T20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન મેચ નહીં રમાય:પાકિસ્તાન સરકારની જાહેરાત; બાંગ્લાદેશના સમર્થનમાં 15 ફેબ્રુઆરીના મહામુકાબલાનો બહિષ્કાર કર્યો
T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ નહીં રમાય. બંને ટીમ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં એકબીજા સામે ટકરાવાની હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં એન્ટ્રી આપી હતી. તેના વિરોધમાં પાકિસ્તાને ભારત સામેની મેચનો બહિષ્કાર કર્યો. ટુર્નામેન્ટ રમશે, પરંતુ ભારત સામે મેચ નહીં- પાકિસ્તાન સરકાર
પાકિસ્તાને રવિવારે જાહેરાત કરી કે તે T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેશે, પરંતુ ભારત સામેની મેચનો બહિષ્કાર કરશે. પાકિસ્તાન સરકારે આ નિર્ણય ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી હટાવ્યા બાદ લીધો છે, બાંગ્લાદેશ સરકારે ભારતમાં રમવા અંગે સુરક્ષા ચિંતા વ્યક્ત કરી હતી. સરકારે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનની સરકાર, પાકિસ્તાન ક્રિકેટ ટીમને ICC વર્લ્ડ T20 2026માં ભાગ લેવાની મંજૂરી આપે છે….જોકે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત સામે રમાનારી મેચમાં મેદાન પર ઉતરશે નહીં. વડાપ્રધાનને મળ્યા હતા PCB ચીફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ મોહસિન નકવીએ સોમવાર, 26 જાન્યુઆરીએ વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. આ મિટિંગમાં પાકિસ્તાનના વર્લ્ડ કપમાં સહભાગી થવા અને ભારત સામેના મુકાબલા અંગે ચર્ચાઓ થઈ હતી. નકવીએ કહ્યું હતું કે શુક્રવાર કે સોમવાર સુધીમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. હવે રવિવારે સરકારે આ અંગે નિર્ણય લઈ લીધો છે. પાકિસ્તાનની T20 વર્લ્ડ કપ ટીમ સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહમદ, બાબર આઝમ, ફહીમ અશરફ, ફખર ઝમાન, ખ્વાજા મોહમ્મદ નફે (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ સલમાન મિર્ઝા, નસીમ શાહ, સાહિબઝાદા ફરહાન, સૈમ અય્યુબ, શાહીન શાહ આફ્રિદી, શાદાબ ખાન, ઉસ્માન ખાન (વિકેટકીપર) અને ઉસ્માન તારિક. પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી કેમ હટી શકે નહીં? નકવીએ વર્લ્ડ કપ છોડવાની ધમકી કેમ આપી હતી? ભારતમાં રમવાની ના પાડ્યા બાદ ICCએ બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી હટાવી દીધું હતું અને તેના સ્થાને સ્કોટલેન્ડને એન્ટ્રી આપી હતી. આના વિરોધમાં મોહસિન નકવીએ વર્લ્ડ કપ છોડવાની ધમકી આપી હતી. તેમણે અખબાર ‘ધ ડૉન’ને કહ્યું હતું કે ICCએ બાંગ્લાદેશ સાથે ખોટું વર્તન કર્યું છે. જો પાકિસ્તાન સરકાર ના પાડશે તો અમે પણ નહીં રમીએ. જોકે, ICCએ ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન બહાર થશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે. બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઇનકાર કેમ કર્યો?
બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાના કારણે BCCIએ મુસ્તફિઝુર રહેમાનને IPLમાં રમવાની મંજૂરી આપી નથી. KKR એ 3 જાન્યુઆરીએ BCCIના કહેવા પર તેને ટીમમાંથી બહાર કરી દીધો હતો. આનાથી રોષે ભરાયેલી બાંગ્લાદેશ સરકારે ત્યાં IPL મેચના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો અને સુરક્ષાનું કારણ આપી 7 ફેબ્રુઆરીથી શરૂ થતા T20 વર્લ્ડ કપમાં વેન્યુ બદલવાની માગ કરી હતી. અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ..
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

