TB Diseases: શું તમે ટીબીથી બચવા માંગો છો? આ સાવચેતીઓ તમને રાખશે સુરક્ષિત
ટીબી એક ગંભીર રોગ છે. આ રોગમાં દર્દીના મોતનું જોખમ વધુ રહે છે. 2024 માં ભારતમાં આશરે 2.71 મિલિયન લોકો ટીબીથી સંક્રમિત થયા હતા, અને 300,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ટીબી ભારતમાં એક ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા છે. ભારતે ટીબી વિશે સતત વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવ્યું છે, અને તેની સારવાર માટે અસરકારક દવાઓ ઉપલબ્ધ છે. ટીબી રોગથી બચવા કેટલીક સાવધાની જરૂર રાખવી જોઈએ.
ટીબી રોગમાં દેખાય છે આ લક્ષણો
ટ્યુબરક્યુલોસિસ (ટીબી) એ ફેફસાનો રોગ છે જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને અસર કરે છે. આ રોગ ચેપી બેક્ટેરિયલ રોગ છે જે સામાન્ય રીતે ખાંસી, છીંક અથવા બોલતી વખતે હવામાં ફેલાતા બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારો, વેન્ટિલેશનનો અભાવ અને કુપોષણ જેવી પરિસ્થિતિઓમાં આ રોગનું જોખમ વધુ રહે છે. ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી ખાંસી આવવી, હળવો તાવ, પરસેવો થવો, વજન ઘટવું, ભૂખ ન લાગવી અને સતત નબળાઈ જેવા શરીરમાં ફેરફાર દેખાય તો તે ટીબીના લક્ષણ હોઈ શકે છે.
જો સમયસર ટીબીના લક્ષણો ઓળખી કાઢવામાં આવે અને ટીબીની દવાઓનો કોર્સ પૂર્ણ કરવામાં આવે તો આ રોગ સરળતાથી મટાડી શકાય છે. ટીબી (Tuberculosis) એક ગંભીર પણ સંપૂર્ણપણે મટી શકે તેવો રોગ છે. તેનાથી બચવા અને શરીરને સુરક્ષિત રાખવા આ અસરકારક પગલાં જરૂર લેવા જોઈએ.
ટીબી રોગથી બચવાના ઉપાય
- રસીકરણ : બાળકોને જન્મ સમયે જ BCG (Bacillus Calmette-Guerin) ની રસી જરૂર અપાવવી જોઈએ. આ રસી બાળકોમાં ટીબી સામે રક્ષણ આપે છે.
- રોગપ્રતિકારક શક્તિ : મજબૂત ઇમ્યુનિટી ટીબીના બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે. પ્રોટીનયુક્ત ખોરાક જેમ કે કઠોળ, સોયાબીન, પનીર અને તાજા ફળો, શાકભાજી જેવા પૌષ્ટીક ખારોક ખાઈ તમે રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો.
- કસરત અને ઉંઘ: રોજ હળવી કસરત અને યોગ (ખાસ કરીને પ્રાણાયામ) કરવાથી ફેફસાં મજબૂત બને છે. દિવસમાં ૭-૮ કલાકની ઊંઘ લેવી જરૂરી છે. જો તમે ઘરે હોવ તો બપોરે ભોજનના અડધા કલાક પછી 1 કલાકની ઊંઘ લઈ શકો છો.
- હવાની અવરજવર : ટીબીના બેક્ટેરિયા અંધારા અને ભેજવાળા વાતાવરણમાં વધુ ફેલાય છે. ઘરમાં અને ઓફિસમાં સૂર્યપ્રકાશ અને તાજી હવા આવે તેવી વ્યવસ્થા રાખવી. સૂર્યના કિરણો ટીબીના બેક્ટેરિયાને કુદરતી રીતે નષ્ટ કરે છે.
- સ્વચ્છતા અને સાવચેતી : માસ્કનો ઉપયોગ: ભીડભાડવાળી જગ્યાએ અથવા હોસ્પિટલમાં જતી વખતે માસ્ક પહેરવું.ઉધરસ કે છીંક આવે ત્યારે મોઢા આડો રૂમાલ રાખવો.બહારથી આવ્યા પછી અથવા જમતા પહેલા સાબુથી હાથ બરાબર ધોવા.
- વ્યસનોથી દૂર રહેવું : ધુમ્રપાન (Smoking) અને દારૂ ફેફસાંને નબળા પાડે છે, જેનાથી ટીબી થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. તેથી કોઈપણ પ્રકારના નશાથી દૂર રહેવું જોઈએ.
- ચેપગ્રસ્ત વ્યક્તિથી અંતર : જો ઘરમાં કોઈને ટીબી હોય, તો જ્યાં સુધી તેમની સારવાર (ખાસ કરીને શરૂઆતના ૧૫ દિવસ) ચાલતી હોય ત્યાં સુધી તેમના સીધા સંપર્કથી બચવું અને તેમને હવા ઉજાસવાળા અલગ રૂમમાં રાખવા.
આ પણ વાંચો : Lifestyle: આંખોને લાગતા થાકને આ સરળ ટિપ્સથી તુરંત આપો રાહત
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

