World News: કેનેડામાં Khalistaniઓની ખેર નહીં, Ajit Dovalના પ્રવાસ બાદ બદલાઇ રહ્યુ છે ચિત્ર

Last Updated: February 9, 2026By

ભારત અને કેનેડાની વચ્ચે સંબંધો સુધરી રહ્યા છે. ફંડીગ, નેટવર્ક અને ગતિવિધિઓ પર કેનેડા સરકાર નજર રાકશે.

ખાલિસ્તાની સંગઠનો પર કડક કાર્યવાહી

કેનેડામાં ખાલિસ્તાની સંગઠનો માટે આગામી સમય મુશ્કેલ છે. ભારત અને કેનેડા વચ્ચે સંબંધોમાં સુધાર જોવા મળી રહ્યો છે. સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધતો સહયોગ અને કેનેડા સરકારની રિપોર્ટ આ મામલે સંકેત આપે છે કે, હવે ખાલિસ્તાની સંગઠનો પર કડક કાર્યવાહી કરાશે.

1. NSA અજિત ડોભાલનો કેનેડા પ્રવાસ

7 ફેબ્રુઆરી 2026ના રોજ ભારતના રાષ્ટ્રી સુરક્ષા સલાહાકાર અજીત ડોભાલ કેનેડાની મુલાકાત લીધ હતી. આ પ્રવાસ દરમિયાન તેઓએ કેનેડાની નેશનલ સિક્યોરિટી અને ઇન્ટેલિજેન્સ એડવાઇઝર નથાલી ડ્રોઇન સાથે મુલાકાત કરી હતી. ભારત-કેનેડા વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા વાર્તા યથાવત્ રહી હતી. જૂન 2023માં નિજ્જર હત્યાકાંડ બાદ બન્ને દેશના સંબંધોમાં તણાવ પેદા થયો હતો. પરંતુ કેનેડામાં નવી સરકાર આવતા ઘણો સુધાર જોવા મળ્યો હતો.

2. ન્યૂ વર્લ્ડ ઓર્ડર અને ભારત સાથે સુધર્યા સંબંધો

કેનેડાના પીએમ માર્ક કાર્ની પોતાના સ્થાનને આગામી બદલાતી રાજનીતિમાં સુરક્ષિત સ્થાને જુવે છે. આ વિચાર હેઠળ ન્યૂ વર્લ્ડ ઓર્ડર બનાવવાની દિશામાં સક્રિય છે. હાલમાં તેઓએ ચીનનો પ્રવાસ કર્યો હતો. અને તેઓ માર્ચ મહિનામાં ભારત યાત્રાએ પણ આવશે. ભારત સાથે સંબંધો વધુ ગાઢ બનાવવા માટે કેનેડા સરકાર મહત્ત્વના પગલા લઇ રહી છે. બન્ને દેશ વચ્ચેની મુલાકાતમાં સૌથી મહત્ત્વનો મુદ્દોમ ખાલિસ્તાનનો છે. આ સંગઠન પર કાર્યવાહી કરવી જરુરી છે.

3. ખાલિસ્તાની સંગઠનોને ફંડિંગ આપવાની વાત સ્વીકારી

સપ્ટેમ્બરમાં કેનેડા સરકારે પ્રથમ વખત સતતાવાર રીતે સ્વીકાર્યુ હતુ કે, દેશની અંદરથી જ ખાલિસ્તાનીઓને આર્થિક મદદ મળી રહી છે. સરકારી રિપોર્ટમાં કહેવાવુ છે કે, બબ્બર ખાલસા, આંતરરાષ્ટ્રીય શિખ યૂથ ફેડરેશન જેવા સંગઠનને કેનેડામાંથી ફંડિંગ કરી રહી છે. ક્રિપ્ટો કરન્સી, ક્રાઉડ-ફંડિંગ અને થોડા બિન સરકારી સંસ્થા દ્વારા ખાલિસ્તાન સંગઠને ફંડીગ આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ સંકટમાં છે Keir Starmerની ખુરશી, બ્રિટનમાં રાજકીય ઉથલ પાથલ, જાણો શું છે મામલો?