The Scam: Leaked Teaser Out; NEET-UG Paper Leak Controversy Exposed

Last Updated: July 22, 2026By

37 મિનિટ પેહલા

  • કૉપી લિંક

દેશભરમાં મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા (NEET-UG)ના પેપર લીક વિવાદ અને રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે OTT પ્લેટફોર્મ ZEE5એ પોતાની નવી ધમાકેદાર વેબ સીરીઝ ‘The Scam: Leaked’નું ટીઝર રિલીઝ કરી દીધું છે. વાઈરલ થઈ રહેલું આ ટીઝર એટલું ગંભીર અને સસ્પેન્સથી ભરેલું છે કે તેને જોઈને દર્શકોના રુંવાડા ઊભા થઈ જાય છે.

ટીઝરમાં શું બતાવવામાં આવ્યું છે?

1 મિનિટથી વધુ લાંબા આ ટીઝરની શરૂઆત એક હાઈ-સિક્યોરિટી વાળા પ્રિન્ટિંગ પ્રેસથી થાય છે, જ્યાં મેડિકલ પરીક્ષાના ગોપનીય પ્રશ્નપત્રો છપાઈ રહ્યા હોય છે. પરંતુ આ જ પ્રક્રિયા દરમિયાન ગુપ્ત રીતે પેપરના ફોટો પાડીને સોશિયલ મીડિયા પર અને કાળબજારમાં કેવી રીતે લીક કરવામાં આવે છે તે બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ ટીઝર સીધું ન્યૂઝ ચેનલોના સ્ટુડિયોમાં પહોંચે છે, જ્યાં ‘BREAKING NEWS’, ‘CBI તપાસ’ અને ‘દેશભરમાં બબાલ’ની પટ્ટીઓ દોડી રહી છે અને માહોલ ખૂબ જ તણાવપૂર્ણ બની જાય છે. ટીઝરમાં કોઈ ડાયલોગ નથી, પરંતુ તેના દ્રશ્યો જ એટલા મજબૂત અને કરૂણ છે જે દેશની શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડે છે.

પેપર સીલ કવરમાં બંધ થતાં બતાવામાં આવ્યા છે.

પેપર સીલ કવરમાં બંધ થતાં બતાવામાં આવ્યા છે.

એક સીન જોઈને હૃદય કંપી ઉઠશે

ટીઝરના અંતમાં એક સન્ન કરી દેતો સીન બતાવવામાં આવ્યો છે. એક ખાલી ક્લાસરૂમમાં ટેબલ પર ફોન વાગી રહ્યો છે, જેના પર “Papa Calling” લખેલું દેખાય છે. કેમેરો આગળ વધતાં સામેના અરીસામાં પરીક્ષાના દબાણ અને પેપર લીકના લીધે આત્મહત્યા કરી ચૂકેલા એક વિદ્યાર્થીનો પરછાયો દેખાય છે. વાસ્તવમાં પણ પરીક્ષા રદ થયાના આઘાતમાં દિલ્હી, અંકલેશ્વર-ગુજરાત, યુપી, રાજસ્થાન અને તમિલનાડુ જેવા રાજ્યોમાંથી માત્ર 36 દિવસની અંદર 12 થી વધુ હોનહાર વિદ્યાર્થીઓએ મોતને વહાલું કરી લીધું.

પેપર લીકના લીધે આત્મહત્યા કરતો વિદ્યાર્થી

પેપર લીકના લીધે આત્મહત્યા કરતો વિદ્યાર્થી

ZEE5 એ આ ટીઝર શેર કરતા કેપ્શનમાં લખ્યું-

“એક પેપર. લાખો સપના. એક લીક અને દેશ હેરાન! ‘The Scam: Leaked’ ટૂંક સમયમાં આવી રહ્યું છે માત્ર ZEE5 પર!”

પેપર લીક થતું બતાવવામાં આવ્યું છે

પેપર લીક થતું બતાવવામાં આવ્યું છે

સિરીઝમાં આખી ઘટના વાસ્તવિકતા સાથે જોડવામાં આવી હોય તેવું લાગે છે

સિરીઝમાં આખી ઘટના વાસ્તવિકતા સાથે જોડવામાં આવી હોય તેવું લાગે છે

સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયા

આ ટીઝર સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયું છે. લોકો ZEE5ના આ સાહસિક પગલાંની પ્રશંસા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે વર્તમાન સમયની સૌથી મોટી કડવી વાસ્તવિકતાને આ સીરીઝમાં બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

NEET પેપર લીકની ઘટના બની

3 મે 2026ના રોજ દેશભરમાં 20 લાખથી વધુ વિદ્યાર્થીઓએ NEET-UGની પરીક્ષા આપી હતી. પરંતુ દેશના અનેક રાજ્યોમાંથી પેપર લીકના અહેવાલો આવ્યા બાદ તપાસમાં ગડબડ સામે આવી અને 12 માર્ચે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો. આ નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું.

જંતર-મંતર પર વિરોધ અને લાઠીચાર્જ

આ બાબતે તાજેતરમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે વિદ્યાર્થીઓએ જંતર-મંતર પર આંદોલન શરૂ કર્યું. 20 માર્ચે ‘સંસદ માર્ચ’ દરમિયાન પોલીસ દ્વારા આસુ ગેસના ગોળા છોડાતા અને લાઠીચાર્જ કરાતા અનેક વિદ્યાર્થીઓ લોહીલુહાણ થયા હતા, જેની બોલિવૂડ અને રાજકીય હસ્તીઓએ ભારે ટીકા કરી હતી.

જુઓ ટીઝર: