Vaibhav Suryavanshi Dance Video Viral; BCCI Announces Rs 7.5 Crore Prize Money

Last Updated: February 7, 2026By

સ્પોર્ટ્સ ડેસ્ક10 મિનિટ પેહલા

  • કૉપી લિંક

BCCI U-19 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમને ₹7.5 કરોડની પ્રાઈઝ મની આપશે. BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયાએ શનિવારે ઇનામી રકમની જાહેરાત કરી. તેમણે કહ્યું, ‘જીત પછી આખો દેશ ખુશ છે. ભારતીય ટીમ આખી ટુર્નામેન્ટમાં અજેય રહી, તે પ્રશંસનીય છે. અમે વર્લ્ડ કપ જીતનારી ટીમ માટે 7.5 કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે.’

ભારતે એક દિવસ પહેલા શુક્રવારે ફાઇનલમાં ઇંગ્લેન્ડને 100 રનથી હરાવીને છઠ્ઠી વખત ખિતાબ જીત્યો. 175 રનની ઇનિંગ્સ રમનાર વૈભવ સૂર્યવંશી પ્લેયર ઑફ ધ મેચ રહ્યો. તેણે જીત પછી ભોજપુરી ગીત પર જોરદાર ડાન્સ કર્યો. રાજસ્થાન રોયલ્સે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો. ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

ખેલાડીઓએ ‘સોરી-સોરી’ ગીત પર ડાન્સ કર્યો

ટીમના સેલિબ્રેશનના એક વીડિયો ક્લિપમાં વૈભવ કહે છે કે પંજાબી ગીત સમજાતું નથી ગાઈઝ, હવે ભોજપુરી વાગશે. ત્યારબાદ વૈભવે પવન સિંહનું ગીત સોરી-સોરી પ્લે કર્યું. ત્યારબાદ બધા ખેલાડીઓ આ ભોજપુરી ગીત પર ડાન્સ કરવા લાગ્યા.

ભોજપુરી ગીત પર ડાન્સ કરતા વૈભવ સાથે અન્ય ભારતીય ખેલાડીઓ.

ભોજપુરી ગીત પર ડાન્સ કરતા વૈભવ સાથે અન્ય ભારતીય ખેલાડીઓ.

વીડિયોના અંતમાં વૈભવ કહે છે કે હવે મારી તરફથી આજ માટે આટલું જ પૂરતું છે. IPLની રાજસ્થાન રોયલ્સે ડાન્સની વીડિયો ક્લિપ પર કોમેન્ટ પણ કરી અને લખ્યું કે ‘એક બિહારી સબ પે ભારી’।

વૈભવે એવોર્ડ સપોર્ટ સ્ટાફને સમર્પિત કર્યો

અંડર-19 વર્લ્ડ કપ 2026માં વૈભવ સૂર્યવંશી જીતના હીરો રહ્યો. ફાઇનલમાં 175 રનની ઇનિંગ્સ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કર્યો. આખી ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન અને સૌથી વધુ છગ્ગા ફટકારવાને કારણે તે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ બન્યો. તેણે 7 મેચમાં 62.71ની સરેરાશથી 439 રન બનાવ્યા, જેમાં 41 ચોગ્ગા અને 30 છગ્ગા સામેલ હતા.

પ્લેયર ઑફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા બાદ વૈભવે કહ્યું, ખૂબ સારું લાગી રહ્યું છે. હું આ એવોર્ડ સમગ્ર સપોર્ટ સ્ટાફને સમર્પિત કરવા માગુ છું.

પિતાએ કહ્યું- વૈભવની આ ઇનિંગ ઐતિહાસિક રહી

ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં વૈભવ સૂર્યવંશીના પિતા સંજીવ સૂર્યવંશીએ ટીમ ઈન્ડિયાના વર્લ્ડ કપ જીતવા પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે વૈભવ સહિત તમામ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

તેમના મતે, વૈભવની આ ઇનિંગ ઐતિહાસિક રહી છે. તેમણે કહ્યું, આજે આપણે વર્લ્ડ કપ જીત્યા છીએ, તેના માટે અમને ખૂબ ગર્વ છે. આખો દેશ ખુશ છે. બિહાર અને દેશવાસીઓના આશીર્વાદ હંમેશા તેની સાથે રહ્યા છે.

પિતા સંજીવે કહ્યું- વૈભવ સહિત તમામ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

પિતા સંજીવે કહ્યું- વૈભવ સહિત તમામ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

તો, વૈભવના કાકા રાજીવ સૂર્યવંશીએ પણ ખુશી વ્યક્ત કરતા કહ્યું- અમે અને સમગ્ર વિસ્તારના લોકો ખૂબ ગર્વ અનુભવી રહ્યા છીએ. વૈભવે જે પ્રકારની રમત બતાવી છે, તે પ્રશંસનીય છે. અમને પૂરો વિશ્વાસ છે કે તે જલ્દી જ ભારતીય ટીમ માટે રમશે.

ડબલ સેન્ચુરી ફટકારવાથી ચૂકી ગયો

વૈભવ સૂર્યવંશીના દાદા ઉપેન્દ્ર પ્રસાદ સિંહે કહ્યું કે આ તેમના પરિવાર માટે અત્યંત ખુશીની ક્ષણ છે. તેમણે જણાવ્યું કે વૈભવે શાનદાર બેટિંગ કરી. જોકે તે બેવડી સદી ફટકારવાથી ચૂકી ગયો. અમે શરૂઆતથી જ કહી રહ્યા હતા કે તે ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરશે.

તેમણે આગળ કહ્યું કે 15 વર્ષથી ઓછી ઉંમરનો ખેલાડી આ પ્રકારની રમત બતાવી રહ્યો છે, તે પોતાનામાં મોટી વાત છે. ભલે તે બેવડી સદી ન બનાવી શક્યો, પરંતુ માત્ર 80 બોલમાં 175 રન બનાવવા પોતાનામાં ઐતિહાસિક છે. તેમણે એમ પણ કહ્યું કે જો અન્ય ખેલાડીઓનો થોડો વધુ સાથ મળ્યો હોત, તો વૈભવ વધુ મોટો સ્કોર બનાવી શક્યો હોત.

—————————

વૈભવ સંબંધિત આ સમાચાર પણ વાંચો…

વૈભવ સૂર્યવંશીએ એક જ ઇનિંગથી અધધધ…રેકોર્ડ્સ તોડ્યા: અંગ્રેજોની ધોલાઈ કરીને પાકિસ્તાની બેટરને પાછળ છોડ્યો

14 વર્ષના વૈભવ સૂર્યવંશીનું નામ હવે ઘર-ઘરમાં જાણીતું છે. દરેક મેચ…દરેક ટુર્નામેન્ટમાં કંઈક ને કંઈક રીતે તે કમાલ કરી દેખાડે છે. U-19 વર્લ્ડ કપની ફાઈનલમાં તેણે અંગ્રેજોને જે રીતના લાચાર કર્યા છે એ દરેક બાળક, દરેક યુવા, દરેક વૃદ્ધ યાદ રાખશે.

ઇંગ્લેન્ડ સામે વૈભવની તોફાની ઇનિંગ અત્યારસુધીની સૌથી બેસ્ટ ઇનિંગ રહી છે. તેણે 80 બોલમાં 175 રન ફટકાર્યા. તેની આ વિસ્ફોટક બેટિંગમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગા સામેલ હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 218.75 રહ્યો હતો. આ ફાઈનલમાં તેણે રેકોર્ડ્સ તોડવાની વણજાર સર્જી દીધી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…