WhatsAppમાં પૈરેન્ટ્સ કંટ્રોલ અકાઉન્ટ ફિચર થયુ સામેલ, બાળકોના મેસેજ અને પ્રાઇવસી પર રહેશે નજર
Parent Managed Accountsના કારણે માતા-પિતા બાળકોની ચેટ, કેન્ટેક્ટ અને પ્રાઇવસી સેટીંગ પર નજર રાખી શકશે.
મોબાઇલ એકાઉન્ટ પર વધુ નિયંત્રણ
કંપનીના જણાવ્યા પ્રમાણે, આ ફિચરનો હેતુ, Parent Managed Accounts આગામી મહિનામાં ધીરે-ધીરે રોલ આઉટ કરવામાં આવશે. જેને પરિવાર અને ઓનલાઇન સુરક્ષા વિશેષજ્ઞોની સલાહના આધાર પર તૈયાર કરાયુ છે. કે જેના આધારે નાના બાળકો માટે એપનો ઉપયોગ વધુ સુરક્ષિત બની જશે. અને સુરક્ષિત ઓનલાઇન માહોલ મળી રહેશે. WhatsAppનો હેતુ બાળકો માટે સુરક્ષા જાળવવાનો છે. અને માતા-પિતા બાળકોના મોબાઇલ એકાઉન્ટ પર વધુ નિયંત્રણ રાખી શકશે.
પ્રાઇવેટ મેસેજ અને વોઇસ કોલ
આ નવું અકાઉન્ટ ખાસ કરીને 13 વર્ષથી ઓછી ઉેમરના બાળકો માટે બનાવવામાં આવ્યુ છે. આ અકાઉન્ટ માતા-પિતા અને અભિભાવકો દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. અને તે તેમના WhatsApp Accounts સાથે જોડાયેલા રહેશે. કંપનીના જણાવ્યા અનુસાર આ અકાઉન્ટમાં સામાન્ય અકાઉન્ટની તુલનામાં વધુ કડક પ્રાઇવસી રહેશે અને સીમિત ફિચર્સ રહેશે. બાળકો માટે પ્રાઇવેટ મેસેજ અને વોઇસ કોલ કરી શકશે. તેઓ માત્ર પરિવારના સભ્યો અને વિશ્વાસપાત્ર વ્યક્તિઓ સાથે જ વાત કરી શકશે.
કેટલાક ફિચર્સ બાળકોના અકાઉન્ટમાં નહી હોય
Parent-managed અકાઉન્ટમાં કેટલાક લોકપ્રિય ફિચર્સ ઉપલબ્ધ નહી હોય. તેમા સ્ટેટસ અપડેટ, ચેનેલ અને મેટા એઆઇની સુવિધા સામેલ નહી હોય. આ ઉપરાતં Disappearing Messagesનો પણ વિકલ્પ નહી હોય.. અજાણ્યા નંબરથી આવનાર મેસેજ સીધા Message Requestના ફોલ્ડરમાં સામેલ થશે. તેમને માત્ર માતા-પિતાના PINથી જ ખોલી શકાશે.
આ રીતે બનાવો Parent Managed Accounts
જો માતા-પિતા પોતાના બાળકો માટે WhatsApp અકાઉન્ટ બનાવવા ઇચ્છે છે. તો તેઓ સાઇન-અપ દરમિયાન જ Parent Managed Accountsનો વિકલ્પ પસંદ કરી શકે છે. જેમના માટે બાળકની જન્મ તારીખ નાંખો. અકાઉન્ટ સેટઅપ સમયે માતા-પિતાના ફોન અને બાળકોના ફોન બન્નેની જરુરી રહેશે. કે જેથી બન્ને અકાઉન્ટ એકબીજા સાથે લિંક કરાશે. માતા-પિતાએ પોતાની સમગ્ર માહિતી ફોનમાં નાંખવી પડશે. તમામ માહિતી ભર્યા બાદ Parent Managed Accountsનું નિયંત્રણ મેળવી શકાશે.
આ પણ વાંચોઃ Israelએ Iranમાં ફેંકેલા બોમ્બ મામલે મિડિલ ઇસ્ટમાં હોબાળો, જાણો શું છે કારણ?
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

