World Kidney Day : ભારતમાં ક્રોનિક બીમારી CKDના દર્દીઓ વધ્યા, કિડની સમસ્યાના આ છે મુખ્ય કારણો
આજની બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીના કારણે લોકોમાં ગંભીર બીમારીનું પ્રમાણ વધ્યું છે. આજે નાની ઉંમરે લોકો હાર્ટએટેકના શિકાર થઈ રહ્યા છે. તો કેટલાક લોકોને ડાયાબિટીસ અને કિડની સંબંધિત સમસ્યા થાય છે. લોકોમાં કિડનીની સમસ્યાઓ વધવા પાછળ કોઈ એક મુખ્ય કારણ નથી. બદલાતી ખાનપાની ખોટી આદત અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા અનેક પરિબળો પણ જવાબદાર છે. વધતી કિડની સમસ્યાને લઈને ડોક્ટરે પણ ચેતવણી આપી. કિડની સમસ્યાના આ કારણો મુખ્યત્વે જવાબદાર છે. શરીરમાં થતા ફેરફારને ઓળખવાનું સૂચન કર્યું.
કિડની સમસ્યાના આ છે મુખ્ય કારણો
ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર: કિડની ફેલ થવાના લગભગ 70% કિસ્સાઓમાં આ બે મુખ્ય કારણો હોય છે. લોહીમાં ખાંડનું વધતું પ્રમાણ કિડનીની ફિલ્ટર કરવાની ક્ષમતાને નુકસાન પહોંચાડે છે, જ્યારે હાઈ બ્લડ પ્રેશર તેની નળીઓ પર દબાણ લાવે છે.
પેઈન કિલર્સનો વધુ પડતો ઉપયોગ: માથાનો દુખાવો કે શરીરના દુખાવામાં ડૉક્ટરની સલાહ વગર વારંવાર લેવામાં આવતી ‘પેઈન કિલર’ (NSAIDs) દવાઓ કિડની માટે ઝેર સમાન સાબિત થઈ શકે છે.
અયોગ્ય આહાર અને બેઠાડું જીવન: ફક્ત બાળકોને જ નહીં મોટા લોકોને બહારનું ખાવાના શોખ છે. જંક ફૂડ, પેકેજ્ડ ફૂડ (જેમાં મીઠું અને પ્રિઝર્વેટિવ્સ વધુ હોય છે) અને કસરતનો અભાવ કિડની પર બોજ વધારે છે.
પાણીની અછત અને પથરી: પૂરતું પાણી ન પીવાને કારણે શરીરમાંથી કચરો બહાર નીકળી શકતો નથી, જેનાથી પથરી (Kidney Stones) અને યુરિન ઈન્ફેક્શનનું જોખમ વધે છે, જે લાંબા ગાળે કિડનીને નુકસાન કરે છે.
પર્યાવરણીય પરિબળો: પ્રદૂષિત પાણી, જંતુનાશકોવાળો ખોરાક અને હવામાં રહેલા ઝેરી તત્વો પણ કિડનીના રોગો માટે જવાબદાર માનવામાં આવે છે.
સાયલન્ટ કિલર છે કિડનીની બીમારી
કિડની શરીરનું મહત્વપૂર્ણ અંગ છે. જયારે તેમાં સમસ્યા થાય છે ત્યારે સમગ્ર શરીરને અસર કરે છે. કિડનીની બીમારીને “સાયલન્ટ કિલર” કહેવામાં આવે છે કારણ કે ઘણીવાર 70-80% કિડની બગડી જાય ત્યાં સુધી કોઈ ખાસ લક્ષણો દેખાતા નથી. તેથી, જો તમને ડાયાબિટીસ કે બીપી હોય, તો વર્ષમાં એકવાર કિડની ફંક્શન ટેસ્ટ (KFT) કરાવવો હિતાવહ છે. કિડની બીમારીથી બચવા પૌષ્ટિક આહારની સાથે દરરોજ નિયમિત રોજ 8-10 ગ્લાસ પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે શરીરમાંથી નકામા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે અને કિડનીને સ્વસ્થ રાખે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

