Team India Ireland T20 Series June 2026

Last Updated: March 21, 2026By

સ્પોર્ટ્સ ડેસ્ક7 કલાક પેહલા

  • કૉપી લિંક

ભારતની ફૂલ સ્ટ્રેન્થ ટીમ જૂન 2026માં આયર્લેન્ડના પ્રવાસે જશે, જ્યાં બંને ટીમ વચ્ચે બે મેચની T20 ઇન્ટરનેશનલ સિરીઝ રમાશે. BCCIએ આ પ્રવાસનું શેડ્યૂલ શનિવારે જાહેર કર્યું છે.

આ સિરીઝ વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતની પ્રથમ T20 સિરીઝ હશે. ભારતે 8 માર્ચે અમદાવાદમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને સતત બીજીવાર ટાઇટલ પોતાના નામે કર્યો હતો.

8 વર્ષમાં ચોથો પ્રવાસ ભારતે છેલ્લા આઠ વર્ષમાં (2018, 2022 અને 2023) ત્રણ વખત આયર્લેન્ડનો પ્રવાસ કર્યો છે. આયર્લેન્ડ માટે આ પ્રવાસ વ્યસ્ત 2026 કાર્યક્રમનો એક ભાગ છે. ટીમને અફઘાનિસ્તાન સામે એકમાત્ર ટેસ્ટ મેચ અને ન્યૂઝીલેન્ડ સામે પાંચ વન-ડે મેચ પણ રમવાની છે.

આયર્લેન્ડ ભારતને હરાવી શક્યું નથી ભારત અને આયર્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 3 T20 સિરીઝ રમાઈ છે. વર્ષ 2018 અને 2022માં રમાયેલી બન્ને સિરીઝમાં ભારતે 2-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. જ્યારે 2023ની ત્રણ મેચની સિરીઝમાં પણ ભારતીય ટીમે 2-0થી જીત મેળવી હતી, જ્યારે એક મેચ રમાઈ શકી ન હતી. આ ત્રણેય સિરીઝ આયર્લેન્ડમાં જ રમાઈ હતી.

અફઘાનિસ્તાન સામે પણ ટીમ રમશે IPL પછી ભારતીય ટીમ જૂનમાં અફઘાનિસ્તાન સામે સિરીઝ રમશે. તેની શરૂઆત 6 જૂનથી એકમાત્ર ટેસ્ટ મેચથી થશે. ત્યારબાદ બંને ટીમ વચ્ચે ત્રણ વન-ડે મેચ રમાશે. પહેલી વન-ડે 14 જૂને ધર્મશાલામાં, બીજી 17 જૂને લખનઉમાં અને ત્રીજી વન-ડે 20 જૂને ચેન્નઈમાં રમાશે.

ભારત ઇંગ્લેન્ડનો પણ પ્રવાસ કરશે ભારત આ વર્ષે ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે. બંને ટીમ વચ્ચે આઠ વ્હાઇટ બોલ મેચ રમાશે. ભારત જુલાઈમાં પાંચ T20 અને ત્રણ વન-ડે મેચ રમવા માટે ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે.