Tej Pratap Yadavએ કોને કહ્યા ઘમંડી અને બેઇમાન, પશ્ચિમ બંગાળ ચૂંટણી વિશે શું આપી પ્રતિક્રિયા?, જાણો
તેજ પ્રતાપે વધુમાં કહ્યુ હતુ કે, કોણ ઘમંડી છે અને કોણ બેઇમાન છે તે પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ ખબર પડશે.
તેજ પ્રતાપ યાદવ ફરી ચર્ચામાં
તેજ પ્રતાપ યાદવે કહ્યુ હતુ કે, ગઠબંધનની વાત ચાલી રહી છે. અને તેઓ કેટલી બેઠક પર ચૂંટણી લડશે. તે મામલે પણ જલદી જ જાહેરાત કરવામાં આવશે. તેજ પ્રતાપ અને તેમની પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણી લડી હતી. પરંતુ તેમની પાર્ટી એકપણ બેઠક જીતી શકી ન હતી. તેજ પ્રતાપ મહુવામાં પરાજય થયા હતા. અને સાથે જ ત્રીજા નંબરે રહ્યા હતા. મે 2025માં તેજ પ્રતાપને રાષ્ટ્રીય જનતા દળમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આરજેડી બાદ જેજેડીની સ્થાપના
તેજ પ્રતાપ 2015માં પ્રથમવાર મહુવાથી ચૂંટણી લડ્યા હતા. અને જીત પણ મેળવી હતી. આરજેડીમાંથી નિકળ્યા બાદ તેઓએ પોતાની અલગ પાર્ટી જનશકિત જનતા દળની સ્થાપના કરી હતી. અને ફરીથી ચૂંટણી લડવા માટે મહુઆને પસંદ કર્યું હતુ. 14 નવેમ્બરના રોજ જ્યારે પરિણામો જાહેર થયા, ત્યારે લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર સંજય કુમાર સિંહ જીત્યા હતા. પરિણામ આશ્ચર્યજનક હતું કારણ કે મત ગણતરી દરમિયાન, એકપણ એવો કિસ્સો નહોતો જ્યાં તેજ પ્રતાપ યાદવે સંજય સિંહને સખત ટક્કર આપી હોય. તેજ પ્રતાપ યાદવ ત્રીજા સ્થાને રહ્યા હતા.
પશ્ચિમ બંગાળમાં ક્યારે છે વિધાનસભા ચૂંટણી ?
ચૂંટણી પંચે હજુ સુધી પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ ચૂંટણીઓ આ વર્ષે માર્ચ-એપ્રિલમાં યોજાઇ શકે છે. કારણ કે વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 7 મે 2026ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ Iranના પાંચ મોટા હથિયાર જે મિડિલ ઇસ્ટમાં Americaના સૈનિકોને આપશે પડકાર, જાણો કેવી છે સ્થિતિ?
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

