Winter Recipe : સામાન્ય પુરી ખાઈને કંટાળ્યા છો? આ રીતે બનાવો ટેસ્ટી વટાણાની મસાલેદાર પુરી

Last Updated: January 23, 2026By

શિયાળામાં મેથીની ભાજીમાંથી લોકો જુદી-જુદી વાનગી બનાવે છે. મેથીના વડા, મેથીની પુરી બહુ ટેસ્ટી લાગે છે. જો તમે મેથી અને મસાલા પુરી ખાઈને કંટાળી ગયા છો. નાસ્તામાં અથવા રાત્રિના ડિનરમાં મસાલા મટર પુરી બેસ્ટ વિકલ્પ છે. સામાન્ય પુરી કરતાં કંઇક અલગ અજમાવવું હોય તો આ પુરી જરૂર ટ્રાય કરો. મસાલા અને વટાણાથી બનેલી આ પુરીઓ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તમે તેને તમારા મનપસંદ શાકભાજી, અથાણું અથવા ચટણી સાથે પીરસી શકો છો. નાસ્તામાં બનાવો ગરમાગરમ મસાલા મટર પુરીનો એવો સ્વાદ આવશે કે લોકો આંગળા ચાટતા રહી જશે.

મટર પુરી બનાવવા માટે સામગ્રી

  • લાલ મરચું પાવડર, અજમા, ધાણા પાવડર, જીરું, આદુ, લીલા મરચા, મીઠું,
  • 1 કપ બાફેલા – વટાણા 
  • 2 કપ – લોટ
  • અડધી ચમચી – ગરમ મસાલો
  •  તેલ – જરૂર મુજબ

મટર પુરી બનાવવાની રીત

મસાલા મટર પુરી બનાવવા માટે, સૌપ્રથમ વટાણાને ઉકાળો અને ઠંડા થવા દો. તેને મિક્સર જારમાં મૂકો. તેમાં લીલા મરચાં, આદુ અને થોડું પાણી ઉમેરીને મિકસરમાં ક્રશ કરી લો. હવે, એક મોટા બાઉલમાં લોટ લઈ તેમાં જીરું, અજમો અને 2 ચમચી તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરો. પછી વટાણાનું મિશ્રણ ઉમેરો. તેમાં મીઠું, ધાણા પાવડર, જીરું પાવડર, ગરમ મસાલો અને લાલ મરચું પાવડર ઉમેરો, સારી રીતે મિક્સ કરો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરી પુરી જેવો લોટ બાંધો. ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રહેવા દો. હવે, કણકના નાના ગોળા બનાવો અને તેને પાથરી દો. એક કડાઈમાં તેલ ગરમ કરો અને પુરીઓને મધ્યમ તાપ પર તળો. આ રીતે, તમે સરળતાથી મસાલા મટર પુરી તૈયાર કરી શકો છો. મટર પુરી તમે ક્રિસ્પી બનાવવી હોય તો કઠણ લોટ બાંધજો. અને રસાદાર શાક અને ચટણી જોડે ખાવી હોય તો નરમ લોટ બાંધી પૂરી બનાવો.

આ પણ વાંચો : Skin Care Tips : શું ગરદન પર પરફ્યુમ લગાવવું ખતરનાક છે, જાણો શું કહે છે સ્કીન એક્સપર્ટ