Will Dhurandhar 3 Happen? Rakesh Bedi Breaks Silence On Ranveer Singh Movie
1 દિવસ પેહલા
- કૉપી લિંક
‘ધુરંધર (2025)’ અને ‘ધુરંધર: ધ રિવેન્જ (2026)’ ની બોક્સ ઓફિસ પર ઐતિહાસિક સફળતા પછી ફિલ્મના પાર્ટ 3 ને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.
‘ફિલ્મ વિશે મેં પણ ઘણી વાતો સાંભળી છે’
ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીત દરમિયાન ‘ધુરંધર’ના જમીલ જમાલી એટલે કે, રાકેશ બેદીને ‘ધુરંધર 3’ને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો. આના પર તેમણે જણાવ્યું કે, તેમણે પણ ફિલ્મને લઈને ઘણી વાતો સાંભળી છે, પરંતુ તેમની પાસે આવા કોઈ સમાચાર નથી.

રાકેશ બેદીએ ‘ધુરંધર’ ફ્રેન્ચાઇઝમાં પાકિસ્તાની નેતાનું પાત્ર ભજવ્યું છે, જે વાર્તામાં મોટો વળાંક લાવે છે.
‘મને ખબર પડશે, તો હું તમને જણાવીશ’
તેમણે કહ્યું, ‘ધુરંધર 3 બની રહી છે કે નહીં, જો બની રહી છે તો હું તેનો ભાગ છું કે નહીં, મને તેની કોઈ જાણકારી નથી.’
રાકેશ બેદીએ આગળ કહ્યું કે, જો તેમને આ વિશે કોઈ જાણકારી મળશે, તો તેઓ તેની જાહેરાત ચોક્કસ કરશે.
નોંધનીય છે કે, ફિલ્મમેકર આદિત્ય ધરની એક્શન-થ્રિલર ફ્રેન્ચાઇઝી ‘ધુરંધર’ અને ‘ધુરંધર 2’ માં રાકેશ બેદીએ પાકિસ્તાની રાજનેતા જમીલ જમાલીનું પાત્ર ભજવ્યું હતું. તેમનો આ રોલ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.
ભારતની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
‘ધુરંધર 2’એ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરીને ભારતમાં બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવાનો રેકોર્ડ બનાવ્યો.
સેકનિલ્ક (ટ્રેડ એનાલિસ્ટ વેબસાઇટ) અનુસાર, ફિલ્મે ભારતમાં લગભગ ₹1149 કરોડનું નેટ કલેક્શન અને વિશ્વભરમાં લગભગ ₹1813 કરોડની ગ્રોસ કમાણી કરી છે. ગ્રોસ કલેક્શન એ ટિકિટમાંથી કુલ કમાણી અને નેટ કલેક્શન એ ટેક્સ પછીની કમાણી હોય છે.
,
‘ધુરંધર’ સંબંધિત આ સમાચાર પણ વાંચો…
‘ધુરંધરમાં બતાવેલી એક-એક વાત સાચી છે’:પાકિસ્તાની નેતાએ આદિત્ય ધરની ડિટેલિંગ પર મહોર મારી, કહ્યું- ‘જે સમયગાળો દર્શાવ્યો છે, ત્યારે હું લ્યારીમાં જ હતો’

રણવીર સિંહ સ્ટારર ‘ધુરંધર’ અને ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ જ્યારથી રિલીઝ થઈ છે, ત્યારથી જ સતત ચર્ચામાં છે. ફિલ્મમાં ડિરેક્ટર આદિત્ય ધર દ્વારા કરવામાં આવેલી ઝિણવટપૂર્વકની ડિટેલિંગની સોશિયલ મીડિયા પર ભારે પ્રસંશા થઈ રહી છે. તેવામાં પાકિસ્તાનના કરાચીમાં જન્મેલા પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તા આરિફ આઝાકિયાએ તાજેતરમાં દાવો કર્યો છે કે, ફિલ્મ ‘ધુરંધર’માં દર્શાવવામાં આવેલી ઘટનાઓ સંપૂર્ણપણે સાચી છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


