WhatsApp Business Auto-Reply: How to Set Up AI & Away Messages | Gujarati News
દિવસેને દિવસે વધતા જતા ડિજિટલ યુગમાં WhatsApp પર અસંખ્ય મેસેજનો જવાબ આપવો એ એક મોટો પડકાર બનતો જાય છે. કામ પર હોઈએ, ક્લાસમાં વ્યસ્ત હોઈએ કે આરામ કરતા હોઈએ, ત્યારે મિત્રો, પરિવાર કે ગ્રાહકોના સંદેશાઓના જવાબ આપવા મુશ્કેલ અને સમય માંગી લેનારા સાબિત થાય છે. આ જ તણાવને દૂર કરવા માટે હવે ટેકનોલોજીની દુનિયામાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)નો પ્રવેશ થયો છે, જે તમારા વતી આપમેળે સચોટ અને યોગ્ય જવાબો તૈયાર કરે છે.
‘WhatsApp Business’ એપ દ્વારા સરળ ઉકેલ થશે
સામાન્ય WhatsApp માં આ સુવિધા ઉપલબ્ધ નથી, પરંતુ ‘WhatsApp Business’ એપ દ્વારા આ સમસ્યાનો સરળ ઉકેલ મળી શકે છે. આ એપ એન્ડ્રોઇડ અને આઇફોન બંને પર ઉપલબ્ધ છે. બિઝનેસમેન, ફ્રીલાન્સર્સ અને દુકાનદારો માટે આ એક વરદાનરૂપ સાબિત થઈ રહ્યું છે. WhatsApp Business માં ઓટો-રિપ્લાય ચાલુ કરવા માટે, એપ ડાઉનલોડ કરી ‘Business Tools’ માં જવું પડે છે. ત્યાં ‘Away Message’ (જ્યારે તમે અનુપલબ્ધ હોવ) અથવા ‘Greeting Message’ (નવા ગ્રાહક માટે શુભેચ્છા સંદેશ) ના વિકલ્પો મળે છે, જેને સેટ કરીને તમે તમારી અનુકૂળતા મુજબ સમય અને પ્રાપ્તકર્તા પસંદ કરી શકો છો.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


