Team India Incredible Win Ahmedabad
સ્પોર્ટ્સ ડેસ્ક9 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતની ટી-20 વર્લ્ડ કપ જીતે એમએસ ધોનીને પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા મજબૂર કર્યા. પૂર્વ કેપ્ટન ધોનીએ ચેમ્પિયન ટીમનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યું, અમદાવાદમાં ઇતિહાસ રચાયો. કોચ સાહેબ (ગૌતમ ગંભીર), તમારા ચહેરા પર સ્મિત સારું લાગે છે.
જ્યારે સચિન તેંડુલકર આખી મેચ દરમિયાન X પર સક્રિય જોવા મળ્યા. જીત બાદ તેમણે કહ્યું, ટીમ ઇન્ડિયાએ ઇનક્રેડિબલ કામ કર્યું. જ્યારે વિરાટ કોહલીએ લખ્યું, અમદાવાદમાં ભારતે અદ્ભુત જીત હાંસલ કરી.
ભારતે રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી-20 વર્લ્ડ કપ ફાઇનલ જીત્યો. ટીમે ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવ્યું અને સતત ત્રીજો ICC ટાઇટલ પોતાના નામે કર્યો. ભારતે ટી-20 વર્લ્ડ કપ પણ ત્રીજી વાર જ જીત્યો.
ભારતની જીત પર પૂર્વ ક્રિકેટરોના રિએક્શન…
બુમરાહ ચેમ્પિયન બોલર- ધોની એમએસ ધોનીએ 21 મહિના પછી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોઈ ફોટો શેર કર્યો. તેમણે લખ્યું, “અમદાવાદમાં ઇતિહાસ રચાયો. ટીમ ઇન્ડિયા, સપોર્ટ સ્ટાફ અને તમામ ચાહકોને અભિનંદન. તમને બધાને રમતા જોઈને ખૂબ આનંદ થયો.
કોચ સાહેબ (ગૌતમ ગંભીર) તમારા ચહેરા પર સ્મિત સારું લાગે છે. મેચની તીવ્રતા સાથે તમારી સ્માઇલ એક કિલર કોમ્બિનેશન છે. શાનદાર પ્રદર્શન, મજા કરો. બુમરાહ વિશે કંઈ ન લખું તો જ સારું છે. ચેમ્પિયન બોલર.”
ધોનીએ આ પહેલા 2024માં ટીમ ઇન્ડિયાને ટી-20 વર્લ્ડ કપ જીતવા પર જ સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા હતા. આ વખતે તો તેઓ સેમિફાઇનલ અને ફાઇનલ દરમિયાન સ્ટેડિયમમાં પણ હાજર રહ્યા હતા.
જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ ફાઇનલ રહ્યા. તેમણે 4 વિકેટ લીધી.
સંજુએ સ્માર્ટ બેટિંગ કરી- સચિન સચિન તેંડુલકર ફાઇનલ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક્ટિવ જોવા મળ્યા. તેમણે સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન, શિવમ દુબે, અક્ષર પટેલ અને જસપ્રીતની પ્રશંસા કરી. સંજુ વિશે તેમણે કહ્યું, ‘સેમસન ખૂબ જ સ્માર્ટ બેટિંગ કરી રહ્યા છે, તેઓ જાણે છે કે ક્યાં એટેક કરવો અને ક્યાં ડિફેન્ડ કરવું. ઈશાન કિશને પણ શાનદાર શોટ્સ રમ્યા.’
મેચ પછી તેંડુલકરે કહ્યું, “ભારત અને ન્યુઝીલેન્ડના બોલરોમાં આ જ તફાવત રહ્યો કે ભારતે સ્લોઅર બોલનો વધુ ઉપયોગ કર્યો. અમદાવાદમાં શોર્ટ પિચ બોલ અને વેરીએશન જ અસરકારક રહ્યા. ટી-20 વર્લ્ડ કપ સતત 2 વાર જીતવો એક ખાસ અનુભવ છે. ભારત આ ટ્રોફી જીતવાને લાયક છે.
ભારતે શાનદાર પ્રદર્શન કર્યું, ટીમે સ્પેશિયલ બ્રાન્ડની ક્રિકેટ રમી. શાનદાર ટીમ ઇન્ડિયા, જય હિંદ. જીત પછી સેલિબ્રેશન માટે હું મુંબઈમાં નથી, પરંતુ મારા ઘરની બહાર લોકોના જશ્નના વીડિયો જોઈ રહ્યો છું. શાનદાર રાત. શાનદાર કામ, ટીમ ઇન્ડિયા.”
સંજુ સેમસને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો.
અમદાવાદમાં અદ્ભુત જીત- કોહલી વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ક્રિકેટ સંબંધિત 2 જ પોસ્ટ શેર કરી. એક 27 ફેબ્રુઆરીએ, જ્યારે રિંકુ સિંહના પિતાનું નિધન થયું હતું. ત્યારે કોહલીએ રિંકુના પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. કોહલીની બીજી પોસ્ટ ભારત ચેમ્પિયન બન્યા પછી આવી.
વિરાટે લખ્યું, “ચેમ્પિયન્સ. અમદાવાદમાં ટીમ ઇન્ડિયાની અદ્ભુત જીત. આખી ટુર્નામેન્ટમાં અમારો કોઈ મુકાબલો નહોતો. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ટીમ ઇન્ડિયાએ આક્રમક ક્રિકેટ રમી અને સતત બીજો ટી-20 ટાઇટલ જીત્યો. ખેલાડીઓ અને મેનેજમેન્ટને આ જીત પર અભિનંદન. જય હિન્દ.”
મોદીએ લખ્યું- જીત કઠિન પરિશ્રમથી મળે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, “T20 ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને ટીમ ઇન્ડિયાએ સાબિત કરી દીધું છે કે દ્રઢ સંકલ્પ, સંયમ અને આત્મવિશ્વાસનો સંગમ જ જીવનમાં સફળતાનો મૂળમંત્ર છે. આ જીત આપણને એ પણ જણાવે છે કે સાચી દિશામાં કઠિન પરિશ્રમથી દરેક લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે. अभीप्सां स्वात्मनो रक्षाऽविरतं सुस्थिरं तया। यत्नमातिष्ठ धैर्येण ततः सिद्धिर्भवेद् ध्रुवम् ।।”
સંજુ, ઈશાન, અભિષેકનું શાનદાર પ્રદર્શન- યુવરાજ ભારતના પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન યુવરાજ સિંહે કહ્યું, “સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ અલગ રમત બતાવી. સંજુ, ઈશાન અને અભિષેકે ફાઇનલમાં શાનદાર ઇનિંગ્સ રમી. સેમસને ફરી એકવાર બતાવ્યું કે તેઓ શા માટે મેચ વિનર છે. શિવમ દુબે અને હાર્દિક પંડ્યાએ મોમેન્ટમને ટીમ ઈન્ડિયાના હાથમાંથી જવા દીધી નહીં.
બુમરાહ મુશ્કેલ પરિસ્થિતિમાં ખૂબ જ ખાસ રહ્યા, અક્ષર, અર્શદીપ અને વરુણે પણ તેમનો સારો સાથ આપ્યો. કોચ ગૌતમ ગંભીર અને સમગ્ર સપોર્ટ સ્ટાફને અભિનંદન. ભારત, ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયન.”

ભારતની ટી-20 વર્લ્ડ કપ જીત પર પીએમ મોદીએ કહ્યું, જીત સખત પરિશ્રમથી મળે છે.
ભારતે દિગ્ગજોનું સન્માન કર્યું- અખ્તર પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે પણ ટીમ ઇન્ડિયાના વખાણ કર્યા. તેમણે પાકિસ્તાની ટીવી શોમાં કહ્યું, “ભારતની પોલિસી, સિસ્ટમ અને મેરિટ તેમને આ જીત અપાવી. ગૌતમ ગંભીરે ખેલાડીઓને મેરિટ અને પ્રદર્શનના આધારે પસંદ કર્યા. રોહિત અને કોહલીના સંન્યાસ છતાં ટીમે ટાઇટલ જીતી લીધું. ભારતે પોતાના દિગ્ગજોનું સન્માન કર્યું. ત્રણેય વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન ફાઇનલમાં હાજર રહ્યા, બધાએ એકસાથે સેલિબ્રેટ કર્યું.”
ભારત ટી-20માં ખૂબ આગળ – વસીમ જાફર ટીમ ઇન્ડિયાના પૂર્વ ટેસ્ટ પ્લેયર વસીમ જાફરે કહ્યું, “ટુર્નામેન્ટે દર્શાવ્યું કે ટીમ ઇન્ડિયા ટી-20 ક્રિકેટમાં ખૂબ આગળ છે. ગ્રુપ સ્ટેજમાં અમે ભૂલો કરી, પરંતુ તેમ છતાં ટીમે ક્વોલિફાય કર્યું. મોટી મેચોમાં ટીમના બેટરોએ સારું પ્રદર્શન કર્યું અને અમે ચેમ્પિયન બન્યા. સંજુ અને બુમરાહ આખા ટુર્નામેન્ટમાં ત્યાં ચમક્યા, જ્યાં ટીમને સૌથી વધુ જરૂર હતી. આખી ટીમને અભિનંદન.”
મોર્ને મોર્કેલને અભિનંદન – ડેલ સ્ટેન સાઉથ આફ્રિકાના દિગ્ગજ પેસર ડેલ સ્ટેને કહ્યું, “મારા ભાઈ અને મિત્ર મોર્ને મોર્કેલને ખૂબ ખૂબ અભિનંદન. તમારી મહેનત અને સમર્પણે આ જીત અપાવી, તમે તેના હકદાર છો.”

વસીમ જાફરે કહ્યું, ટીમ ઈન્ડિયા ટી-20માં ઘણી આગળ છે.
ભારતને નોકઆઉટમાં હરાવવું સહેલું નથી- સેમી વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમના હેડ કોચ ડેરેન સેમીએ કહ્યું, “હું પહેલા દિવસથી કહી રહ્યો છું કે ટી-20 વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે તમારે નોકઆઉટ સ્ટેજમાં ભારતને હરાવવું જ પડશે. આ સહેલું કામ નથી. ભારતને ત્રીજા ટી-20 ટાઈટલ માટે અભિનંદન, ન્યુઝીલેન્ડે પણ સારો દેખાવ કર્યો.”
——————————–
સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો…
PHOTOS-VIDEOSમાં જુઓ T20 વર્લ્ડ કપની યાદગાર મોમેન્ટ્સ:અર્શદીપ-મિચેલ મેદાનમાં બાખડ્યા, સુનીલ ગાવસ્કરનો જીત પછી ડાન્સ; PAK ખેલાડી બહાર થવા પર રડ્યો

T20 વર્લ્ડ કપ 2026 ઘણી યાદગાર પળો સાથે સમાપ્ત થયો. અમદાવાદના સ્ટેડિયમમાં ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવી ત્રીજી વખત ખિતાબ પોતાના નામે કર્યો.
ચેમ્પિયન બન્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પિચની માટી પોતાના કપાળ પર લગાવી. વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 97 રન બનાવ્યા બાદ સંજુ સેમસન ઘૂંટણિયે બેસી ગયો. જ્યારે સુપર-8 સ્ટેજમાંથી બહાર થયા બાદ ઘણા પાકિસ્તાની ખેલાડીઓ રડી પડ્યા… વાંચો પૂરા સમાચાર…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


