USમાં ભારતીય મૂળની વ્યક્તિએ 4 લોકોની હત્યા કરી:ઘરકંકાસમાં પત્ની-3 સગાંને ગોળીઓથી વીંધી નાખ્યાં, કબાટમાં છુપાઈને 3 બાળક જોતાં રહ્યાં લોહીની હોળી

Last Updated: January 24, 2026By

અમેરિકાના જ્યોર્જિયા પ્રાંતમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં એક ભારતીય મૂળની વ્યક્તિએ પોતાની પત્ની અને ત્રણ સંબંધીની ગોળી મારીને હત્યા કરી દીધી. ત્રણ બાળકોએ કબાટમાં છુપાઈને પોતાનો જીવ બચાવ્યો. હુમલાખોરની ઓળખ 51 વર્ષના વિજય કુમાર તરીકે થઈ છે અને તેની પત્નીનું નામ મીમુ ડોગરા છે. તેમના ત્રણ સંબંધી નિધિ ચંદન, હરીશ ચંદર અને ગૌરવ કુમારની પણ હત્યા કરવામાં આવી છે. પત્ની અને ત્રણ સંબંધીની ઘરમાં ગોળી મારીને હત્યા કરવાના આરોપમાં વિજય કુમારની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે મામલો ઘરેલુ વિવાદ સાથે જોડાયેલો છે. ગોળીબારના સમયે કુમારનાં ત્રણ બાળકો કબાટમાં છુપાઈ ગયાં હતાં અને આ કારણે જીવ બચાવવામાં સફળ રહ્યાં. લોરેન્સવિલે શહેરમાં ગુરુવાર રાત્રે થયેલા ગોળીબારમાં ચાર લોકોનાં મોત થયાં, જ્યારે ઘટના દરમિયાન ત્રણ બાળકો ઘરની અંદર જ હાજર હતાં. આ મુદ્દે ભારતીય વાણિજ્ય દૂતાવાસે જણાવ્યું
એટલાન્ટા સ્થિત ભારતીય દૂતાવાસે આ ઘટના પર જાણકારી આપી. દૂતાવાસે કહ્યું, પીડિત પરિવારને દરેક સંભવ મદદ કરવામાં આવી રહી છે. ઘરેલુ વિવાદ સાથે જોડાયેલી આ દુઃખદ ગોળીબારની ઘટનાથી અમે દુઃખી છીએ. હુમલાના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને પીડિત પરિવારને મદદ આપવામાં આવી રહી છે. મીડિયામાં શું છપાયું
‘ફોક્સ5 એટલાન્ટા’ના સમાચાર અનુસાર શંકાસ્પદની ઓળખ અટલાન્ટા નિવાસી 51 વર્ષના વિજય કુમાર તરીકે થઈ છે. ગ્વિનેટ કાઉન્ટી પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ કુમારની પત્ની મીમૂ ડોગરા (43), ગૌરવ કુમાર (33), નિધિ ચંદર (37) અને હરીશ ચંદર (38) તરીકે થઈ છે. સમાચારમાં કહેવામાં આવ્યું છે કે હુમલાખોર પર હત્યા, બાળકો સાથે ક્રૂરતા જેવા ગંભીર આરોપોમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. બાળકોએ કબાટમાં છુપાઈને જીવ બચાવ્યો
ગુરુવાર મોડી રાત્રે આશરે અઢી વાગ્યે (સ્થાનિક સમય અનુસાર) બ્રુક આઈવી કોર્ટના 1000 બ્લોકમાંથી પોલીસને એક સૂચના મળી. રિપોર્ટ અનુસાર, ઘટનાસ્થળે પહોંચતા અધિકારીઓને ઘરની અંદર ચાર વયસ્કોના મૃતદેહ મળ્યા, જેમાંથી તમામનાં શરીર પર ગોળી વાગવાનાં નિશાન હતાં. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબાર શરૂ થવાના સમયે ત્રણ બાળકો હાજર હતાં. પોતાની સુરક્ષા માટે બાળકો એક કબાટમાં છુપાઈ ગયાં. બાળકે પોલીસને ફોન કર્યો
તપાસ અધિકારીઓએ જણાવ્યું કે બાળકોમાંથી એકે કોઈક રીતે 911 પર ફોન કરીને મહત્ત્વની જાણકારી આપી, જેના પછી પોલીસ અધિકારીઓ થોડી જ મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયા. બાળકો સુરક્ષિત હતાં અને બાદમાં તેમના પરિવારનો એક સભ્ય તેમને પોતાની સાથે લઈ ગયો. દંપતી બાળકોની સાથે સંબંધીના ઘરે ગયું હતું
પોલીસના જણાવ્યા મુજબ, ઘટના પહેલાં મીનુ ડોગરા અને વિજય કુમાર વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર બાદ તેઓ તેમના 12 વર્ષના બાળક સાથે લોરેન્સવિલેના એક ઘરમાં ગયાં હતાં, જ્યાં તેમના સંબંધીઓ રહેતા હતા. અન્ય બે બાળકો (એક 10 વર્ષનો અને બીજો 7 વર્ષનો) પણ ત્યાં હાજર હતા. થોડા સમય પછી ઝઘડો ગોળીબારમાં પરિણમ્યો. વિજય કુમાર કોણ છે?
ઘટના પછી તરત જ 51 વર્ષીય વિજય કુમારની ઘરથી થોડા અંતરે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેની સામે ગંભીર આરોપો હેઠળ કેસ દાખલ કર્યો છે. વિજય કુમાર સામે આરોપો: