Taajpur-Pilupura Qualify for Super League Round; Khelo Saanand Sports League Winners

Last Updated: February 10, 2026By

  • Gujarati News
  • Sports
  • Taajpur Pilupura Qualify For Super League Round; Khelo Saanand Sports League Winners

2 કલાક પેહલા

  • કૉપી લિંક

સાણંદના ગ્રામીણ વિસ્તારોમાં રમતગમત પ્રત્યે રુચિ વધારવા અને ખેલદિલીની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે વિજયી ભારત ફાઉન્ડેશને ‘ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગ સીઝન-3’નું આયોજન કર્યું. જે અંતર્ગત 7 ફેબ્રુઆરી, 2026ના રોજ ચાચરવાડી વાસણા ગામના ચાચરવાડી ખોડિયાર મંદિર મેદાન ખાતે ઝોન-જી અંડર-14 ખો-ખોની લીગ સ્પર્ધા યોજાઈ થઈ હતી. આ સ્પર્ધામાં વિવિધ ગામની ટીમે ભાગ લીધો હતો.

વિજેતા ટીમની ડિટેઇલ્સ:

  • તાજપુર ટીમ: પોતાની તમામ 4 લીગ મેચમાં અજેય રહીને 4-0ના શાનદાર સ્કોર સાથે પુલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.
  • પીલુપુરા ટીમ: મજબૂત રમતનું પ્રદર્શન કરી 3-1ના વિજય સાથે બીજું સ્થાન મેળવ્યું.

આ બંને ટીમ હવે આગામી તબક્કાના ‘સુપર લીગ રાઉન્ડ’ માટે ક્વોલિફાય થઈ છે.

​તાજપુર અને પીલુપુરાની ટીમે આક્રમક રમત અને ખેલદિલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેનાથી મેદાનનું વાતાવરણ ઉત્સાહમય બની ગયું હતું. આ ઉપરાંત મોરૈયા અને નવાપુરાની ટીમે પણ સારું પ્રદર્શન કર્યું હતું.

આ પ્રસંગે ‘ખેલે સાણંદ’ પહેલના પ્રોજેક્ટ મેનેજર માર્મિક પંડ્યા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “યુવા ખેલાડીઓની કુશળતા અને રમત પ્રત્યેનું સમર્પણ જોઈને ગર્વ અનુભવાય છે. આ પહેલ ગ્રામીણ ભારતને સ્પોર્ટ્સ ક્ષેત્રે વાઈબ્રન્ટ બનાવવાનું સ્વપ્ન સાકાર કરશે.”