Tech : સાવધાન! સ્માર્ટફોનને 100% ચાર્જ કરવો છે ખતરનાક, જાણો શું છે બેટરી સેવિંગનો 80-20 નિયમ?
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે, પરંતુ શું તમે જાણો છો કે તમારી એક નાની ભૂલ ફોનની બેટરીને કાયમ માટે બગાડી શકે છે? મોટાભાગના લોકો ફોનને 100% ચાર્જ કરવાની આદત ધરાવે છે અથવા રાતભર ચાર્જિંગમાં મૂકી રાખે છે. નિષ્ણાતોના મતે, આ આદત બેટરીની આવરદા ઘટાડે છે અને ફોન ગરમ થવાને કારણે શોર્ટ-સર્કિટનું જોખમ પણ વધારે છે. આ સમસ્યાથી બચવા માટે ’80-20 નિયમ’ શ્રેષ્ઠ ઉપાય છે.
શું છે 80-20 નિયમ?
સ્માર્ટફોનમાં વપરાતી લિથિયમ-આયન બેટરી પર વધુ પડતા ચાર્જિંગથી દબાણ આવે છે. 80-20નો નિયમ સૂચવે છે કે તમારે તમારા ફોનને મહત્તમ 80% સુધી જ ચાર્જ કરવો જોઈએ અને જ્યારે બેટરી ઘટીને 20% પર પહોંચે ત્યારે જ તેને ફરી ચાર્જિંગમાં મૂકવો જોઈએ. બેટરીને વારંવાર થોડા-થોડા અંતરે ચાર્જ કરવી કે તેને સંપૂર્ણ શૂન્ય થવા દેવી – આ બંને પદ્ધતિઓ બેટરી હેલ્થ માટે નુકસાનકારક છે.
ચાર્જિંગ લિમિટ કેવી રીતે સેટ કરવી?
હવે મોટાભાગના સ્માર્ટફોનમાં બેટરી લિમિટ સેટ કરવાની સુવિધા ઉપલબ્ધ છે:
iPhone યુઝર્સ: સેટિંગ્સમાં જઈ ‘Battery Health & Charging’ વિકલ્પમાં ‘Optimized Battery Charging’ ચાલુ કરી શકે છે. નવા મોડલ્સમાં ‘80% Limit’ નો સીધો ઓપ્શન પણ મળે છે.
Android યુઝર્સ: ફોનના ‘Settings’ માં ‘Battery’ અથવા ‘Protect Battery’ સર્ચ કરો. અહીં તમને ચાર્જિંગને 80% કે 85% પર અટકાવવાનો વિકલ્પ મળશે.
આ નાનકડો ફેરફાર તમારા ફોનની બેટરીને લાંબા સમય સુધી નવી જેવી રાખશે અને સુરક્ષામાં પણ વધારો કરશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

