What is CPR This simple skill can save someones life during cardiac arrest | Gujarat News
આજકાલ અચાનક હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટના કિસ્સાઓ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ઘણીવાર કોઈ વ્યક્તિ ચાલતા-ચાલતા રસ્તા પર, ઘરે કે ઓફિસમાં અચાનક ઢળી પડે છે અને તેના શ્વાસ કે ધબકારા બંધ થઈ જાય છે. આવી ગંભીર પરિસ્થિતિમાં જો દર્દીને સેકન્ડોની અંદર તાત્કાલિક તબીબી મદદ ન મળે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. આવા કટોકટીના સમયે CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) એક મહત્વપૂર્ણ અને જીવન બચાવનારી તકનીક સાબિત થાય છે.
CPR શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
CPR (Cardiopulmonary Resuscitation) એ એક ઇમરજન્સી મેડિકલ પ્રક્રિયા છે. જ્યારે કોઈ વ્યક્તિ શ્વાસ લેવાનું બંધ કરે છે અથવા તેનું હૃદય ધબકતું બંધ થઈ જાય છે, ત્યારે CPR દ્વારા તેના શરીરમાં અને મગજ સુધી લોહી તેમજ ઓક્સિજનનો પ્રવાહ ચાલુ રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. આરોગ્ય નિષ્ણાતો અને ડૉક્ટરોના મતે, જો કાર્ડિયાક અરેસ્ટ આવ્યાની શરૂઆતની થોડી મિનિટોમાં જ (ગોલ્ડન અવર) યોગ્ય રીતે CPR આપવામાં આવે, તો દર્દીના બચવાની શક્યતા બે થી ત્રણ ગણી વધી જાય છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

