Vikram Bhatt success story Bollywood Journey Update; Dealing with Flops, Why He Didn’t Work with Aamir Khan Again & Jail Sentence

Last Updated: July 4, 2026By

  • Gujarati News
  • Entertainment
  • Vikram Bhatt Success Story Bollywood Journey Update; Dealing With Flops, Why He Didn’t Work With Aamir Khan Again & Jail Sentence

3 કલાક પેહલાલેખક: વીરેન્દ્ર મિશ્ર

  • કૉપી લિંક

જો ફિલ્મ હિટ થાય તો તાળીઓ સ્ટાર્સના ભાગે આવે છે, પરંતુ ફ્લોપ થતાં જ સૌથી પહેલા ડિરેક્ટર કઠેરામાં (કટઘરામાં) ઊભો રહે છે. વિક્રમ ભટ્ટ તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું સૌથી મોટું અને સૌથી જૂનું સત્ય માને છે. તેઓ કહે છે, ‘અમને ફ્લોપ ફિલ્મોની લાશ ઉઠાવવા માટે પૈસા આપવામાં આવે છે.’ આ તેમના ચાર દાયકા લાંબા કરિયરનો અનુભવ છે.

હોરર ફિલ્મોને હિન્દી સિનેમામાં નવી ઓળખ અપાવનાર વિક્રમ ભટ્ટે સુપરહિટ ફિલ્મોની સાથે ફ્લોપનો સમયગાળો પણ જોયો. તેમણે મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું, નવા કલાકારોને લોન્ચ કર્યા, અંગત વિવાદોનો સામનો કર્યો અને જેલ સુધીનો પ્રવાસ પણ કર્યો.

આમ છતાં તેમનું માનવું છે કે ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે સફળતા નહીં, પરંતુ પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવું સૌથી જરૂરી છે. આ જ કારણ છે કે તેમણે સ્ટાર સિસ્ટમ, ફિલ્મોના ક્રેડિટ, આમિર ખાન સાથે ફરીથી કામ ન કરવાના કારણ, પોતાના સંઘર્ષ અને વિવાદો પર ખૂલીને વાત કરી.

આજની સક્સેસ સ્ટોરીમાં વિક્રમ ભટ્ટના કરિયર અને અંગત જીવન સાથે જોડાયેલી વાતો જાણીએ…

વિક્રમ ભટ્ટ પાલીતાણાના વતની

નોંધનીય છે કે, વિક્રમ ભટ્ટના દાદા વિજય ભટ્ટ ગુજરાતના પાલીતાણાના હતા. તેમજ હિન્દી સિનેમાનો પાયો નાખનારમાંના એક હતા. પ્રોડ્યૂસર, ડિરેક્ટર અને સ્ક્રીનરાઇટર વિજય તેમની ફિલ્મો ‘રામ રાજ્ય’ (1943), ‘ગૂંજ ઉઠી શહેનાઈ’ (1959) અને ‘હિમાલય કી ગોદ મેં’ (1965) માટે જાણીતા છે.​​​ વિક્રમના પિતા અને સિનેમેટોગ્રાફર પ્રવિણ ભટ્ટ ‘સડક’ (1991), ‘અગ્નીપથ’ (1990), ‘આશિકી’ (1990) સહિતની ફિલ્મો માટે જાણીતા છે. જ્યારે વિક્રમ ભટ્ટે 14 વર્ષની ઉંમરે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે મુકુલ આનંદની ડેબ્યૂ ફિલ્મ ‘કાનુન ક્યા કરેગા’ (1984)માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાયા હતા.​​​​

શરૂઆતી તકથી લઈને અલગ ઓળખ બનાવવા સુધી

વિક્રમ ભટ્ટ ફિલ્મી વાતાવરણમાં મોટા થયા અને નાની ઉંમરે જ ફિલ્મ નિર્માણ સાથે જોડાઈ ગયા. શરૂઆતના તબક્કામાં તેમણે ડિરેક્શનની ઝિણવટો શીખી અને પોતાની ફિલ્મો દ્વારા અલગ ઓળખ બનાવી. રોમેન્ટિક અને થ્રિલર ફિલ્મો પછી તેમણે હોરર જોનરમાં એવો પ્રયોગ કર્યો, જેણે તેમને ઇન્ડસ્ટ્રીમાં અલગ સ્થાન અપાવ્યું.

‘રાઝ’, ‘1920’, ‘શાપિત’ અને ‘હૉન્ટેડ 3ડી’ જેવી ફિલ્મોએ તેમને હોરર ફિલ્મોનો મોટો ચહેરો બનાવી દીધો. તેમની ફિલ્મોએ સાબિત કર્યું કે દમદાર વાર્તા અને ટ્રીટમેન્ટના જોરે હોરર પણ બોક્સ ઓફિસ પર સફળ થઈ શકે છે.

ડિરેક્ટર તરીકે નવા અને મોટા સ્ટાર્સ સાથે કામ કરવાનો તફાવત

પોતાની લાંબી કારકિર્દીમાં વિક્રમ ભટ્ટે અમિતાભ બચ્ચન, મિથુન ચક્રવર્તી, આમિર ખાન, અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી જેવા મોટા સિતારાઓની સાથે-સાથે નવા કલાકારો સાથે પણ કામ કર્યું છે. તેમના મતે બંનેની પોતપોતાની વિશેષતાઓ હોય છે. તેમણે જણાવ્યું કે, ડિરેક્ટર તરીકે નવા અને મોટા સ્ટાર્સ સાથે કામ કરવામાં શું ફરક હોય છે.

વિક્રમ ભટ્ટ કહે છે કે, ‘નવા કલાકારો એટલા પ્રશિક્ષિત કે અનુભવી નથી હોતા, જેટલા અનુભવી કલાકારો હોય છે. પરંતુ તેમનામાં શીખવાની ઈચ્છા હોય છે, જે ઘણીવાર સ્ટાર્સમાં નથી હોતી. સ્ટાર્સ પોતાની નિર્ધારિત શૈલીમાં કામ કરવાનું પસંદ કરે છે, જ્યારે ડિરેક્ટર ઘણીવાર કંઈક અલગ કરવા માંગે છે.’

‘એટલે બંનેના પોતપોતાના ફાયદા છે. સ્ટાર્સ સાથે કામ કરવાથી ફિલ્મને સારી ઓપનિંગ અને અનુભવી એક્ટર મળે છે. જ્યારે, નવા કલાકારો સાથે એક ઉત્સાહી અને કંઈક કરી બતાવવાનો જુસ્સો ધરાવતો વ્યક્તિ મળે છે. એટલે બંનેના ફાયદા છે.’

વિક્રમ ભટ્ટનું માનવું છે કે, 'ફિલ્મની જવાબદારી આખરે ડિરેક્ટરની હોય છે. જોકે, સફળતા અને નિષ્ફળતાનો શ્રેય સરખો વહેંચાતો નથી.'

વિક્રમ ભટ્ટનું માનવું છે કે, ‘ફિલ્મની જવાબદારી આખરે ડિરેક્ટરની હોય છે. જોકે, સફળતા અને નિષ્ફળતાનો શ્રેય સરખો વહેંચાતો નથી.’

ફિલ્મની જવાબદારી હંમેશા ડિરેક્ટરની હોય છે

વિક્રમ ભટ્ટનું માનવું છે કે, સ્ટાર હોય કે ન હોય, ફિલ્મની જવાબદારી આખરે ડિરેક્ટરની જ હોય છે. જોકે, કમનસીબી એ છે કે, જ્યારે કોઈ સ્ટારની ફિલ્મ હિટ થાય છે, ત્યારે ડિરેક્ટરને એટલો શ્રેય મળતો નથી. કામ તે એટલું જ કરે છે, પરંતુ ફિલ્મ સ્ટારની હિટ કહેવાય છે.

તેઓ કહે છે કે, તેમને ખુશી છે કે ફિલ્મ ‘ધુરંધર’ના કિસ્સામાં તેના ડિરેક્ટર આદિત્ય ધરનું પણ નામ લેવામાં આવી રહ્યું છે. ફક્ત કલાકારોની જ નહીં, પરંતુ ડિરેક્ટરની પણ ચર્ચા થઈ રહી છે. નહીં તો ઘણીવાર લોકો કહે છે કે, આ ફલાણા સ્ટારની હિટ ફિલ્મ છે. આ જ સૌથી મોટી સમસ્યા છે.

તેમના મતે, મહેનત બધા સરખી જ કરે છે. પરંતુ જ્યારે સ્ટારની ફિલ્મ ચાલતી નથી, ત્યારે સૌથી પહેલા ડિરેક્ટરનું નામ આવે છે કે આટલા મોટા સ્ટાર સાથે પણ ફ્લોપ ફિલ્મ બનાવી દીધી. એટલે તેઓ મજાકમાં કહે છે કે, ‘ડિરેક્ટરને પૈસા ફ્લોપ ફિલ્મની લાશ ઉઠાવવા માટે આપવામાં આવે છે. હિટ બધાની હોય છે, પરંતુ ફ્લોપ ફક્ત ડિરેક્ટરની જ માનવામાં આવે છે.’

હિટનો શ્રેય સ્ટારને, ફ્લોપનો દોષ ડિરેક્ટર પર

વિક્રમ ભટ્ટ કહે છે કે, ‘આ કોઈ નવી વાત નથી, પરંતુ હંમેશાથી આવું જ થતું આવ્યું છે. સ્ટાર એક સાથે ઘણી ફિલ્મો કરે છે. જો તેમની ચાર ફિલ્મોમાંથી ત્રણ હિટ થઈ જાય અને તમારી ફિલ્મ ફ્લોપ થઈ જાય, તો લોકો એવું જ માને છે કે ખામી ડિરેક્ટરમાં રહી હશે.’

તેઓ કહે છે કે, ‘લોકો એ નથી સમજતા કે કોઈ ફિલ્મને સફળ બનાવવામાં માત્ર સ્ટાર જ નથી હોતો. કોઈ લેખક વાર્તા લખે છે, કોઈ સારા સંવાદો આપે છે, કોઈ ઉત્તમ દ્રશ્યો બનાવે છે, સારા ગીતો બને છે અને યોગ્ય પ્રચાર થાય છે. ત્યારે જ એક સ્ટાર બને છે. પરંતુ જ્યારે ફિલ્મ હિટ થાય છે, ત્યારે લોકો માની લે છે કે માત્ર સ્ટારે જ બધું કર્યું છે.’

તેમના મતે, આ વર્ષોથી ચાલતું આવતું સત્ય છે અને તેને બદલી શકાતું નથી. આ જ ઇન્ડસ્ટ્રીની વાસ્તવિકતા છે, તેથી તેની સામે લડવાનો કોઈ અર્થ નથી.

‘મને હંમેશા મારી ક્રેડિટ મળી’

વિક્રમ ભટ્ટ કહે છે કે, સદભાગ્યે તેમની સાથે ક્યારેય એવું બન્યું નથી કે તેમનો શ્રેય કોઈ બીજાને મળ્યો હોય. આમિર ખાન સાથે કામ કરતી વખતે પણ લોકો કહેતા હતા કે, હંમેશા આમિરને જ ક્રેડિટ મળે છે, પરંતુ ‘ગુલામ’એ તેમને પણ પૂરું સન્માન આપ્યું.

તેઓ જણાવે છે કે, ‘કોઈએ ક્યારેય એવું નથી કહ્યું કે ફિલ્મ આમિર ખાને ડિરેક્ટ કરી હતી.’ તેમને જેટલો ક્રેડિટ મળવો જોઈતો હતો, તેટલો મળ્યો. ‘આવારા પાગલ દીવાના’ માટે પણ તેમને પૂરો શ્રેય મળ્યો. તેથી તેઓ માને છે કે, આ મામલે તેમનું નસીબ સારું રહ્યું.

આમિર ખાન સાથે ફરીથી કામ કેમ ન કર્યું?

વિક્રમ ભટ્ટ જણાવે છે કે, ”ગુલામ’ના સમયે મુકેશ ભટ્ટ અને આમિર ખાનના સંબંધો સારા નહોતા. આમિર કદાચ તેમની સાથે આગળ કામ કરવા માંગતા ન હતા. આ કોઈ અંગત દુશ્મની નહોતી, પરંતુ બંનેનો સ્વભાવ મેળ ખાતો ન હતો.’

તેઓ કહે છે કે, ‘હું મુકેશ ભટ્ટ માટે કામ કરતો હતો અને ‘ગુલામ’ પણ મને મુકેશ ભટ્ટે જ આપી હતી. આવી સ્થિતિમાં મને લાગ્યું કે જો હું મુકેશ ભટ્ટને છોડીને આમિર ખાન સાથે જાય, તો તે બેવફાઈ હશે. પછી ક્યારેય આવી તક આવી જ નહીં. હું બીજી દિશામાં ચાલ્યો ગયો અને આમિર ખાન બીજા રસ્તે.’

ભગવાન પર ભરોસો રાખનાર વ્યક્તિ બેવફાઈ કરી શકતો નથી

જોકે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવું બહુ ઓછું થાય છે. સામાન્ય રીતે લોકો મોટા સ્ટાર્સ સાથે જ ઊભા જોવા મળે છે. પરંતુ વિક્રમ ભટ્ટ હંમેશા મુકેશ ભટ્ટ સાથે જ ઊભા રહ્યા. વિક્રમ ભટ્ટને જ્યારે પૂછવામાં આવ્યું કે કોઈને દગો ન આપવાની આ તાકાત અને હિંમત ક્યાંથી આવી?

વિક્રમ ભટ્ટ કહે છે કે, ‘મને નથી લાગતું કે આ માટે કોઈ ખાસ હિંમત કે તાકાતની જરૂર હોય છે. મારું માનવું છે કે, જે વ્યક્તિ ખરેખર ભગવાન પર ભરોસો રાખે છે, તે આવા કામ ન કરી શકે.’

તેઓ જણાવે છે કે, તેમણે ‘ગુલામ’ મુકેશ ભટ્ટ માટે બનાવી હતી, જેમાં આમિર ખાન હતા. આ પહેલા મુકેશ ભટ્ટે જ તેમને ‘જાનમ’ જેવી પહેલી ફિલ્મ અને ‘ફરેબ’ જેવી પહેલી હિટ ફિલ્મ આપી હતી. આવા માણસને ફક્ત એટલા માટે છોડી દેવો કે ક્યાંક બીજે કામ મળી રહ્યું છે, તેમને યોગ્ય ન લાગ્યું.

તેમનું કહેવું છે કે, ‘જે વ્યક્તિ ફક્ત તકો જોઈને સંબંધો બદલે છે, તે બિન પાયાનો લોટો હોય છે અને આવા લોકો આ ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી ટકી શકતા નથી. જો તમારા પોતાના સિદ્ધાંતો નથી, તો તમે બહુ આગળ જઈ શકતા નથી.’

‘મારી કારકિર્દીમાં ઊંચાઈઓ પણ આવી અને મોટા ઉતાર પણ’

વિક્રમ ભટ્ટ કહે છે કે તેમની કારકિર્દીએ ઊંચાઈઓ પણ જોઈ છે અને મોટા ઉતાર પણ. ક્યારેક સતત છ-સાત ફિલ્મો હિટ થઈ, તો ક્યારેક સતત છ-સાત ફિલ્મો ફ્લોપ પણ રહી. ફરીથી હિટ ફિલ્મોનો દોર આવ્યો અને તે પછી ફરીથી ફ્લોપ ફિલ્મોનો દોર.

તેઓ પોતાની કારકિર્દીની સરખામણી ઊંટની ચાલ સાથે કરે છે, જે ક્યારેક ઉપર જાય છે, ક્યારેક નીચે. તેમનું કહેવું છે કે, કદાચ હવે ફરીથી ઉપરનો સમયગાળો આવ્યો છે. આ કેટલો લાંબો ચાલશે, તે ઉપરવાળો જ જાણે છે. તેમની બસ એ જ પ્રાર્થના છે કે જેટલું બને તેટલું, આ સમયગાળો ચાલતો રહે.

‘જો મારા જીવન પર ફિલ્મ બને તો તેનું નામ ‘સંઘર્ષ’ હશે’

વિક્રમ ભટ્ટ કહે છે કે, જો તેમના જીવન પર ફિલ્મ બને, તો તેનું નામ ‘સંઘર્ષ’ હોવું જોઈએ. તેમણે દરેક વસ્તુ માટે સંઘર્ષ કર્યો છે- અંગત જીવન, ફિલ્મી કારકિર્દી અને આધ્યાત્મિક યાત્રામાં પણ. તેમના મતે સંઘર્ષ તેમની સૌથી મોટી ઓળખ રહ્યો છે.

‘મારી ફિલ્મો રિલીઝના સમયે નહીં, સમય વીતી ગયા પછી પસંદ કરવામાં આવે છે’

વિક્રમ ભટ્ટ કહે છે કે, તેમની ફિલ્મો સાથે એક વિચિત્ર વાત થાય છે. જ્યારે ફિલ્મ રિલીઝ થાય છે, ત્યારે લોકોને પસંદ નથી આવતી, પરંતુ થોડા વર્ષો પછી તે જ ફિલ્મ કલ્ટ ક્લાસિક બની જાય છે.

તેઓ ઉદાહરણ આપે છે કે, ‘રાઝ’ને રિલીઝ સમયે કોઈએ ઝીરો સ્ટાર આપ્યા, કોઈએ એક સ્ટાર અને કોઈએ દોઢ સ્ટાર. પરંતુ થોડા વર્ષો પછી તે જ ફિલ્મ ક્લાસિક કહેવાવા લાગી. તેવી જ રીતે ‘હૉન્ટેડ’ રિલીઝ થવા પર લોકોએ તેની ઘણી ટીકા કરી હતી, પરંતુ આજે તે જ લોકો તેને ક્લાસિક કહે છે.

તેઓ કહે છે કે, ‘આજે જે ફિલ્મ ક્લાસિક છે, રિલીઝ સમયે તે ક્લાસિક નહોતી. અને જે આજે નવી ફિલ્મ છે, જો ચાલી ગઈ તો ચાર વર્ષ પછી તેને પણ ક્લાસિક કહેવાશે.’ આ જ વાતને તેઓ અંગ્રેજીની એક લાઇનથી સમજાવે છે- “Durability is acceptability.” એટલે કે જે સમયની કસોટી પર ટકે છે, તે જ સ્વીકાર્ય બને છે. જે ટકી શકતું નથી, તે સમય સાથે સમાપ્ત થઈ જાય છે.

છેતરપિંડીના આરોપમાં ઉદયપુર જેલમાં 70 દિવસ વિતાવ્યા

વિક્રમ ભટ્ટના કરિયરમાં માત્ર ફિલ્મી ઉતાર-ચઢાવ જ નહોતા આવ્યા. તેમનું અંગત જીવન પણ ઘણી વખત વિવાદોમાં રહ્યું. સૌથી વધુ ચર્ચા ત્યારે થઈ, જ્યારે તેમને અને તેમની પત્નીને એક કથિત છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી.

વિક્રમ ભટ્ટ અને તેમની પત્ની શ્વેતાંબરી ભટ્ટને ઉદયપુરના ‘ઇન્દિરા આઇવીએફ’ ગ્રુપના સંસ્થાપક ડૉ. અજય મુર્ડિયા સાથે સંકળાયેલા ₹30 કરોડની છેતરપિંડી અને ઠગાઈના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આરોપ હતો કે તેમણે મુરડિયાની દિવંગત પત્ની પર બાયોપિક બનાવવાના નામે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા લીધા અને પ્રોજેક્ટ અધવચ્ચે રોકી દેવામાં આવ્યો. આ ધરપકડે મીડિયાનું ધ્યાન ખેંચ્યું.

સેલિબ્રિટી હોવાને કારણે મામલો મોટો બની ગયો

વિક્રમ ભટ્ટને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું સેલિબ્રિટી હોવાને કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યા હશે? તો તેમણે આ સવાલનો જવાબ આ રીતે આપ્યો.

વિક્રમ ભટ્ટ કહે છે કે, ‘મને ખબર નથી કે મને સેલિબ્રિટી હોવાને કારણે નિશાન બનાવવામાં આવ્યો કે નહીં. પરંતુ એટલું ચોક્કસ છે કે સેલિબ્રિટી હોવાને કારણે દરેક વાત વધુ ચર્ચામાં આવી જાય છે. તે અખબારોની હેડલાઇન્સ બની જાય છે અને જરૂરિયાત કરતાં મોટો મુદ્દો બની જાય છે.’

તેમનું કહેવું છે કે, જો આ જ ઘટના કોઈ ઓછા જાણીતા વ્યક્તિ સાથે બની હોત, તો કદાચ આટલું મોટું સ્વરૂપ ન લેત. પરંતુ હવે તેઓ પોતાની ઓળખ કે પોતાનો હોદ્દો બદલી શકતા નથી, તેથી જે છે, તેને સ્વીકારવું જ પડે છે.