T20 વર્લ્ડ કપની વોર્મ-અપ મેચોનું શેડ્યૂલ જાહેર:ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે રમશે, BCCIએ ઈન્ડિયા A ટીમની પણ જાહેરાત કરી

Last Updated: February 2, 2026By

T-20 વર્લ્ડ કપની વોર્મ-અપ મેચોનું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. આ મેચો 2 થી 6 ફેબ્રુઆરી દરમિયાન રમાશે. વોર્મ-અપ મેચો 7 અલગ-અલગ મેદાનો પર રમાશે. ઇંગ્લેન્ડની ટીમ વોર્મ-અપ મેચોમાં ભાગ લેશે નહીં. જ્યારે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ જેવી મોટી ટીમો એક-એક મેચ જ રમશે. ભારતીય ટીમ પણ એક વોર્મ-અપ મેચ રમશે. જે સાઉથ આફ્રિકા સામે 4 ફેબ્રુઆરીએ મુંબઈના DY પાટીલ સ્ટેડિયમમાં રમાશે. બાકીની 2 વોર્મ-અપ મેચમાં ઇન્ડિયા Aની ટીમ ઉતરશે. તિલક વર્માએ એક વોર્મ-અપ મેચ રમવી પડશે BCCI એ વોર્મ-અપ મેચ માટે ઇન્ડિયા A ટીમની પણ જાહેરાત કરી દીધી છે. તેની કેપ્ટનશીપ આયુષ બડોની કરશે. તિલક વર્મા પણ આ ટીમનો ભાગ છે. તે ઓછામાં ઓછી એક મેચ રમીને પોતાની ફિટનેસ સાબિત કરશે. તિલક વર્મા વિજય હઝારે ટ્રોફી દરમિયાન ઇજાગ્રસ્ત થયા હતા. ઇન્ડિયા A ટીમ: આયુષ બડોની (કેપ્ટન), નમન ધીર, આશુતોષ શર્મા, પ્રિયાંશ આર્ય, એન. જગદીશન (વિકેટકીપર), તિલક વર્મા, રિયાન પરાગ, માનવ સુથાર, અશોક શર્મા, ઉર્વિલ પટેલ (વિકેટકીપર), ગુરજપનીત સિંહ, વિપ્રાજ નિગમ, રવિ બિશ્નોઈ, ખલીલ અહેમદ અને મયંક યાદવ. અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડ વચ્ચે પ્રથમ મેચ વોર્મઅપ મેચોની શરૂઆત અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડની મેચ સાથે થશે. આ મુકાબલો બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સના મેદાન-1માં રમાશે. બીજી તરફ મુંબઈના DY પાટીલ સ્ટેડિયમમાં ઇન્ડિયા Aની ટીમ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA) સાથે રમશે. પહેલા દિવસે કેનેડા અને ઇટાલીની મેચ ચેન્નઈમાં રમાશે. 7 ફેબ્રુઆરીથી વર્લ્ડ કપની શરૂઆત થશે T-20 વર્લ્ડ કપની શરૂઆત 7 ફેબ્રુઆરીએ કોલંબોમાં નેધરલેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની મેચથી થશે. જ્યારે ભારતની પ્રથમ મેચ અમેરિકા સામે મુંબઈમાં રમાશે. ફાઇનલ મેચ 8 માર્ચે રમાશે. આ મેચનું સ્થળ પાકિસ્તાનના ફાઇનલમાં પહોંચવા કે ન પહોંચવા પર નક્કી થશે. વોર્મઅપ કેવી રીતે જોઈ શકાય છે તમામ મેચોની વીડિયો હાઈલાઈટ્સ ICCના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ થશે. ભારત અને સાઉથ આફ્રિકા મેચનું LIVE સ્ટ્રીમિંગ સ્ટાર સ્પોર્ટ્સ અને જિયો હોટસ્ટાર પર થશે. આ ઉપરાંત, ચાહકો આ મેચો ICC.tv પર મફતમાં લાઈવ જોઈ શકશે.

Leave A Comment