T20 વર્લ્ડ કપ પહેલા ભગવાનના શરણે ટીમ ઈન્ડિયા:સૂર્યા બ્રિગેડે તિરુવનંતપુરમના પદ્મનાભસ્વામી મંદિરમાં દર્શન કર્યા; ક્રિકેટર્સને જોવા ભારે ભીડ જોવા મળી

Last Updated: January 30, 2026By

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T20 સિરીઝની છેલ્લી મેચ શનિવારે તિરુવનંતપુરમમાં રમાશે. આ પહેલાં સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ખેલાડીઓએ શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં દર્શન કર્યા અને આગામી T20 વર્લ્ડ કપ માટે પૂજા-અર્ચના કરી. ખેલાડીઓના મંદિર પહોંચવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ખેલાડીઓએ દર્શન માટે પરંપરાગત પોશાક પણ પહેર્યો હતો. વીડિયોમાં સ્પિનર વરુણ ચક્રવર્તી, કેપ્ટન સૂર્યકુમાર યાદવ, ફિનિશર રિંકુ સિંહ, ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવ, સ્પિનર રવિ બિશ્નોઈ, ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપ જોવા મળ્યા હતા. સેમસન પર રહેશે નજર
T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમની આ છેલ્લી T20 મેચ છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા 7 ફેબ્રુઆરીથી શ્રીલંકા સાથે વર્લ્ડ કપની સંયુક્ત યજમાની કરશે. પાંચ મેચની સિરીઝના છેલ્લા મુકાબલામાં સૌની નજર ઓપનર સંજુ સેમસન પર રહેશે. સેમસન આ સિરીઝમાં અત્યાર સુધી સારું પ્રદર્શન કરી શક્યો નથી, પરંતુ રસપ્રદ વાત એ છે કે હવે તે પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમવા ઉતરશે. ભારત પહેલા જ સિરીઝમાં 3-1 થી આગળ છે, એવામાં તેનો પ્રયાસ આ મેચથી કોમ્બિનેશન અને વર્લ્ડ કપ પહેલાની તૈયારીઓ ચકાસવાની હશે. ટીમ ઈન્ડિયા જીત સાથે સિરીઝ ખતમ કરવા ઇચ્છશે
ચોથી મેચ હાર્યા બાદ ભારતીય ટીમ છેલ્લી T20 જીતીને સિરીઝને 4-1 થી ખતમ કરવા ઇચ્છશે. હવે જોવાનું એ રહેશે કે સૂર્યા બ્રિગેડ પાંચમી મેચમાં કેવું પ્રદર્શન કરે છે. ઈન્ડિનય ટીમ માટે આગામી T20 વર્લ્ડ કપ પહેલાની આ છેલ્લી T20 સિરીઝ છે. એવામાં ટીમ ઈન્ડિયા છેલ્લી મેચમાં જીત મેળવીને પોતાની તૈયારીઓને અંતિમ ઓપ આપવા ચોક્કસ ઇચ્છશે.

Leave A Comment