USA Map Shows PoK, Aksai Chin; Pakistan, China React

Last Updated: February 7, 2026By

વોશિંગ્ટન ડીસી42 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ભારત અને અમેરિકાએ શુક્રવારે એક વચગાળાની ટ્રેડ ડિલનું ફ્રેમવર્ક જાહેર કર્યું. આ જાહેરાત સાથે અમેરિકી ટ્રેડ ઓફિસ (USTR) એ ઇન્ડિયન મેપ શેર કર્યો.

આ મેપમાં આખો જમ્મુ-કાશ્મીર પ્રદેશ, જેમાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીન (ચીનના કબજા હેઠળનો વિસ્તાર) બતાવાયો છે, તેમને ભારતનો ભાગ દર્શાવવામાં આવ્યો છે.

આ નકશો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. અમેરિકા પહેલાના નકશાઓમાં PoK ને અલગથી દર્શાવતું હતું. આંતરરાષ્ટ્રીય મંચો અને પશ્ચિમી દેશોના સરકારી નકશાઓમાં પણ વિવાદિત ભાગોને અલગ રંગ અથવા ‘ડોટેડ લાઈન્સ’ થી દર્શાવવામાં આવે છે.

આ વખતે ટ્રમ્પ સરકારે જાણી જોઈને કે અજાણતામાં એક એવો નકશો શેર કર્યો જે ભારતની સીમાઓને સંપૂર્ણપણે માન્યતા આપે છે. ભારત હંમેશાથી જમ્મુ-કાશ્મીરને પોતાનો અભિન્ન અંગ માનતું આવ્યું છે.

અમેરિકાએ આ ઇન્ડિયન મેપ શેર કર્યો છે…

PoK ને લઈને ભારત-પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી વિવાદ

ભારત અને પાકિસ્તાન વચ્ચે PoK વિવાદ જમ્મુ-કાશ્મીર ક્ષેત્ર સાથે સંકળાયેલો સૌથી જૂનો વિવાદ છે. આ 1947 થી ચાલી રહ્યો છે અને બંને દેશો વચ્ચે યુદ્ધ, તણાવ અને રાજદ્વારી લડાઈનું કારણ બન્યો છે.

વિવાદની શરૂઆત

  • 1947: ભારત-પાકિસ્તાન વિભાજનભારતના વિભાજન સમયે જમ્મુ-કાશ્મીર એક રજવાડું (પ્રિન્સલી સ્ટેટ) હતું, જેના મહારાજા હરિ સિંહ હિન્દુ હતા, પરંતુ વસ્તીમાં મુસ્લિમ બહુમતી હતી. વિભાજનના નિયમ મુજબ, રજવાડાં ભારત કે પાકિસ્તાનમાં જોડાઈ શકતા હતા અથવા સ્વતંત્ર રહી શકતા હતા.
  • 1947-48: પહેલું ભારત-પાકિસ્તાન યુદ્ધપાકિસ્તાનથી આવેલા મિલિશિયાએ કાશ્મીર પર હુમલો કર્યો. મહારાજા હરિ સિંહે મદદ માટે ભારતનો સંપર્ક કર્યો અને 26 ઓક્ટોબર 1947ના રોજ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેસન (વિલય પત્ર) પર હસ્તાક્ષર કર્યા, જેનાથી જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ બની ગયું. ભારતે સૈન્ય મદદ મોકલી.યુદ્ધ દરમિયાન પાકિસ્તાને પ્રદેશના પશ્ચિમી અને ઉત્તરીય ભાગ પર કબજો કરી લીધો, જેને હવે PoK કહેવાય છે. 1949માં UNની મધ્યસ્થીથી યુદ્ધવિરામ થયો અને સીઝફાયર લાઇન (પછીથી લાઇન ઓફ કંટ્રોલ – LoC) બનાવવામાં આવી, જે બંને દેશોના નિયંત્રણને અલગ પાડે છે.
  • ભારતનો દાવોભારત કહે છે કે આખું જમ્મુ-કાશ્મીર (PoK સહિત) તેનો અભિન્ન અંગ છે, કારણ કે મહારાજાએ ભારતમાં વિલય કર્યો હતો. 2019માં અનુચ્છેદ 370 હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા. ભારત PoKને ગેરકાયદેસર કબજો માને છે અને તેને પાછો લેવાની વાત કરે છે.
  • પાકિસ્તાનનો દાવોપાકિસ્તાન કહે છે કે કાશ્મીર મુસ્લિમ બહુલ ક્ષેત્ર છે, તેથી તે પાકિસ્તાનનો ભાગ હોવો જોઈએ. પાકિસ્તાન PoKને આઝાદ કાશ્મીર કહે છે અને ત્યાં પોતાની રીતે સરકાર ચલાવે છે. પાકિસ્તાન UNના જૂના પ્રસ્તાવોનો હવાલો આપે છે, જેમાં કાશ્મીરીઓને જનમત સંગ્રહનો અધિકાર આપવાની વાત હતી.

પાકિસ્તાનના PM બોલ્યા હતા- કાશ્મીર પાકિસ્તાનનો ભાગ બનશે

અમેરિકાએ આ મેપ શેર કરીને પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે 5 ફેબ્રુઆરીએ નિવેદન જારી કરીને કહ્યું હતું કે કાશ્મીર પાકિસ્તાનનો ભાગ બનશે.

શાહબાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરીઓ સાથે મજબૂતીથી ઊભું છે અને જમ્મુ-કાશ્મીર વિવાદનો ઉકેલ કાશ્મીરના લોકોની ઇચ્છા મુજબ થવો જોઈએ. શાહબાઝે કહ્યું કે જમ્મુ-કાશ્મીર વિવાદનું સમાધાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના પ્રસ્તાવોને લાગુ કરવાથી જ થઈ શકે છે.

તેમણે કહ્યું, ‘હું પાકિસ્તાની લોકો અને પાકિસ્તાની નેતૃત્વ વતી કાશ્મીરના મારા ભાઈઓ સાથે એકતા દર્શાવવા આવ્યો છું.’ તેમણે કહ્યું કે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી જિન્હાએ આ ક્ષેત્રને પાકિસ્તાનની લાઇફ લાઇન ગણાવ્યું હતું.

શાહબાઝ બોલ્યા- કાશ્મીરનો મુદ્દો અમારી ફોરેન પોલિસીનો પાયો છે

શાહબાઝ શરીફે કહ્યું કે કાશ્મીરનો મુદ્દો પાકિસ્તાનની ફોરેન પોલિસીનો આધાર છે. શાહબાઝે ભારત અને પાકિસ્તાન વચ્ચે મે 2025માં થયેલા ચાર દિવસીય સૈન્ય સંઘર્ષને પણ યાદ કર્યો. તેમણે દાવો કર્યો કે આ સંઘર્ષ પછી કાશ્મીર મુદ્દો ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે પૂરી તાકાત સાથે ઉઠાવવામાં આવ્યો છે.

તેમણે આરોપ લગાવ્યો કે ભારત હવે પ્રોક્સિ દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. પાકિસ્તાન દાવો કરે છે કે મિલિટન્ટ ગ્રુપ બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) ને ભારતનો ટેકો મળે છે, જ્યારે ભારત આવા આરોપોને હંમેશા નકારતું રહ્યું છે.

1962ના યુદ્ધ પછી અક્સાઈ ચીન પર ચીનનો કબજો

અક્સાઈ ચીન વિવાદ ભારત અને ચીન વચ્ચેના સૌથી જૂના અને સૌથી સંવેદનશીલ સરહદી વિવાદોમાંનો એક છે. આ પ્રદેશ લદ્દાખના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલો એક ઊંચો, ઉજ્જડ અને ઠંડો રણ પ્રદેશ છે, જે લગભગ 38,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે.

અક્સાઈ ચીન તિબેટને શિનજિયાંગ પ્રાંત સાથે જોડતો એકમાત્ર મુખ્ય માર્ગ પૂરો પાડે છે. ચીને અહીં કારાકોરમ હાઈવે (G219) બનાવ્યો છે, જે તેની સૈન્ય અને વ્યાપારી પ્રવૃત્તિઓ માટે અત્યંત જરૂરી છે. ભારત તેને લદ્દાખનો અભિન્ન અંગ માને છે અને તેના પર ચીનનો ગેરકાયદેસર કબજો માને છે.

આ ક્ષેત્રને જોન્સન લાઇન (1865) હેઠળ ભારતમાં દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં મેકકાર્ટની-મેકડોનાલ્ડ લાઇન (1899) એ તેને ચીનની નજીક દર્શાવ્યું. 1947માં ભારત આઝાદ થયા પછી, જમ્મુ-કાશ્મીરના વિલીનીકરણ સાથે ભારતે અક્સાઈ ચીનને પોતાનો ભાગ માન્યો.

1950ના દાયકામાં ચીને ગુપ્ત રીતે તિબેટ-શિનજિયાંગને જોડતો રસ્તો બનાવવાનું શરૂ કર્યું, જેની જાણ ભારતને 1957-58માં થઈ. ભારતે તેનો વિરોધ કર્યો, પરંતુ ચીને તેને પોતાનો પ્રદેશ ગણાવ્યો.

આ વિવાદ 1962ના ભારત-ચીન યુદ્ધનું મુખ્ય કારણ બન્યો. યુદ્ધ પછી ચીને લગભગ 38,000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર નિયંત્રણ જાળવી રાખ્યું અને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) તરીકે વર્તમાન સરહદ બનાવવામાં આવી. 1962ના યુદ્ધ પછી અક્સાઈ ચીન પર ચીનનો કબજો યથાવત રહ્યો.

હવે ભારત-અમેરિકી ડીલ વિશે જાણો…

ભારત-અમેરિકાએ ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક જાહેર કર્યું

ભારત અને અમેરિકાએ શુક્રવારે વચગાળાના વેપાર કરાર (ITA)નું ફ્રેમવર્ક જાહેર કર્યું છે. આ અંતર્ગત ભારતીય સામાન પર અમેરિકાનો ટેક્સ 50% ઘટાડીને 18% કરવામાં આવ્યો છે. રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર લાદવામાં આવેલો 25% વધારાનો ટેક્સ પણ હટાવી દેવામાં આવ્યો છે.

બંને દેશોએ જણાવ્યું કે આ ફ્રેમવર્કને જલ્દી લાગુ કરવામાં આવશે અને વ્યાપક દ્વિપક્ષીય વેપાર કરાર (BTA)ની દિશામાં વાતચીત આગળ વધશે. ભારત-અમેરિકાના સંયુક્ત નિવેદન અનુસાર, આ ફ્રેમવર્ક 13 ફેબ્રુઆરી 2025ના રોજ શરૂ થયેલી ભારત-અમેરિકા BTA વાટાઘાટોને આગળ વધારશે.

આ કરારમાં આગળ જતાં બજાર પહોંચ, સપ્લાય ચેઇનને મજબૂત કરવા અને વેપાર અવરોધો ઘટાડવા જેવા પ્રાવધાનો શામેલ હશે. આ અંતર્ગત ભારત અમેરિકી ઔદ્યોગિક વસ્તુઓ પરના તમામ ટેરિફ સમાપ્ત કરશે અથવા ઘટાડશે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે આ કરાર ભારતીય નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડોલર (લગભગ 27.18 લાખ કરોડ રૂપિયા)ના બજારને ખોલશે.

તેમના મતે, MSME, ખેડૂતો અને માછીમારો સૌથી મોટા લાભાર્થી હશે અને તેનાથી મહિલાઓ અને યુવાનો માટે લાખો નવી રોજગારીઓ ઊભી થવાની અપેક્ષા છે. આ ઉપરાંત, ભારતે આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી 500 અબજ ડોલર (45 લાખ 30 હજાર કરોડ રૂપિયા)ના ઉત્પાદનો ખરીદવા સંમતિ દર્શાવી છે.

ભારતને આ કરારથી મળનારા લાભ

  • અમેરિકી ટેરિફમાં ઘટાડો: ભારતીય વસ્તુઓ પર અમેરિકાના ટેરિફને 18 ટકા સુધી ઘટાડવામાં આવ્યો છે, જેનાથી ભારતીય નિકાસકારોને અમેરિકી બજારમાં વધુ સારી પહોંચ મળશે.
  • પસંદગીના ઉત્પાદનો પર ઝીરો ટેરિફ: જેનરિક દવાઓ, રત્ન અને હીરા અને વિમાનના પાર્ટ્સ પર સંપૂર્ણપણે ટેરિફ સમાપ્ત કરવામાં આવશે, જેનાથી આ ક્ષેત્રોમાં સ્પર્ધા વધશે.
  • 30 ટ્રિલિયન ડોલરના બજાર સુધી પહોંચ: ભારતીય MSME, ખેડૂતો, માછીમારો, મહિલાઓ અને યુવા ઉદ્યોગસાહસિકો માટે અમેરિકી બજારમાં પ્રવેશ.
  • નિકાસ ક્ષેત્રોમાં પ્રોત્સાહન: ટેક્સટાઇલ, ચામડું અને ફૂટવેર, પ્લાસ્ટિક અને રબર ઉત્પાદનો, ઓર્ગેનિક કેમિકલ્સ, હોમ ડેકોર, હસ્તકલા અને કેટલાક મશીનરીમાં નવી તકો.
  • સેક્શન 232 છૂટ: વિમાનના પાર્ટ્સ પર અમેરિકી સેક્શન 232 હેઠળ છૂટ મળશે.
  • ઓટો પાર્ટ્સ પર ટેરિફ રેટ ક્વોટા: કેટલાક ઓટો કમ્પોનન્ટ્સ માટે અમેરિકામાં વિશેષ પહોંચ મળશે.
  • જેનરિક દવાઓ પર સારી શરતો: ભારતીય જેનરિક ફાર્માસ્યુટિકલ્સ માટે ટેરિફ અને નિયમનકારી નિયમોમાં સુધારો.

—————————-

આ સમાચાર પણ વાંચો…

ચીન જોતું રહી ગયું અને ભારત બાજી મારી ગયું!:ભારત પર US એક્સ્ટ્રા ટેરિફ આજથી ખતમ, રશિયા પાસેથી ઓઈલ ખરીદી સામે નખાયેલો 25% ટેરિફ પણ હટાવાયો

વૈશ્વિક અર્થતંત્રના માળખે ભારતે એક એવી ‘માસ્ટરસ્ટ્રોક’ ગેમ રમી છે કે ડ્રેગન (ચીન) જોતું જ રહી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની સીધી વાતચીત બાદ ભારત અને અમેરિકા વચ્ચે $30 ટ્રિલિયન (આશરે ₹2500 લાખ કરોડ)ના માર્કેટનું દ્વાર ખોલતો ઐતિહાસિક ટ્રેડ કરાર ફાઈનલ થઈ ગયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર