન શરીફ.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

