These Google apps are slowly eating up your phones battery check this list today | Gujarat News

Last Updated: July 30, 2026By

આજના આધુનિક યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો અનિવાર્ય ભાગ બની ગયો છે. કોલિંગ અને સોશિયલ મીડિયાથી લઈને ઓફિસના કામો અને મનોરંજન સુધીની તમામ બાબતો માટે આપણે સ્માર્ટફોન પર નિર્ભર છીએ. પરંતુ, આટલા ઉપયોગ વચ્ચે એક સૌથી મોટી અને સામાન્ય સમસ્યા બેટરી ઝડપથી ઉતરી જવાની રહે છે. ઘણીવાર તો એવું બને છે કે ફોનનો બહુ ઉપયોગ ન કર્યો હોવા છતાં તેની બેટરી ખાલી થવા લાગે છે. આ પાછળ એવી કેટલીક સામાન્ય અને લોકપ્રિય એપ્સ જવાબદાર હોય છે, જે આપણા ફોનમાં બેકગ્રાઉન્ડમાં સતત એક્ટિવ રહે છે. જો તમારા ફોનની બેટરી પણ અચાનક ઝડપથી ખતમ થઈ રહી છે, તો આ એપ્સ અને તેની કામ કરવાની રીત પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે.

અમુક ટેબ ખુલ્લા રાખવાથી રેમ પર પડી શકે છે અસર

સૌથી પહેલા વાત કરીએ ગુગલ ક્રોમ (Google Chrome) ની, તો તેમાં એક સાથે ઘણા બધા ટેબ ખુલ્લા રાખવાથી પ્રોસેસર અને રેમ પર ભારે ભાર પડે છે. વળી, ઓટો-રિફ્રેશ અને બેકગ્રાઉન્ડ એક્ટિવિટીને કારણે બેટરીનો વપરાશ ખૂબ જ વધી જાય છે. આ જ રીતે, યુટ્યુબ (YouTube) પર લાંબા સમય સુધી હાઈ-ડેફિનેશન (HD અથવા 4K) વિડિયોઝ જોવાના કારણે ફોનને વધુ પ્રોસેસિંગ પાવરની જરૂર પડે છે, જે બેટરીને ઝડપથી ખાલી કરે છે. બેટરી બચાવવા માટે વિડિયો ક્વોલિટી ઓટો અથવા 720p પર રાખવી હિતાવહ છે.

આ લિસ્ટમાં જીમેલ પણ સામેલ

આ લિસ્ટમાં જીમેલ (Gmail) અને ગુગલ મેપ્સ (Google Maps) પણ સામેલ છે. જીમેલ નવા મેઈલ ચેક કરવા માટે સતત બેકગ્રાઉન્ડમાં સિંક થતું રહે છે, જ્યારે ગુગલ મેપ્સ જીપીએસ (GPS), ઇન્ટરનેટ અને સતત ઓન રહેતી સ્ક્રીનના કારણે સૌથી વધુ પાવર ખર્ચે છે. આ ઉપરાંત, ગુગલ હોમ (Google Home) એપ પણ ઘરના અન્ય સ્માર્ટ ઉપકરણો સાથે સતત કનેક્ટેડ રહેવાને કારણે બેટરી ડ્રેઈન કરે છે.

બેટરી લાઇફ લાંબી ટકાવવા માટે આ રહ્યા સરળ ઉપાયો

ફોનની બેટરી લાઇફ લાંબી ટકાવવા માટે કેટલાક સરળ ઉપાયો અપનાવી શકાય છે. જેમ કે, સમયાંતરે ફોનની સેટિંગ્સમાં જઈને બેટરી વપરાશ તપાસવો, જે એપ્સનો ઉપયોગ ન થતો હોય તેની બેકગ્રાઉન્ડ એક્ટિવિટી બંધ કરવી, સ્ક્રીનની બ્રાઇટનેસ ઓટો અથવા ઓછી રાખવી અને જરૂર ન હોય ત્યારે જીપીએસ, બ્લૂટૂથ તેમજ વાઇ-ફાઇ બંધ રાખવા. આ ઉપરાંત, તમામ એપ્સને નિયમિતપણે અપડેટ રાખવાથી બેટરી ઓપ્ટિમાઇઝેશનમાં પણ મોટો ફાયદો થાય છે.

આ પણ વાંચોઃ એન્જિન બચાવવાની દોડ, E20ની ચિંતાઓ વચ્ચે ઇથેનોલ ફ્રી પેટ્રોલના વેચાણમાં વધારો

Leave A Comment