U-turn After Break Announcement; Clarifies Divorce Rumors
5 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ સિંગર નેહા કક્કરે સોમવારે સોશિયલ મીડિયા પર અચાનક જાહેરાત કરી કે તે જવાબદારી, રિલેશનશિપ અને કામમાંથી બ્રેક લઈ રહી છે. નેહાએ લાંબી પોસ્ટ દ્વારા પોતાનો આ નિર્ણય સૌને જણાવ્યો. સિંગરના આ નિવેદનથી તેના છૂટાછેડાની વાત ચર્ચાની એરણે ચઢી. વાત વધતા નેહાએ બ્રેકની સ્ટોરી સોશિયલ મીડિયા પરથી હટાવી લીધી. સાથે જ તેણે એક નવી પોસ્ટ શેર કરીને સ્પષ્ટ કર્યું કે, તે છૂટાછેડા લઈ રહી નથી. સાથે જ તેણે તેના પતિ અને પરિવારને આ મામલે વચ્ચે ન લાવવા અપીલ કરી છે.
‘મારા ભોળા પતિને વચ્ચે ન લાવો’
નેહા કક્કરે એક પોસ્ટ શેર કરીને લખ્યું છે,
મિત્રો, કૃપા કરીને મારા ભોળા પતિ અને મારા પ્રિય પરિવારને આ બધામાં ન ઢસડો. તે સૌથી પવિત્ર હૃદયવાળા લોકો છે, જેમને હું ઓળખું છું અને આજે હું જે કંઈ પણ છું, તે તેમના સમર્થનને કારણે છું.

નેહાએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકીને છૂટાછેડાની વાતનું ખંડન કર્યું.
‘રાઇનો પર્વત ન બનાવો’
નેહાએ આગળ લખ્યું છે કે, ‘મને કેટલાક અન્ય લોકો અને સિસ્ટમથી મુશ્કેલી છે, તે જ વાતથી હું દુખી છું. આશા છે કે તમે સમજશો અને મારા પતિ અને મારા પરિવારને આનાથી દૂર રાખશો. અને હા, હું માનું છું કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે મારે આટલું ભાવુક ન થવું જોઈતું હતું, કારણ કે લોકો ખૂબ સારી રીતે જાણે છે કે ‘રાઈનો પહાડ કેવી રીતે બનાવવામાં આવે છે.’ બોધપાઠ મળી ગયો.

નેહા અને રોહનપ્રીતે ઓક્ટોબર 2020માં લગ્ન કર્યાં હતાં.
‘હું જલ્દી ધમાકેદાર કમબેક કરીશ’
છેલ્લે સિંગરે લખ્યું, ‘હવે હું મારી પર્સનલ લાઇફ વિશે વાત નહીં કરું, ભાઈસાહેબ. બિચારી ઇમોશનલ નેહુ આ દુનિયા માટે ખૂબ જ ઇમોશનલ છે. સોરી અને ધન્યવાદ મારા નેહાર્ટ્સ. ચિંતા ન કરો, હું જલ્દી જ ધમાકેદાર વાપસી કરીશ. અઢળક પ્રેમ.’
સોમવારે સંબંધોથી બ્રેક લેવાની વાત કરી હતી
નેહા કક્કરે સોમવારે ભાવુક પોસ્ટ શેર કરી હતી કે, તે બધા સંબંધોથી બ્રેક લઈ રહી છે. તેણે લખ્યું,
હવે જવાબદારીઓ, સંબંધો, કામ અને દરેક એવી વસ્તુથી બ્રેક લેવાનો સમય છે, જેના વિશે હું અત્યારે વિચારી શકું છું. ખબર નથી હું પાછી આવીશ કે નહીં. આભાર.

નેહાએ જવાબદારી, સંબંધો અને કામમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી.
‘મને શાંતિથી જીવવા દો’
આ પછી નેહાએ એક બીજી સ્ટોરી પોસ્ટ કરીને પાપારાઝી અને ચાહકોને તેના ફોટો ક્લિક ન કરવાની અપીલ કરી. તેણે લખ્યું, ‘હું પાપારાઝી અને ચાહકોને વિનંતી કરું છું કે, મારા બિલકુલ પણ ફોટો ન ખેંચે. મારી પ્રાઇવસીનું સન્માન કરો અને મને શાંતિથી જીવવા દો. નો કેમેરા પ્લીઝ.’

નેહાએ ફોટો ક્લિક ન કરવા પાપારાઝીને અપીલ કરી હતી.
‘કેન્ડી શોપ’ ગીતને લઈ જબરદસ્ત ટ્રોલ થઈ નેહા
નોંધનીય છે કે, તાજેતરમાં નેહા કક્કર અને તેના ભાઈ ટોની કક્કરને તેમના ગીત ‘કેન્ડી શોપ’ને લઈને જબરદસ્ત ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર યુઝર્સે ગીતના ડાન્સ મૂવ્સને ‘સસ્તા’ અને ‘અશ્લીલ’ ગણાવીને કે-પોપની નકલ કરવાનો આરોપ લગાવ્યો હતો.

ભાઈ ટોની કક્કરના ગીત ‘કેન્ડી શોપ’ને લઈને નેહા ટ્રોલ થઈ હતી.
મેલબર્ન કોન્સર્ટને લઈને પણ વિવાદમાં ઘેરાઈ હતી
આ પહેલા વર્ષ 2025માં નેહા ત્યારે પણ ચર્ચામાં આવી હતી, જ્યારે મેલબોર્ન કોન્સર્ટ દરમિયાન સ્ટેજ પર રડતો તેનો વીડિયો વાયરલ થયો હતો. આરોપ હતો કે તે કોન્સર્ટમાં ત્રણ કલાક મોડી પહોંચી હતી, જેના પછી દર્શકોએ નારાજગી વ્યક્ત કરી હતી. જોકે, નેહાએ આયોજકો પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.

મેલબર્ન કોન્સર્ટમાં નેહા સ્ટેજ પર રડી પડી હતી.
4 વર્ષની ઉંમરથી સંઘર્ષ કર્યો
નેહા કક્કરના કરિયરની વાત કરીએ, તો તે ઘણું સંઘર્ષમય રહ્યું છે. તેણે માત્ર ચાર વર્ષની ઉંમરે ધાર્મિક કાર્યક્રમોમાં ભજન ગાઈને પોતાના પરિવારને આર્થિક મદદ કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં તે ‘ઇન્ડિયન આઇડલ સીઝન 2’માં જોવા મળી હતી, જ્યાં તે ટોપ 10 સુધી પહોંચી હતી.
નેહાએ ‘આંખ મારે’, ‘દિલબર’, ‘હૌલી હૌલી’, ‘મોરની બાંકે’ જેવા ઘણા હિટ ગીતો આપ્યા છે અને તે મ્યુઝિક રિયાલિટી શોમાં જજ તરીકે પણ જોવા મળી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

