T20 વર્લ્ડ કપ યજમાન ટીમ માટે 'શ્રાપ':ઘરેલું મેદાન પર જ દિગ્ગજ ટીમો ફ્લોપ, 19 વર્ષમાં એક પણ હોસ્ટ ટીમ નથી જીતી શકી ખિતાબ; ભારત બદલશે ઈતિહાસ?
T-20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં શરૂ થઈ ગયો છે. ટુર્નામેન્ટના શરૂઆતના 2 દિવસમાં મોટા ઉલટફેર તો ન થયા, પરંતુ નેધરલેન્ડ, નેપાળ અને અમેરિકા જેવી એસોસિયેટ ટીમોએ પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા. અમેરિકાએ તો યજમાન રાષ્ટ્ર ભારતના ધબકારા વધારી દીધા છે. સૌથી નાના ફોર્મેટના વર્લ્ડ કપમાં એવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે યજમાન ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય. અત્યાર સુધી 9 વખત રમાયેલી ટુર્નામેન્ટમાં એક પણ યજમાન ટીમ ટાઇટલ જીતી શકી નથી. શ્રીલંકા 2012માં ફાઇનલ સુધી પહોંચનારી એકમાત્ર ટીમ છે. જ્યારે ટીમ ઇન્ડિયા 2016માં સેમિફાઇનલ સુધી પહોંચી હતી. બંનેને વેસ્ટ ઇન્ડિઝ સામે હારીને બહાર થવું પડ્યું હતું. યજમાન ટીમનું વર્લ્ડ કપ પ્રદર્શન 2007: ભારતે યજમાન ટીમને બહાર કરી વર્લ્ડ કપ 11થી 24 સપ્ટેમ્બર સુધી સાઉથ આફ્રિકાની યજમાનીમાં રમાયો હતો. ગ્રુપ સ્ટેજમાં ટીમે વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશને હરાવીને મજબૂત શરૂઆત કરી. સુપર-8માં ટીમ સાથે ભારત, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ આવી ગયા. ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડને ટીમે હરાવીને પોતાની વિનિંગ મોમેન્ટમ જાળવી રાખી. જોકે, છેલ્લી સુપર-8 મેચમાં ટીમ ભારત સામે 37 રનથી હારીને સેમિફાઇનલમાં સ્થાન બનાવી શકી નહીં. ભારતે જ ખિતાબ પણ જીત્યો. 2009: નેધરલેન્ડ સામે જ હારી ગયું ઇંગ્લેન્ડ 5થી 21 જૂન સુધી ઇંગ્લેન્ડમાં ટુર્નામેન્ટ રમાઈ હતી. ટીમને ઓપનિંગ મેચમાં જ નેધરલેન્ડ સામે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ઇંગ્લેન્ડે પછી પાકિસ્તાનને હરાવ્યું અને આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. સુપર-8માં ટીમે ભારતને તો 3 રનથી હરાવ્યું, પરંતુ સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ સામે હારનો સામનો કરવો પડ્યો. 2 હારના કારણે ટીમ સેમિફાઇનલમાં સ્થાન બનાવી શકી નહીં. ગ્રુપ સ્ટેજમાં હોમ ટીમ સામે હારવા છતાં પાકિસ્તાને ટાઇટલ જીતી લીધું. 2010: SL, AUSએ વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું 30 એપ્રિલથી 16 મે સુધી વેસ્ટ ઈન્ડિઝમાં ICC ટૂર્નામેન્ટ રમાઈ હતી. ગ્રુપ સ્ટેજમાં ટીમે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડને હરાવીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. જોકે, સુપર-8માં ટીમને શ્રીલંકા સામે 57 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે વાપસી કરી અને ભારતને 14 રનથી આગામી મુકાબલો હરાવ્યો, પરંતુ ટીમ ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે છેલ્લો મુકાબલો હારીને સેમિફાઇનલમાં સ્થાન બનાવી શકી નહીં. ઈંગ્લેન્ડે પછી ઓસ્ટ્રેલિયાને જ ફાઇનલમાં હરાવીને ટાઇટલ જીત્યું. 2012: ફાઇનલ હારી ગયું શ્રીલંકા 18 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી શ્રીલંકામાં વર્લ્ડ કપ યોજાયો. ગ્રુપ સ્ટેજમાં ઝિમ્બાબ્વેને 82 રનથી હરાવ્યા બાદ ટીમ સાઉથ આફ્રિકા સામે 32 રનથી હારી ગઈ. સુપર-8માં ન્યુઝીલેન્ડ સામે ટીમની પહેલી જ મેચ ટાઈ થઈ ગઈ, શ્રીલંકાએ પછી સુપર ઓવરમાં જીત મેળવી. શ્રીલંકાએ પછી પલ્લેકેલેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 130 રનનો ટાર્ગેટ 16મી ઓવરમાં જ હાંસલ કરી લીધો. ટીમે 1 જ વિકેટ ગુમાવી. છેલ્લા મુકાબલામાં શ્રીલંકાએ ઇંગ્લેન્ડને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. સેમિફાઇનલમાં ટીમે પાકિસ્તાનને 16 રનથી હરાવી દીધું. ફાઇનલમાં ફરી વેસ્ટ ઈન્ડિઝ સામે આવી અને કોલંબોમાં વેસ્ટ ઈન્ડિઝ 137 રન જ બનાવી શકી. આ વખતે શ્રીલંકા સુપર-8 વાળો કારનામો દોહરાવી શક્યું નહીં અને 101 રન પર જ સમેટાઈ ગયું. 2014: સુપર-10માં બાંગ્લાદેશ તમામ મેચ હાર્યું 16 માર્ચથી 7 એપ્રિલ સુધી બાંગ્લાદેશમાં પ્રથમ વખત વર્લ્ડ કપ રમાયો. ટીમે પ્રથમ રાઉન્ડમાં અફઘાનિસ્તાન અને નેપાળને હરાવ્યું, પરંતુ હોંગકોંગ સામે 2 વિકેટે નજીકની મેચ ગુમાવી દીધી. સુપર-10 સ્ટેજમાં ટીમનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું. બાંગ્લાદેશને વેસ્ટ ઈન્ડિઝ, ભારત, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે હાર મળી. 2016: સેમિફાઇનલમાં હાર્યું ભારત 8 માર્ચથી 3 એપ્રિલ સુધી ભારતમાં ICC ટૂર્નામેન્ટ રમાઈ. ટીમને પહેલી જ મેચમાં ન્યુઝીલેન્ડે 47 રનથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો. ભારતે ફરી પાકિસ્તાનને 6 વિકેટે હરાવીને વાપસી કરી. ટીમ બાંગ્લાદેશ સામે હારની નજીક હતી, પરંતુ હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં 10 રન ડિફેન્ડ કર્યા અને ભારતને 1 રનથી રોમાંચક મુકાબલો જીતાડ્યો. ભારતને સેમિફાઇનલમાં પહોંચવા માટે છેલ્લી સુપર-10 મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવવાનું હતું. મોહાલીમાં કાંગારૂ ટીમે 160 રન બનાવ્યા અને ભારતના 3 વિકેટ 49 રન પર જ પડી ગયા. અહીંથી વિરાટ કોહલીએ 82 રન બનાવીને ભારતને જીત અપાવી. સેમિફાઇનલમાં ભારતે 192 રન બનાવ્યા, પરંતુ વેસ્ટ ઇન્ડીઝે 19.4 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. વેસ્ટ ઇન્ડીઝે જ ઇંગ્લેન્ડને ફાઇનલમાં હરાવીને ખિતાબ પણ જીત્યો. 2021: પાકિસ્તાન સામે હારીને ભારત બહાર થયું વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો હતો, પરંતુ કોરોના મહામારીના નિયંત્રણોને કારણે ટુર્નામેન્ટ 17 ઓક્ટોબરથી 24 નવેમ્બર સુધી UAEમાં યોજાઈ. હોસ્ટ નેશન ભારત જ હતું. ટીમને પહેલી જ મેચમાં આંચકો લાગ્યો, જ્યાં પાકિસ્તાને દુબઈમાં 10 વિકેટે મેચ જીતી લીધી. ભારતને ન્યુઝીલેન્ડે 8 વિકેટે બીજી મેચ હરાવી અને સેમિફાઇનલની રેસમાંથી બહાર કરી દીધું. ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયા સામેની છેલ્લી મેચો જીતી, પરંતુ તે નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવા માટે પૂરતા નહોતા. ઓસ્ટ્રેલિયાએ પછી ન્યુઝીલેન્ડને ફાઇનલમાં હરાવીને પોતાનો પહેલો ખિતાબ જીત્યો. ટુર્નામેન્ટની મોટાભાગની મેચો દુબઈમાં રમાઈ, જ્યાં રન ચેઝ કરનારી ટીમોને જ જીત મળી. 2022: ઓપનિંગ મેચ હાર્યું ઓસ્ટ્રેલિયા 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપ રમાયો હતો. યજમાન ટીમને પ્રથમ જ મેચમાં ન્યુઝીલેન્ડે 89 રનના મોટા અંતરથી હરાવી દીધું હતું. ઓસ્ટ્રેલિયાએ પછી શ્રીલંકાને 7 વિકેટે હરાવીને વાપસી કરી. ઇંગ્લેન્ડ સામેની આગામી મેચ અનિર્ણિત રહી. ઓસ્ટ્રેલિયાએ પછી આયર્લેન્ડને 42 રનથી અને અફઘાનિસ્તાનને 4 રનથી હરાવ્યું, પરંતુ આ જીત નોકઆઉટમાં પહોંચવા માટે પૂરતી ન હતી. ખરાબ રન રેટને કારણે ટીમ ઇંગ્લેન્ડથી સેમિફાઇનલમાં પહોંચી શકી નહીં. ઇંગ્લેન્ડે પછી પાકિસ્તાનને ફાઇનલમાં હરાવીને ટાઇટલ પણ જીત્યું.
2024: વેસ્ટ ઈન્ડિઝ-અમેરિકા સુપર-8માં હાર્યા 2થી 29 જૂન સુધી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં વર્લ્ડ કપ રમાયો. પ્રથમ વખત ICCની સૌથી ટૂંકી ફોર્મેટની ટુર્નામેન્ટ 2 દેશોમાં યોજાઈ. વેસ્ટ ઈન્ડિઝે પાપુઆ ન્યુ ગિની, યુગાન્ડા, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનને ગ્રુપ સ્ટેજમાં હરાવીને આક્રમક શરૂઆત કરી. જોકે, સુપર-8માં ટીમ ઈંગ્લેન્ડ સામે 8 વિકેટ અને સાઉથ આફ્રિકા સામે 3 વિકેટથી હારીને સેમિફાઇનલમાં સ્થાન બનાવી શકી નહીં. અમેરિકાને પહેલી વાર કોઈપણ ફોર્મેટના વર્લ્ડ કપમાં એન્ટ્રી મળી હતી. ટીમે કેનેડા સામે પહેલી મેચમાં 195 રન ચેઝ કરી લીધા. પછી પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવીને મોટો અપસેટ સર્જ્યો. ટીમ ભારત સામે 7 વિકેટે હારી ગઈ. જ્યારે આયર્લેન્ડ સામેની મેચ અનિર્ણિત રહી. સુપર-8માં એન્ટ્રી મળ્યા પછી ટીમ સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડને હરાવી શકી નહીં.
4 વખત યજમાન રાષ્ટ્રને હરાવીને ચેમ્પિયન બનેલી ટીમો 9 વખત રમાયેલા T-20 વર્લ્ડ કપનું 10 દેશોએ આયોજન કર્યું છે. 2012 અને 2016 જ એવા વર્ષો હતા, જ્યારે ટીમો નોકઆઉટ સ્ટેજમાં પહોંચી શકી. 7 વખત ટીમો સેમિફાઇનલ પહેલા જ બહાર થઈ ગઈ. 2007, 2012, 2016 અને 2024માં ટીમો યજમાન રાષ્ટ્રને ગ્રુપ સ્ટેજમાં હરાવ્યા બાદ ચેમ્પિયન બની. જ્યારે 2009, 2010 અને 2012માં ટીમો યજમાન રાષ્ટ્ર સામે હાર્યા બાદ ચેમ્પિયન બની. 2012માં શ્રીલંકાએ વેસ્ટ ઈન્ડિઝને સુપર-8માં હરાવ્યું, પરંતુ ટીમ ફાઇનલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે જ હારી ગઈ. 2014 અને 2021માં ચેમ્પિયન ટીમનો સામનો યજમાન રાષ્ટ્ર સાથે થયો ન હતો. 2022 એકમાત્ર એવું વર્ષ રહ્યું, જ્યારે યજમાન રાષ્ટ્ર અને ચેમ્પિયન ટીમનો મુકાબલો અનિર્ણિત રહ્યો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

