Virat Kohli; IPL 2026 RCB vs GT Final LIVE Score Updates Ahmedabad Rajat Patidar Tim David
- Gujarati News
- Sports
- Cricket
- Virat Kohli; IPL 2026 RCB Vs GT Final LIVE Score Updates Ahmedabad Rajat Patidar Tim David | Shubman Gill Sai Sudharsan
સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
IPL 2026ની ફાઈનલ આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે અમદાવાદમાં રમાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમ પાસે બીજી વખત ટાઇટલ જીતવાની તક છે. બેંગલુરુએ ગયા વર્ષે પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું, જ્યારે ગુજરાત 2022માં પોતાની પહેલી સીઝનમાં જ ચેમ્પિયન બન્યું હતું.
ફાઈનલ મેચનો પ્રિવ્યૂ રિપોર્ટ…
ટૉપ ટ્રેન્ડ
છેલ્લી 8 ફાઈનલ ક્વોલિફાયર-1 જીતનારી ટીમે જ જીતી: છેલ્લી 8 ફાઈનલ ક્વોલિફાયર-1 જીતનારી ટીમે જ પોતાના નામે કરી છે. આ સાથે જ, 2016 પછીની તમામ ફાઈનલ મેચ ક્વોલિફાયર-1 રમનારી ટીમ વચ્ચે જ રમાઈ છે. 2016માં હૈદરાબાદ એલિમિનેટર જીતીને ચેમ્પિયન બન્યું હતું.
200+ નો સ્કોર એટલે જીતની ગેરંટી: છેલ્લા 18 વર્ષમાં IPL ફાઈનલમાં 200+ નો સ્કોર ચેઝ થયો નથી, એટલે કે 200+ નો સ્કોર જીતની ગેરંટી સમાન છે. 2008થી 2025 સુધી ફાઈનલમાં 4 વખત 200+ નો સ્કોર બન્યો છે, જે ક્યારેય ચેઝ થઈ શક્યો નથી.
છેલ્લી ટક્કર
ક્વોલિફાયર-1માં બેંગલુરુએ ગુજરાતને હરાવ્યું હતું
બેંગલુરુ અને ગુજરાત વચ્ચે છેલ્લી મેચ 26 મેના રોજ ધર્મશાલાના મેદાન પર રમાય હતી. તે મેચમાં બેંગલુરુની ટીમ ગુજરાત પર હાવી રહી હતી અને મેચ 92 રને જીતી લીધી હતી. લીગ રાઉન્ડમાં બંને ટીમ બે વાર સામસામે આવી ચૂકી છે.
30 એપ્રિલે ગુજરાતે પોતાના હોમ ગ્રાઉન્ડ પર 4 વિકેટે જીત મેળવી હતી.
24 એપ્રિલે બેંગલુરુએ પોતાના હોમ ગ્રાઉન્ડ પર 5 વિકેટે જીત નોંધાવી હતી.

(26 મેના રોજ RCB-GT મેચ દરમિયાન વિરાટ કોહલી વિકેટની ઉજવણી કરતો જોવા મળ્યો હતો).
હેડ-ટુ-હેડ
જૂના રેકોર્ડમાં બેંગલુરુ એક જીતથી આગળ
અગાઉના રેકોર્ડમાં બેંગલુરુની ટીમ એક જીતથી આગળ છે. બંને વચ્ચે અત્યાર સુધીમાં 9 IPL મેચ રમાઈ છે. તેમાંથી બેંગલુરુએ 5 જીતી છે, જ્યારે ગુજરાતે 4 મેચમાં જીત મેળવી છે.

પ્લેયર્સ ટુ વોચ
ગુજરાતના ટૉપ-3 પ્લેયર્સ
- શુભમન ગિલ: ક્વોલિફાયર-2માં રાજસ્થાન સામે 104 રનની સેન્ચુરીની ઇનિંગ રમી હતી. આ સીઝનમાં 6 ફિફ્ટી પણ ફટકારી છે. તે 15 મેચમાં 722 રન બનાવી ચૂક્યો છે.
- સાઈ સુદર્શન: રાજસ્થાન સામે 58 રન બનાવ્યા અને ગિલ સાથે 77 બોલમાં 167 રનની સેન્ચુરીની ભાગીદારી કરી હતી. તે 16 મેચમાં 710 રન બનાવી ચૂક્યો છે.
- કાગીસો રબાડા: ચાલુ સીઝનમાં સૌથી વધુ 28 વિકેટ ઝડપી ચૂક્યો છે. રાજસ્થાન સામે 2 વિકેટ લીધી હતી, જેમાં વૈભવ સૂર્યવંશી (96 રન)ની વિકેટ સામેલ હતી.

બેંગલુરુના ટૉપ-3 પ્લેયર્સ
વિરાટ કોહલી: છેલ્લી મેચમાં ગુજરાત સામે 43 રન બનાવ્યા હતા. આ સીઝનમાં તે 600 રન પૂરા કરી ચૂક્યો છે. અત્યાર સુધી રમેલી 15 મેચમાં એક સદી અને 4 અડધી સદી ફટકારી છે.
રજત પાટીદાર: ક્વોલિફાયર-1માં ગુજરાત સામે અણનમ 93 રનની ઇનિંગ રમીને ટીમનો સ્કોર 250ને પાર પહોંચાડ્યો હતો. આ સીઝનમાં 14 મેચમાં 196.76ના સ્ટ્રાઈક રેટથી 486 રન બનાવ્યા છે.
ભુવનેશ્વર કુમાર: પર્પલ કેપની રેસમાં બીજા સ્થાને છે. 15 મેચમાં 26 વિકેટ ઝડપી ચૂક્યો છે. ગુજરાત સામેની છેલ્લી મેચમાં 2 વિકેટ ઝડપી હતી.

ઇન્જરી એન્ડ ફિટનેસ
રાજસ્થાન રોયલ્સ સામે ક્વોલિફાયર-2 દરમિયાન મોહમ્મદ સિરાજ ખભાની તકલીફથી પરેશાન દેખાતો હતો. તેણે પોતાની ઓવરોનો સ્પેલ પૂરો તો કર્યો હતો, પરંતુ ફાઈનલ મેચ પહેલા તેની ફિટનેસ ગુજરાત માટે ચિંતાનો વિષય બનેલી છે.
પીચ એન્ડ વેધર રિપોર્ટ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોમાંચક મેચની આશા છે. અહીં ચાલુ સીઝનમાં માત્ર 3 વખત જ સ્કોર 200ને પાર થયો છે. આવી સ્થિતિમાં ગુજરાતના બોલરો હોમ કંડિશન્સ પર બેંગલુરુના બેટર્સની આકરી પરીક્ષા લેશે. આ મેદાન પર બંને ટીમનો અગાઉનો રેકોર્ડ બરાબરી પર રહ્યો છે. બંનેએ એક-એક મેચ જીતી છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, વેંકટેશ અય્યર, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જેકબ ડફી, જોશ હેઝલવુડ અને રાસિખ સલામ.
ઇમ્પેક્ટ પ્લેયર: રોમારિયો શેફર્ડ.
ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, આર.સાઈ.કિશોર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.
ઇમ્પેક્ટ પ્લેયર: રાહુલ તેવતિયા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


