Tech Tips : 5G સિગ્નલ ફુલ પણ ઈન્ટરનેટ ગુલ? આ 4 ટ્રિક્સથી નેટવર્કને બનાવો સુપરફાસ્ટ
ભારતમાં જિયો અને એરટેલ જેવી કંપનીઓએ ખૂણેખૂણે 5G નેટવર્ક પહોંચાડી દીધું છે. પરંતુ, ઘણીવાર એવું બને છે કે મોબાઈલ સ્ક્રીન પર ‘5G’ લખેલું આવે છે, સિગ્નલના બાર પણ ફુલ હોય છે, છતાં સોશિયલ મીડિયાના વીડિયો લોડ થતા નથી કે કોઈ ફાઇલ ડાઉનલોડ થતી નથી. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમે આ પ્રમાણેના સેટિંગ્સથી તમારી ઇન્ટરનેટ સ્પીડને હાઇ કરી શકો છો.
1. નેટવર્ક રિફ્રેશની જાદુઈ ટ્રિક (Airplane Mode)
સૌથી સરળ અને અસરકારક રીત નેટવર્કને રિફ્રેશ કરવાની છે. તમારા ફોનમાં Airplane Mode ચાલુ કરો, 10-15 સેકન્ડ રાહ જુઓ અને પછી તેને બંધ કરી દો. આનાથી તમારો ફોન નજીકના ટાવર સાથે નવેસરથી કનેક્ટ થશે અને ખોરવાયેલી સ્પીડ પાછી આવી જશે.
2. VPN એપનો અવરોધ
ઘણા લોકો પ્રાઇવસી કે અન્ય કારણોસર VPN (Virtual Private Network) એપ્સનો ઉપયોગ કરતા હોય છે. આ એપ્સ તમારા ડેટાને અલગ સર્વર દ્વારા મોકલે છે, જેનાથી ઘણીવાર 5Gની કુદરતી સ્પીડ ઘટી જાય છે. જો ઈન્ટરનેટ સ્લો હોય, તો તરત જ તપાસો કે કોઈ VPN એક્ટિવ નથી ને? તેને બંધ કરવાથી સ્પીડમાં તરત સુધારો જોવા મળશે.
3. પ્રિફર્ડ નેટવર્ક સેટિંગ્સ તપાસો
તમારા ફોનના સેટિંગ્સમાં જઈને ‘Mobile Network’ અથવા ‘SIM Card’ વિભાગમાં જાઓ. ત્યાં Preferred Network Type માં ખાતરી કરો કે 5G/4G/3G/2G (Auto) મોડ સિલેક્ટ કરેલો છે. ઘણીવાર ફોન 4G પર સ્વિચ થઈ જતો હોય છે, જે મેન્યુઅલી 5G ઓટો પર રાખવાથી સ્થિર સ્પીડ આપે છે.
4. સોફ્ટવેર અપડેટ છે અનિવાર્ય
સ્માર્ટફોન કંપનીઓ સતત નવા અપડેટ્સ બહાર પાડે છે જે નેટવર્ક મોડેમની ક્ષમતા સુધારે છે. જો તમારો ફોન જૂના સોફ્ટવેર વર્ઝન પર ચાલતો હશે, તો 5G કનેક્ટિવિટીમાં એરર આવી શકે છે. ફોન સેટિંગ્સમાં જઈને ‘System Update’ ચેક કરો અને ફોનને લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરો.
જો આ બધું કરવા છતાં સ્પીડ ન વધે, તો તમારા સિમ કાર્ડને એકવાર બહાર કાઢીને સાફ કરીને ફરી ભરાવો. ક્યારેક સિમ કાર્ડમાં લાગેલો કચરો કે જૂનું સિમ કાર્ડ પણ અવરોધ બની શકે છે. જો સમસ્યા ચાલુ રહે, તો ટેલિકોમ કંપનીનો સંપર્ક કરવો હિતાવહ છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

