Weight Loss Tips : સ્વીટ કોર્ન ખાઈને વજન કેવી રીતે ઘટાડવું? જાણો સાચી રીત

Last Updated: March 2, 2026By

વજન નિયંત્રિત કરવા માંગતા લોકો માટે સ્વીટ કોર્ન એક સારો વિકલ્પ છે. લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, ભૂખ ઓછી કરે છે અને ચયાપચયમાં સુધારો કરે છે. તેમાં ઓછી ચરબી અને ઉચ્ચ ફાઇબરનું પ્રમાણ વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ફાઇબર ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, જ્યારે પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. ચમકતી ત્વચા માટે પણ સ્વીટકોર્ન ફાયદાકારક છે. જો કે વજન ઘટાડવા ઇચ્છતા લોકો માટે સ્વીટ કોર્ન રામબાણ ઇલાજ છે.

સ્વીટ કોર્ન ખાઈ આ રીતે ઘટાડો વજન

સ્વીટ કોર્ન સલાડ:  બાફેલા સ્વીટ કોર્નમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં, કાકડી, કેપ્સિકમ અને કોથમીર ઉમેરો. તેમાં લીંબુનો રસ, ચપટી મરી પાવડર અને સંચળ નાખો. આમાં કેલરી ઓછી છે અને ફાઈબર વધુ, જે ડાયેટિંગ માટે ઉત્તમ છે.

તેલ કે માખણ વગર બાફેલી મકાઈ :  ઘણીવાર આપણે મકાઈ પર ખૂબ જ માખણ (Butter) કે ચીઝ લગાવીએ છીએ, જે વજન વધારે છે. વજન ઘટાડવા માટે માત્ર પાણીમાં બાફેલી મકાઈ પર લીંબુ અને મસાલો છાંટીને ખાવી જોઈએ.

સ્વીટ કોર્ન સૂપ  : સાંજના સમયે ભૂખ લાગે ત્યારે તૈયાર પેકેટવાળા સૂપને બદલે ઘરે બનાવેલો તાજો કોર્ન સૂપ પીવો. તેમાં અન્ય શાકભાજી (ગાજર, વટાણા) ઉમેરવાથી તે વધુ પૌષ્ટિક બને છે.

વજન ઘટાડવાની સરળ રીત

વજન ઘટાડવું એ માત્ર ઓછું ખાવા વિશે નથી, પરંતુ સાચી જીવનશૈલી અપનાવવા વિશે છે. ઝડપથી અને લાંબા ગાળા માટે વજન ઘટાડવા માટે તમારા માટે સ્વીટ કોર્ન એક શ્રેષ્ઠ વિકલ્પ બની રહે છે. સામાન્ય રીતે વજન ઘટાડવા સૌથી બેસ્ટ પાણી છે. દિવસ દરમિયાન 3-4 લિટર પાણી પીવાથી શરીરને ડિટોક્સ થશે. દરરોજ સવારે અથવા સાંજે ૩૦-૪૦ મિનિટ ઝડપથી ચાલવાથી કેલરી બર્ન થાય છે. તેમજ દોડવું, સાયકલ ચલાવવી અથવા તરવું વજન ઘટાડવામાં ઝડપથી મદદ કરે છે. દરરોજ ૭-૮ કલાકની ઊંઘ પણ જરૂરી છે, કારણ કે ઓછી ઊંઘ વજન વધારવાનું કારણ બની શકે છે. વજન ઘટાડવા મીઠાઈ, તળેલી વાનગી અને ફાસ્ટફૂડ ખાવાનું ટાળો.

આ પણ વાંચો : Holi 2026 : હોળીમાં બાળકો માટે કરો પાર્ટીનું આયોજન, ઘરે બનાવો ટેસ્ટી મફિન

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )